________________
૧૬૬
રાસમાળા
અણમાનીતી હતી. સોલંકિણીને જગદેવ કરીને કુંવર હતો; તે કાંઈક સામળે રંગે હતો, પણ ફૂટડે હતો. રણધવલ માટે કુંવર હતું તેથી તે યુવરાજ અથવા ગાદીને વારસ હતો. બે ભાઈની વય વચ્ચે બે વર્ષનું છેટું હતું, જગદેવ બાર વર્ષનો થયો ત્યારે રાજાએ મુદાર નામના એક દાસને પૂછ્યું કે “સેલેકિણું રાણુંને કુંવર છે કે નહિ ?” મુદારે ઉત્તર આપ્યું: “સેલંકિણી રાણીને જગદેવ કુંવર છે, પણ તે કદિ દરબારમાં આવતા નથી.” રાજા બોલ્યોઃ “જગતમાં પુત્રથી કાંઈ વધારે નથી,” એવું કહીને તેણે જગદેવને તેડું મોકલ્યું, એટલે જગદેવ દરબારમાં આવે. તેનું અંગરખું ચણેટિયાનું ( જાડા ખદડ લૂગડાનું) હતું; તેને માથે ફેટ હતું તે માત્ર એક રૂપિયાની મતાને જ હતો; તેના હાથકાન અડવા હતા. આવી દશામાં તેણે આવીને નમન કર્યું. રાજાએ તેને છાતી સરસો ચાંપીને પોતાની પાસે બેસાડ્યો, અને તેને પોષાક જોઈને બેલ્યોઃ “કુંવર! તું આવાં લૂગડાં પહેરે છે એનું કારણ શું ?” જગદેવે કહ્યું: “મારી તપશ્ચર્યામાં ખામી છે; મહારાજાને ઘેર “જન્મ પામે તે ખરે, પણ તે જ મહારાજાના માળવા દેશમાં શેરભર “અન્ન અને પીવાનું પાણી મળવાને પણ સાંસા પડે છે. મારાં માવજીને “આપે એક ગામ આપ્યું છે, એ જ તેમના ગુજરાનને માટે સાધન છે, ને “તેને કારભાર પોતે ચલાવે છે. ગામ એ નામ તે મહેપ્યું છે, પણ તેની “ઉપજ થોડી છે. માત્ર આ એક જ ગામની ઉપજમાંથી ખાવાપીવાનું અને “લૂગડાંલત્તાનું ખર્ચ, દાસદાસિયાના ગુજરાનનું ખર્ચ, અને રથ તથા બળદનું ખર્ચ નિભાવવું પડે છે. મારા પિતાનાં લૂગડાં તે તેમાંથી પૂરાં પડી શકતાં નથી.” રાજાએ આ બધું સાંભળ્યું, અને પછી ભંડારીને કહ્યું: “એને
“પુત્રિય હતી, તેમાંની એક જયપાળ (અજયપાળ) સેલંકી જે સિદ્ધરાજનો પુત્ર હતો તેને દીધી હતી. બીજી બીજરાજ ભદ્દીને, અને ત્રીજીચિતોડના રાણુને દીધી હતી.”
આમ લખાણ છે, પણ સિદ્ધરાજને પુત્ર ન હતો; અજયપાળ છેવટે તેની પવાડે (કુમારપાળ પછી) ગાદિયે બેઠે છે તે તેનો સગે હ; પણ તેને વંશજ ન હતે. માળવાના રાજાઓની વંશાવલી પૃષ્ઠ ૧૫૭ની છાપી છે તે જુઓ.
સિદ્ધરાજની વેળામાં જગદેવ થયે તે ભેજના કમાનુયાયી ઉદયાદિત્યને પુત્ર હતે. તથાપિ આ વાત ચાલે છે તે ખરેખરી અદભુત કથા છે. લક્ષ્મણદેવ નામને એને એક ભાઈ, તેના બાપ પછી સન ૧૦૮૧ થી ૧૧૦૪ સુધી રાજ્ય કર્યું. બીજે બાઈ નરવર્મા દેવ તેની પછવાડે ગાદિયે બેઠે તેને સમય ૧૧૦૪ થી ૧૧૩૩.
૧ ત્રણ સારાં ગામ એ અંગ્રેજીમાં અર્થે લીધો છે તે તીનબુ એ વિભક્તિ નહિ સમજવાથી ભૂલ થઈ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com