________________
રાજા કર્ણ સેલંકી
૧૩૯ કોચરવ દેવનું તેણે એ ઠેકાણે દેરૂ બંધાવ્યું. અમદાવાદની પાસે, નદીને કોઠે એક આવા નામની જગ્યા છે તેથી હજી સુધી ઓળખાઈ આવે છે. મેરૂતુંગ (પ્રબંધ ચિંતામણિનો કર્તા) લખે છે કે, આ ઠેકાણે રાજાએ જયવંતી દેવીનું એક દેવલ બંધાવ્યું હતું, અને પિતાના ઈષ્ટદેવ કણેશ્વર તથા કર્ણમેરૂપ્રાસાદને નામે બે દેવળો ચણવ્યાં હતાં, તેમ જ કર્ણસાગર નામનું એક સરોવર બંધાવ્યું હતું, અને વળી, કર્ણાવતી નામે એક નગરી વસાવીને તેણે તે પિતાનું રહેવાનું ઠેકાણું કરાયું હતું. કર્ણાવતીની જગ્યા તે, નિશ્ચય થાય એવી રીતે કરાવી શકાતી નથી. પરંતુ કર્ણસાગર નામના મહાન સરેવરનું ખરેખરું સ્થાન નકકી કરવાને કશે શક રહ્યો નથી. અણહિલપુર પાટણની દક્ષિણમાં થેડે મૈલને છેટે, મોઢેરા શહેરની પાસે એક ગામડું છે તે હજી સુધી કર્ણસાગર કહેવાય છે, તેની સીમમાં મહાન સરોવરની ભાંગી ગયેલી નિશાનિય છે, અને આસપાસનાં ગામડાંનાં લેકે તેને દસ મૈલનું તલાવ કરીને કહે છે. વળી તે સિદ્ધરાજના બાપ, ભલા માણસ કર્ણનું તે છે એવી હજી સુધી ત્યાંના લેકેમાં દંતકથા ચાલે છે.
રાજા સરખાને ઘટિત એવી એ યોજના હતી, અને, કદાપિ બાંધણીના ભાગનું હવણું થવું જ કંઈ રહેલું છે તે પણ તે યોજના કેવા પ્રકારની હતી તેને સાફ રીતે પત્તો લાગી શકે એમ છે. ખેરાલુની પેલી પારના ડુંગરમાંથી રૂપેણ નદી વહેતી આવે છે તેને રણુ ભણી ચાલત પ્રવાહ આ ઠેકાણે રોકી લીધો હતો તેથી તેનું સર્વ પાણી કર્ણસાગરમાં એકઠું થતું હતું. યોજના કહ્યા પ્રમાણે કામ નહિ બની શક્યું હતું એમ નહતું; કેમકે સેંકડા પછી સેંકડો વહી ગયાં, વનરાજના વંશની વિસ્મૃતિ થઈ ગઈ, મુસલમાનોએ દેશ
૧ કર્ણની પછવાડે મુસલમાન ક્રમાનુયાયી શાહ અહમદ થયો તેનું શહર હવાણું જ્યાં છે તેની જગ્યા ઉ૫ર કર્ણનું નગર હશે એ સંભવ છે. કચરવ અને આશાવળીના નામથી આ જગ્યાનું ભાન થાય છે. અને જે ઠેકાણે હવણું અમદાવાદ છે તે ઠેકાણે નનું હિંદુ નગર હશે એમાં શક નથી. મુસલમાની કથામાં શાહ અહમદની સાથે આશાવળીનાં નામ મેળવ્યાં છે તે કદાચિત રાજા કર્ણની જૂની વાતને લાગુ પાડીને મેળવી દીધાં હશે. હવણાંના હિન્દુઓમાં અને જૈન પુસ્તકો અને લેખમાં અમદાવાદને શ્રીનગર કરીને લખવામાં આવે છે. જેમકે, અમદાવાદની પાસે “દાદા હરિની વાવ કહેવાય છે તે ઈ. સ. ૧૫૦૦ માં બેગડાના ઘરમાંની એક સ્ત્રી નામે બાઈ હરિએ બંધાવી છે. તેના ઉપરના લેખમાં લખ્યું છે કે “શ્રીનગરની ઈશાણ કેશુમાંના હરિપુરમાં એ વાવ છે.” શ્રીનગરનું નામ વળી સિદ્ધરાજના રાજ્યના વર્ણનમાં આવેલું આપણા જેવામાં આવે છે. એ ખરી વાત છે કે શ્રીનગર એ માત્ર ઉપમાનું નામ છે, એને અર્થ એવો થાય છે કે, રિદ્ધિસિદ્ધિવાળું નગર અથવા શહર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com