________________
૧૪૪
રાસમાળા
અડાવી દીધી. કર્ણ જાળમાં સપડાયે, રાણી સગર્ભા થઈ તેણે એધાણુને માટે પોતાના પતિની રાજમુદ્રા યુક્તિબન્ધ મેળવી લીધી કે આગળ ઉપર વાં પડે તે કામમાં લાગે. રાજાના જાણવામાં નહી જ હતી તેથી પછવાડેથી તેને ઘણે પશ્ચાત્તાપ થયો, અને બ્રાહ્મણની સલાહ પ્રમાણે પીતળની સાત નહિ, પણ રાત્રે તેને તેનું સ્વમ લાગ્યું અને પૂર્ણ પ્રીતિને પ્રસંગ આવતાં તે જાગી ગયો, એટલે એના અંકુર રાજામાં રહી ગયા. તેને અમાત્ય સંપત્તિકરના જાણવામાં હતું કે ગંધર્વ કન્યા મળે તે રાજા ચકવી થાય તેથી તેવી સ્ત્રીના શેપમાં રહેવા, અને તેની સાથે રાજાને યોગ કરાવવા તેણે પોતાના પ્રણધિને સૂચવી રાખ્યું હતું. એટલે પેલી સુન્દરીનું ચિત્ર રાજાના શરતુદાનના લતામંડપની એક ભીંત ઉપર ચીતરી રાખ્યું હતું, તે રાજાના જોવામાં આવે છે અને વિદૂષક સાથે ગુપ્ત વાતને વિનાદ ચલાવે છે. એટલામાં દેવી (રાણી) ત્યાં આવી પહોંચે છે અને સુન્દરી વિષેની વાત થતી સાંભળે છે. વળી દરીનું ઢાંકેલું ચિત્ર તેના જેવામાં આવે છે એટલે રીસાઇને જતી રહે છે.
બીજા અંકમાં ન રીસાયલી રણને મનાવે છે. અને વિદૂષકને કહે છે કે, જે સ્ત્રીમાં મારું ચિત્ત પેઠું છે, તે સ્ત્રી મારા વિષે અનુકૂળ છે કે નહિ તેની તપાસ કર, વિદુષક તે પ્રમાણે કરે છે તે, અંતઃપુરમાં તેને સંતાડી રાખેલી વિરહાકુળ સ્થિતિમાં આવી પડેલી તેને જણાય છે. તે વાત તેણે કર્ણને કહી પછી કર્ણ શરદુલાનમાં ચિત્ર જઈ મનનું સમાધાન કરવા જાય છે, પણ રાણિયે તે ચિત્ર ઘસી નાંખ્યું હતું તેથી રાજાને તે પણ જોવાનું બન્યું નહિ એટલે ખેદ પામે છે. આણી તરફ સુરીને પણ અતિશય વિરહાગ્નિ વ્યાપી રહેલે હોતાં બાગના કુંડમાં નહાવા માટે સખિ સહિત જાય છે, અને પોતાની સ્થિતિ તેમને જણાવે છે. પણ છેવટે તે સ્થાને ફાંસો ખાઈને મરવાને પ્રવૃત્ત થાય છે. એટલામાં વિદુષક શનને લઈને ત્યાં આવે છે અને તેને મરતી ઉગારે છે. ત્યારે એક બીજાને વાત કરવાનો પ્રસંગ આવ્યો. આ પ્રમાણે જ્યારે ઓચિંતી ત્યાં પાણી આવી પહેચે છે એટલે રંગમાં ભંગ થાય છે.
ત્રીજા અંકમાં, સુતરી રાજા ઉપર પ્રેમપત્રિકા લખીને મોકલે છે, તે લઈ જનાર સખી, જઈને રાણીને આપે છે, અને જે સંતસ્થાનમાં એક બીજાને મળવું એવું પત્રિકામાં લખ્યું હતું તે સ્થાને રાણી પતે, સુરીને વેશ પહેરીને જાય છે, અને રાજાને પેલી પત્રિકા પહોચાડી દે છે એટલે તે વાંચીને રાજ પણ ત્યાં આવે છે. રાત્રીને અંધારાને સમય હેતાં રાજા તેને સુરી માને છે અને તેનાં વખાણ અને રાણીની નિંદા કરે છે. તે પ્રસંગ જોઇને રાણી છતી થાય છે, એટલે તેની પાસે રાજા ક્ષમા માગે છે, પણ તેને તિરસકાર કરીને દેવી ચાલી નીકળે છે.
ચોથા અંકમાં, અમાત્યને ચિંતા થાય છે કે, ગંધર્વ કન્યા આવી છતાં, રાજાની સાથે તેને વિવાહ થઈ શક નથી; અને તે રાણુની ઈરછા વિના બની શકે એમ નથી તેથી તે રાણીને કહેવા લાગ્યો કે, આપે ત્રણ વેળા રાજાનું અપમાન કરીને તેમને ક્રોધાયમાન કયા છે માટે તમારે તેમને મનાવવા જોઈયે. ઘણું સમજાવતાં પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com