________________
૧૫૪
રાસમાળા
કયા તે નિષ્ફળ ગયા, તેથી તેનું મન પાછું હટી ગયું, અને તેને મુંજાલ મંત્રી જે તેની સાથે આવ્યા હતા તેની સલાહ પૂછવા લાગ્યો કે હવે આપણે યશોવર્મા સંવત ૧૧૮૯ થી ૧૧૯૯ સુધી (એટલે ઇસ્વી સન ૧૧૩૩થી ૧૧૪૨-૪૩ સુધી) હતા. મતલબ કે સિદ્ધરાજે માળવાની જિત પિતાની છેલ્લી અવસ્થામાં કરેલી છે.
કુમારપાલ પ્રબંધમાં એમ લખે છે કે, “બારમા કને પ્રસિદ્ધ સિદ્ધરાવતી બિરૂદ ધારણ કરનાર સિદ્ધરાજે દિવિજય કરવા જતાં બાર વર્ષે ધારાનગરી લીધી; તેને ત્રણ કોટ હતા તે તેડી નાકામાં પ્રવેશ કરવા જતાં તેનાં કમાડને લોઢાના આગળા હતા તે તેડતાં તેને યશ ૫ટહ નામે હાથી હતો તે મરણ પામે; ને માળવાના રાજા નરવર્મા જીવતા પકડાયો.”
નરવર્મા ઈ. સ. ૧૧૦૪ થી ૧૧૩૩ સુધી હતો તેના ઉપર સિદ્ધરાજે પ્રથમ ચડાઈ કરેલી જણાય છે. અને ત્યાર પછી તેને કુંવર યશોવર્મા ઇ. સ. ૧૧૩૩ થી ૧૧૪૩ સુધી હતો તેની સાથે લડાઈ ચાલતી રહેતાં સિદ્ધરાજની તરવાર બાર વર્ષ ખુલ્લી રહી માટે તેનું યાન કરાવવા તે રાજાના પગની થોડી ચામડી ઉતરાવી: એટલામાં તેના પ્રધાને કહ્યું કે મહારાજ ! નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે, “રાજા અવધ્ય છે”, માટે આપે એને મૂકી દે. આ ઉપરથી તેને જીવતે રાખી કાષ્ટપિંજરમાં પૂરાવ્યો. ચતુવંશતિ પ્રબંધના અંતર્ગત મદનવર્મ પ્રબંધમાં પણ એમ જ લખ્યું છે અને વિશેષમાં જણાવે છે કે, સિદ્ધરાજે મહારાષ્ટ્ર, તિલિંગ, કર્ણાટ, પાંચ આદિ રાજ્ય વશ કસ્યાં.
બુદેલખંડમાં હમણાં જ્યાં મહોબા છે ત્યાં ચલ કુલના રાજા થયા છે અને જેના સંવત ૧૧૮૬ થી ૧૨૨૦ સુધીના લેખે મળી આવે છે તે પ્રસંગમાં કુમારપાળ પ્રબંધમાં લખે છે કે
એક સમયે તેની (સિદ્ધરાજની,) સભામાં આવીને કોઈ ભાટે ચિત્રકૂટની પાસેના મહબક નગરના રાજા મદનવર્માનાં વખાણ કયાં એટલે પોતાના એક મંત્રીને ભાટની સાથે મહેબકપત્તન જેવા મેકલ્યો. તેણે પાછા આવીને તેનાં ઘણું વખાણ કયાં, એટલે મોટું સૈન્ય લઈને સિદ્ધરાજ ત્યાં ગયો. મદનવર્માને ખબર થઈ કે સિદ્ધરાજ આવે છે એટલે તે બોલ્યો કે, બાર વર્ષ સુધી ધારાનગરી આગળ પડ્યો રહ્યો હતો તે જ કે બીજે? એ કબાડી રાજાને કહો કે, તમારે પૂર કે ભૂમિ જોઈતી હેય તે યુદ્ધ કરિયે અને એવી ઇચ્છા ન હોય તે ૯૬ કરોડ મોરે લઈને ચાલ્યા જાઓ. સિદ્ધરાજે દંડ લીધે, પણ મદનવર્મા જેવા મોજીલા રાજાને મળવાની ઇચ્છા જણાવી. તેણે શેડા માણસો સહિત આવવાની હા કહી, એટલે તે તેને મળવા ગયે. મદનવર્મા ઉઠીને સામે આવ્યો (ભેટ) અને સિદ્ધરાજને સુવર્ણના આસને બેસા. અને બોલ્યો કે, સિક્કેન્દ્ર! આપ મારા પણ થયા એ અમારાં મોટાં ભાગ્ય સમજિયે છિયે. સિદ્ધરાજે કહ્યું કે આ વિવેક કરો છો પણ તમે તો મને કબાડી રાજા કહો છો એ શું? મદનવર્માએ કહ્યું આ કલિકાળ છે, આયુષ્ય ટૂંકું છે, રાજશ્રી પણ થોડી જ છે, બળ તુચ્છ છે, એમ છતાં ભાગ્યદયે કરીને રાજ્ય મળે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com