________________
(૧૨૪
રાસમાળા
આરાસુરના પર્વત ઉપર, અંબા ભવાનીના પ્રસિદ્ધ દેરાની પાસે, કુંભારિયામાં દર બંધાવનાર પણ એને એ જ વિમળશાહ હતો. દેલવાડામાં તેણે ભવ્ય દેરું બાંધ્યું છે તેના જેવી જ બાંધણુનાં આ પણ છે, અને કહે છે કે એ બંનેની વચ્ચે ભીતર રસ્તો છે. આ સંબંધી વૃત્તાન્ત હવે પછી લખવામાં આવશે.
આ વેળાએ, દેહલ ભૂમિ જે હાલમાં તિપેરા કહેવાય છે તેની ઉપર અને પવિત્ર ક્ષેત્ર કાશીનગર અથવા વાણુરસીમાં કર્ણનામે રાજા રાજ્ય કરતો હતો, તે દેવતદેવીને પુત્ર હતો. આ રાણું પિતાને ધર્મનિષ્ઠ૫ણને લીધે પ્રસિદ્ધ છે, તે આ રાજાને પ્રસવ કરતાં જ મરણ પામી હતી. શુભ લગ્નમાં એનો જન્મ થયે હતા તેથી તેનું રાજ્ય ચારે દિશામાં વધી ગયું હતું ને એકસો ને છત્રીસ રાજાએ કર્ણના કમળપાદની પૂજા કરતા હતા.
ઉજજયિનીના રાજા ભેજની કીર્તિની કર્ણને અદેખાઈ આવી તેથી તે તેના ઉપર ચડાઈ કરવાને તૈયાર થયે, અને એટલા માટે સરહદના એક ગામડામાં ભીમદેવને સમાગમ કરીને તેની સાથે બંદોબસ્ત કર્યો કે, પશ્ચિમ દિશાએથી માળવા ઉપર હલ્લો કરીને તમારે એનું લક્ષ ખેંચવું, એટલે બીજી બાજુએથી હું હë કરીશ. ભીમદેવે તેમ કરવાને હા કહી. આ પ્રમાણે ભેજરાજાના ઉપર બે રાજાઓનાં આક્રમણ થયાં, અને તેઓની સામે લડાઈ કરવાને તેને મન અનુકૂળ આવે એમ હતું નહિ તેથી પિતાના દેશમાં આવવાના પહાડી રસ્તા હતા તેને નાકે ડેધારે મૂકીને તે તો બેસી રહ્યો. આ સમયે ભીમદેવે ડામરને પોતાને પ્રતિનિધિ ઠરાવીને રાજા કર્ણની છાવણીમાં રાખ્યો હતો. તેની પાસેથી સમાચાર મેળવવા સારૂ ભીમે પોતાના દૂતને મોકલ્યો; તેને ડામરે એક ગીતિ શીખવી તે તેણે આવીને ભીમદેવને કહી સંભળાવી':– गाथा-अम्बय फलं सपक्कं, विण्टं सिढिलं समुन्भडो पवणो
साहा मिल्हणसीला, न याणिमो कज परिणामो ॥ આંબે કેરી પાકી, ડીટું ડેડળી ગયું છેક તેનું;
પવને ડાળી ધ્રુજે, શુંય છેવટ આવશે અરે એનું. ભીમદેવે આ ગીત સાંભળીને શાન રહેવાનો નિશ્ચય કર્યો. ભેજ રાજાને લાગ્યું કે હવે મારે પરકમાં જવાની તૈયારી છે એટલે પુણ્યદાન કરાવ્યું, અને રાજ્ય ચલાવવાનું કામ પોતાના સુભટોને સંપીને તેઓને આજ્ઞા
૧ પાણીપતની લડાઈ થતાં પહેલાં ભાઉ સાહેબે પણ એ જ પ્રમાણે સમશ્યા કરી છે તે એશિયાટિક રીસર્ટીઝના ભાગ ત્રીજાને પૃષ્ઠ ૧૫૫ મે પાને નીચે પ્રમાણે લખી છે. ૧
“પ્યાલો ટકાટક ભરાયો છે, હવે બીજું એક ટીપું તેમાં સમાઈ શકે એમ રહ્યું નથી.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com