________________
રાજા કર્ણ સોલંકી
૧૪૧ રાજા દરબારમાં જઈને બેઠે કે તરત જ ચપદારે આવીને તેને કહ્યું કે, એક છબી ચીતરનારે, ઘણું દેશમાં પ્રવાસ કરતે કરતે આવી આપણે દરવાજે ઉભો છે, અને આપની હુઝુરમાં આવવાની આજ્ઞા માગે છે. રાજાએ આવવા દેવાની હા કહી, એટલે ચીતારાને દરબારમાં આણી રજુ કર્યો; તેણે આવતાં વાંત જ, રાજાને નમન કર્યું, અને નીચે બેસીને બોલ્યોઃ “અહો ! મહારાજ, આપની કીર્તિ દેશદેશ જઈ પહોંચી છે, તેથી ઘણું લેકે આપના “વિષેને જ વિચાર કરે છે, અને આપનાં દર્શન કરવા ઘણું આતુર થાય “છે; મારા મનમાં પણ ઘણા દિવસથી એવી જ ઈચ્છા હતી.” એવું કહીને ચીતારાએ રાજાના મુખ આગળ છબિયોનો કાગળ મૂકો. તેમાં એક રાજાના હે આગળ લક્ષ્મી નાચતી ચીતરી હતી, અને તેની એક બાજુએ એક કુમારિકાનું ચિત્ર આલેખ્યું હતું તે લક્ષ્મીના કરતાં પણ ઘણું જ સુંદર હતું. રાજાએ ચિત્ર જોતાં જ પેલી કુમારિકાના ચિત્રનાં અત્યંત વખાણ કર્યાં અને તે કઈ જાતિની છે તે વિષે પૂછપરછ કરી. ચીતારાએ ઉત્તર આપ્યું
“દક્ષિણમાં ચન્દ્રપુર નામે એક નગર છે. તેને રાજા જયકેશી છે, તેની આ કુમારી છે, એનું નામ મીનલદેવી છે. તે તેની યુવાવસ્થામાં છે. ઘણા “રાજકુંવર એને વરવાને ઈચ્છે છે પરંતુ કેઈનું માગ્યું તે માન્ય કરતી નથી. તેનાં “સગાંવહાલાંએ તેને કહ્યું કે, તારી યુવાવસ્થાના દિવસ વહી જાય છે માટે “તું પરણવાની હા કહે. આ ઉપરથી, પિતાને મહા ગુણને ભરેલો વર મ
એટલા માટે તે ગારીની પૂજા કરવા લાગી. હૈદ્ધ પંથના જતિઓ જે પિતાનું માથું અને દાઢી મુંડાવે છે તેઓએ પણ ઘણા રાજકુમારની છબિ“ ચીતરીને તેને બતાવી. પછીથી કોઈ અતિ કુશળ ચીતારે ચન્દ્રપુર “આવ્યો તેણે રાજકુંવરીને આપની છબી બતાવી, તે જોતાં વાત જ મનમાં “પ્રસન્ન થઈ ગઈ. અને પોતાની માતાને કહ્યું કે, મેં તે કર્ણરાજાને વરવાને “પસંદ કર્યો છે. ઉત્તરમાંથી ઉડતા પક્ષિયો આવે છે તેઓ તમારી પાસેથી
આવ્યા હશે એમ જાણું તેઓને પૂછે છે. તમારી સાથે પરણવાની તેની ઈચ્છા “વરાથી પૂર્ણ થતી નથી, તેથી તે ખાતી નથી, ને પીતી પણ નથી. તે
સ્લાની પામી ગઈ છે, એટલા માટે તેણે મને છાનામાને તમારી પાસે મેકલ્યો છે, અને જયકેશી રાજાની પણ એમાં ખુશી છે.” આ પ્રમાણે કહીને ચીતારાએ સોનું, રત્ન અને બીજી જે કંઈ ભેટ જયકેશિયે આપી હતી
૧ બીજી જગ્યાએ જયકેશ્ચને કર્ણાટકને રાજા શુભકશી જે દાગ્નિમાં બળી મૂવો તેનો પુત્ર કરીને લખ્યો છે.
૨ સંસ્કૃતમાં એનું શુદ્ધ નામ મયણલદેવી છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com