________________
૧૨૬
રાસમાળા કરીને તેમનાથી બનતા પ્રયત્ન કરો અને છેવટે તેઓ હારી જવાની અણી ઉપર આવી પહોંચ્યા એવું લાગ્યું, એટલે જિત મેળવવી કે સ્વધર્મને અર્થે દેહત્યાગ કરે એવા સેગન ખાઈને બેઠા અને વ્યુહબંધ આગળ ધસી આવીને તેઓના દુશ્મનને પાછા હઠવાની અગત્ય પાડી.
હિન્દુ ગ્રંથકારના લખવા પ્રમાણે, એકઠી મળેલી સેનાની આગેવાની કરનાર, અજમેરને ચહાણ રાજા, વિસલદેવ હતો. હિન્દુઓના ધર્મનું અને સ્વતંત્રતાનું રક્ષણ કરવા માટે છેલી ટક્કર લેવાને એકસંપ થવા સારૂ તેણે જેમ બીજા રાજાઓને તેડ્યા હતા તેમ, એમ કહેવામાં આવે છે કે, અણહિલવાડના રાજને પણ બેલાવ્યો હતો, પણ અગર આગળની વેળામાં જ્યારે સોમનાથનો નાશ કરનાર માથા ઉપર આવી પહોંચ્યો હતો ત્યારે સામાન્ય શત્રુની સામે લડવાને ભીમદેવ સાક્સરના રાજા સાથે મળી ગયું હતું, તે પણ બંને વચ્ચે ચાલતી આવેલી અસલની અદેખાઈને લીધે, ચાહાણ રાજાએ
જ્યાં આગેવાની લીધી ત્યાં તેની પછવાડે ચાલવાને ભીમદેવને ઠીક લાગ્યું નહિ, અને ગૂજરાતની સેના અલગ રહી. આણીમગ,વિસલદેવ તે પિતાના અશ્વારો સહિત ઉત્તરોત્તર જય મેળવતો ચાલે, અને અધમ લેકેના નાશથી ધર્મક્ષેત્ર” કહેવાતી ભૂમિ એક વાર ફરીથી તેવી કરવાનું અભિમાનભરેલો લેખ પોતાના કીર્તિસ્તંભ ઉપર કોતરાવાને માનવંતે દાવો તેણે પ્રાપ્ત કરી લીધો.'
ચંદ બારેટના રચેલા પૃથુરાજ રાસાના ૬૯ અધ્યાય છે, તેમાંથી એકમાં, અજમેરના રાજાની વાતને ઉઠાવ તથા જય પામેલા એકસંપી રાજાએની સાથે, ભીમદેવના અતડા રહેવાથી લડાઈ ઉઠી તે સંબંધી જે લખેલું છે તે અમારા વાંચનારાઓને નજર કરિયે છિયે.
ચંદ બારોટ કહે છે કે “આબુ પર્વત ઉપર યજ્ઞકુંડમાંથી ઋષિએ “એક પુરૂષ ઉત્પન્ન કર્યો, ને તેને રાજપદ આપ્યું. તેના વંશમાંથી મહાન “અને ધાર્મિક રાજા બાલણ નામે ઉત્પન્ન થયે. તેનો પુત્ર વિસલદેવ થયો
૧ એશિયાટિક રીસચઝ પુ. ૭ પૃ. ૧૮૦.
૨ આ તે કર્નલ ટાડે જેને બીર બીલમદેવ લખ્યો છે તે. એણે મહમૂદ ગજનવી સામે બીટલીગઢ અથવા અજમેરને ડુંગરી કિલો (તારાગઢ) ર હતો. ફિરોઝશાહના સ્તંભ ઉપર, એશિયાટિક રીસરીઝના પુસ્તક, ૭ માના પૃષ્ઠ ૧૮૦ પ્રમાણે એનું નામ “વેલ્લાદેવ” અથવા “લદેવ” લખ્યું છે, “' અને “બ' બે મળતા છે તેથી વિસલદેવ સામાન્ય રીતે બીસલદેવ કહેવાય.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com