________________
જગદેવ પરમારની વાત
૧૬૭
નિત્યના બબ્બે રૂપિયા આપજો.” જગદેવ મેલ્યેાઃ “મહારાજ ! આપે મને “બક્ષિસ આપવાને કહ્યું તે તે મેં માથે ચડાવ્યું, પણ પ્રતાપવંતાં માવજી “મારા ઉપર વ્હાલ રાખે છે, એટલે નભવાનું નથી, માટે હું કાંઈ લેનાર “નથી: લખ્યા લેખ હશે તે પ્રમાણે નિપજશે.' પછી રાજાએ ભંડારી પાસે રૂપિયાની એક થેલી મંગાવી અને હાથમાં આપી કહ્યું: “કુમાર! પોષાક કરાવે અને સારા સલુકથી રહેા.” પછી જગદેવને જવાની આજ્ઞા આપી. જગદેવ આજ્ઞા લઈને ગયા તે જે બન્યું તે સર્વ પેાતાની માતાજીને કહી થેલી આપી. વાધેલીના એક ચાકરે આ બધું સાંભળ્યું, અને દીઠું તે જઈને તેને કહ્યું: “આજે રાજાએ જગદેવને બહુ પ્રીતિ બતાવી; નિત્યના બબ્બે રૂપિયા “બાંધી આપ્યા, અને રૂપિયાની એક થેલી બક્ષિસ આપી.” આવું સાંભળીને તેને પગની ઝાળ માથે લાગી. તેણે એક ખવાસ મેાકલીને રાજાને પેાતાની પાસે ડાવ્યેા. તે આવ્યા એટલે તેને નમન કર્યું. રાજા આવીને ગાદીકિયે ખેડા. વાધેલી લાલચેાળ આંખેા કરીને ખાલી: “તમે દુહાગણના દીકરાને શું આપ્યું ?” રાજા ખેલ્યેા–સાલંકિણી દુહાગણુ તે છે, પણ એના કુંવર મારે વ્હેલા. “સુધવલ તિલાયત છે, પણ જગદેવ મારી આંખેા ઠારે છે. એ સારા રજપૂત ઉઠશે.” આવું સાંભળી વાધેલી ખેલી: “એનું મ્હોં કાળું છે તે એનું ભાગ્ય પણ કાળા જ અક્ષરથી લખાયું છે, તમે એનાં વખાણુ શા માટે કા છે ? થેલી પાછી મંગાવા.” રાજાએ ઉત્તર આપ્યું: “એ તે! મેં એને “પ્રસન્ન થઈને આપી છે; હવે ખીજી વેળાએ તમને પૂછીને આપીશું.”
આ વેળાએ ઉદયાદિત્ય માંડવગઢના (માન્ડુ) રાજાની ચાકરી કરતા હતા તેના ભણીથી ઉતાવળનેા કાગળ આવ્યા કે તમારે તાબડતોબ આવવું. આ કામ સારૂ રાજા ત્વરા સહિત ત્યાં ચાલ્યા. બન્ને રાજકુંવર ઘેર રહ્યા. જગદેવના સેાતિયા સારા હતા; તે સર્વેની મુલાકાત આદરમાનથી લેતેા, સારી સલાહ આપતા; તેની વર્તણુંક સારી હતી, તેને સ્વભાવ આનંદી હતા, તેથી જગમાં લેકે તેનું સારૂં ખેાલવા લાગ્યા તે તેની કીર્ત્તિ વધી, દરબાર તે રધવલ ભરતા હતા, પણ જગદેવ તે પેાતાના ધરમાં રહેતા અને ત્યાંજ બેસતા હતેા; આ પ્રમાણે બે વર્ષ વહી ગયાં. આ સમયે, ગૌડ દેશને રાજા ગંભીર કરીને ગૌડ કુળના હતા તેણે જગદેવની કીર્ત્તિ સાંભળીને
૧ અહિં એના હેવાના ભાવાર્થં વાધેલી રાણી “મા” એ શબ્દનું વધારે માનવતું રૂપ “મા” અથવા “માવજી છે.”
૨ માનીતી સુહાગણુ વ્હેવાય છે ને અણમાનીતીને દુહાગણ કહે છે, ૩ તિલાયત એટલે રાજતિલક જેને થતું હેાય તે, કુટુંબમાં મુખ્ય, પાટવી.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat