________________
૧૪૮
રાસમાળા
ત્યાં એક કહેવત ચાલી કે, “જે તમારે ન્યાય જો હોય તે જઈને મલાવ જુવો.” તેના પ્રધાનેએ પણ તેને જોઈને મૂલ્યવાન સ્થાન બંધાવવા માંડ્યાં, તેમાં આપણો ગ્રંથકર્તા કર્ણાવતીમાં ઉદયનવિહાર નામના અપાસરાનું નામ દે છે અને “શ્રીમુંજાલેશ્વર” અને સાતૂનું સ્થાનક એવાં નામ લખે છે, તે સે વશા તે જ નગરમાં હશે.
શુક્લતીર્થની જરા ઉપર નર્મદા નદીને એક આરે છે, તે બાહુલેદને (હવણું ભાલેદ કહેવાય છે) નામે ઓળખાતું હતું, ત્યાં આગળ સેમેશ્વરના દેરાની યાત્રા કરવાને જનારા પાસેથી વેરે લેવામાં આવતું હતું, તે બંધ કરવા સારૂ શિવના એક પૂજારિયે મયણલ્લાદેવીને પોતાનો દેશ છોડતાં પહેલાં ઉત્તેજ હતી, તે ઉપરથી વેરે માફ કરવાનું તેણે વચન આપ્યું હતું. તેના ધર્મગુરૂએ તેને કહ્યું હતું કે ગયા ભવમાં તે બ્રાહ્મણ હતી, અને દેવપટ્ટણ યાત્રા કરવા જવા સારૂ તું બાહુલદ આગળ આવી હતી. પણ તારી પાસે દાણ માગ્યું તે આપવાને કંઈ હતું નહિ, તેથી તેને આગળ જવા દીધી નહિ, તેથી તેના પરિતાપમાં અપવાસ કરવાથી તારું મૃત્યુ થયું હતું. હવણું તેને કેલ પાળવાને લાગ આવ્યો એટલે મયણલ્લાદેવી પિતાની સાથે સિદ્ધરાજને લઈને બાહુલદ ગઈ અને યાત્રાળુઓને જે અડચણ નાંખવામાં આવતી હતી તે જાતે જેવાને તેને પ્રસંગ મળે. સિદ્ધરાજે કર ઉઘરાવવાનું કામ જે પંચને સોંપ્યું હતું તેઓને હિસાબ લઈ રજુ થવાની આજ્ઞા કરી, અને હિસાબ જોતાં કર ઉઘરાવ્યો હતો તેની રકમ ઘણી હેટી થયેલી જોવામાં આવી, તો પણ, તેણે પોતાની માના હાથમાં જળ મૂકીને કહ્યું કે, તમારે બહાને ધર્મનું કામ કરવા સારૂ હું આ કર લેવાનું બંધ કરું છું. પછી મયણલ્લાદેવિયે યથાવિધિ સોમેશ્વરની પૂજા કરીને એક હાથી, હાથમાં ત્રાજવાં ઝાલેલા એવા તુલા પુરૂષની એક સેનાની મૂર્તિ, અને બીજી મહટી મોટી ભેટ કરી.
૧ મેગ. ૨ એ કરથી વર્ષે ૭૨ લાખની પેદા થતી હતી. ૩ અથવા કદાપિ મયણલદેવિયે પિતાની તુલા કરીને તેટલું સેનું દેવાલયમાં અર્પણ કર્યું હશે. કેમ કે સાધારણ ચાલ તે એ પ્રમાણે કરવાનો છે. ૪ દ્વયાશ્રયના બારમા સર્ગમાં એવી વાત છે કે “એક દિવસ સિદ્ધપુરથી આવીને બ્રાહણેએ ફરિયાદ કરી કે તમે જે સત્રશાલા સરસ્વતી તીરે બાંધી હતી તેને રાક્ષસેએ વાયુસાડી નાંખી; એ ઉપરથી રાજા પોતાના પ્રમાદને માટે પશ્ચાત્તાપ કરત સેના લઈ ચાલ્યો. રાક્ષસેનો સ્વામી બર્બર અથવા અર્બરક જવાલાઓ કાઢતા રાક્ષસની સેના લઈ સામે આવ્યો અને શિલા તથા વૃક્ષને વરસાદ વરસાવવા મંડ. એથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com