________________
૧૩૩
પહેલો ભીમદેવ વિસલ અજમેર પહોંચ્યા પછી, તેણે થોડી વાર છેડી દીધેલી ચાલ પાછી ચલાવી, એક વૈરાગણ સ્ત્રીનું પતિવ્રતાપણું ભંગ કરાવ્યું. તે દુર્ગુણની શિક્ષા તેને કેવી થઈ અને મનુષ્યને અવતાર છેડી મનુષ્યનું ભક્ષણ કરનાર
અસુર અથવા દાનવ કેવો છે તે વિષે ચંદ બારેટ વર્ણન કરે છે. તો પણ લેકમાં સામાન્ય વાત એવી ચાલી હતી કે સાપના કરડવાથી તે મરણ પામે ને પરમાર રાણી પિતાના પતિની પછવાડે સતી થઈ
વિસલની પછવાડે સારંગદેવ ગાદિયે બેઠે. તેણે પહેલું કામ તે એ જ કરવું કે પિતાની સ્ત્રી જે ગર્ભવંતી હતી તેના રક્ષણ સારું રણથંભેરના દુર્ગમ કેટમાં પહોંચતી કરી. એ કેટ તેના કુટુંબનું સ્થાન હતું. અજમેરમાં એક દાનવ ભરાઈ પેઠે હતો તેને નાશ કરવા ઉપર તેણે પછીથી લક્ષ દેડાવ્યું. આ દાનવે પિતાના ઉન્મત્તપણુથી અને અકરાંતિયાપણુથી અજમેરને ઉજજડ કરાયું હતું, પણ તે આ ફામમાં જય પામે નહિ એટલું જ નહિ પણ તે રાક્ષસનું બલિદાન થઈ પડ્યો.
સારંગદેવ અને ગૌરીને પુત્ર અને હવે તે એની ધારણમાં વિશેષ કરીને પાર પડ્યો. તેણે પિતાના બાપના કરતાં ઉલટ જ માર્ગ પકડ્યો, અને હથિયાર પકડી દાનવની સામે થવાને બદલે તે તેને શરણ થયે, અને પિતાનું રક્ષણ કરવાની તેને પ્રાર્થના કરી. આવી તેની સભ્યતા જોઈને દૈત્ય તેની ઉપર ખુશી થયો, અને આનાના વંશના પિતા પછી પુત્ર એ પ્રમાણે અજમેરનું રાજ્ય કરશે એવું વરદાન આપીને તે આકાશમાર્ગે નિગમધ જે જમના નદી ઉપર છે ત્યાં ગયો અને અનંગપાળ તૂવારે દિલ્હી સ્થાપી ત્યાં સુધી ૩૮૦ વર્ષ લગણ પાપનું પાયશ્ચિત્ત કરવાને રહ્યો. તેના શરીરના ભાગમાંથી, ચંદ બારેટ કહે છે કે, પૃથ્વીરાજના સામે પ્રકટ થયા અને કવિ પિતાને વિષે કહે છે કે હું તેની જીભથી ઉપન્ન થયો છું. આના પછી તેને પુત્ર
૧ પૃથીરાજને જન્મ સં. ૧૨૧૫ માં થયે. તે વિષે દંતકથા નીચે પ્રમાણે છે -- વિસલદેવ એક નાગકન્યા પર હતો અને તેના ઉપર બીજી શણિયો કરતાં વિશેષ પ્રેમ રાખતો તેથી નાગકન્યાને ઝેર દઈ મારવાની ધારણું કરી તે જણાઈ આવતાં તલાવમાં મહેલ હતા તેમાં પોતાની પાસેના મણિના મહિમાથી નાગકન્યા વિસલદેવને લઈને તેમાં વસવા લાગી. મણિને મહિમા રાણિયના જાણવામાં આવતાં રાજની પાઘડીમાં તે મણિ રાખતો તેમાંથી કુહાડી લઈને બાળી નાંખે. મણિના મહિમાથી રાજાને જલમાં માર્ગ મળતો તે હવે બંધ થયે તેથી નાગકન્યાને વિયાગ થતાં ઘેલો બની ગયો. એક વાર કઈ નષિકન્યા તેના જેવામાં આવી. તે નાગકન્યા જેવી સ્વરૂપમાં હતાં તેને વળગવા જતાં તેણે શાપ દીધો એટલે રાક્ષસ બની ગયે. ચાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com