________________
પહેલો ભીમદેવ
૧૨૫ કરી કે હું મારી સાથે કાંઈ લઈ જ નથી એવું બતાવવાને સ્મશાનમાં શબ લઈ જતાં મારા હાથ ઉઘાડા રખાવજો.'
ભેજ રાજાના મરણની કર્ણને જાણ થઈ એટલે તે ધાર ઉપર ચડીને આવ્યો, તેને તેણે નાશ કર્યો, અને રાજભંડાર બધે પોતાના કબજામાં કરી લીધો. ભીમદેવની વતી ડામરે લુંટને ભાગ માગે, તેને એવો ઠરાવ કર્યો કે માળવાનાં દેવાલયોની ઉપજ ગૂજરાતના રાજાએ ખાવી.
કેટલાંક વર્ષ સુલતાન મહમુદના ક્રમાનુયાયિઓનું ધ્યાન પોતાના દેશના કજિયામાં ગુંથાયું હતું તેથી હિન્દુસ્તાનના કારભારમાં વચ્ચે પડવાને તેમને બની આવ્યું ન હતું, અને તેના મરણ પછી તેરમે વર્ષે તેને પાત્ર સુલતાન મૌદૂદ જ્યારે ગાદી ઉપર હતો ત્યારે હિન્દુના ઉપર જુલમ કરનારું પરરાજ્યનું ધુસરું પહાડી નાંખવાને તેઓએ મહા પ્રયત્ન કર્યો હતો. સન ૧૦૪૩ માં, ફેરિસ્તાના લખવા પ્રમાણે, દિલ્હીના રાજાએ બીજા હિંદુ રાજાઓની સાથે મળીને, મેહૂદના સરદાર પાસેથી હસી, તાહનેસર (સ્થાનેશ્વર) અને તેઓના તાબાનાં રાજ્ય પાછાં લઈ લીધાં. ત્યાંથી રજપૂતે નગરકોટના કિલ્લા ભણી ચાલ્યા, તેને ચાર મહિના સુધી ઘેરો ઘાલ્યો એટલે કિલેદારોને ખાવાપીવાનું દુઃખ પડવા માંડયું, અને કેાઈના ભણથી આશ્રય મળવાને રહ્યો નહિ, તેથી તેમને શરણ થઈ જવાની અગત્ય પડી. હાથમાં પાછા આવેલા દેવાલયમાં મહાદેવની પાછી સ્થાપના થઈ, અને આવો ધર્મને વિજય થયો, તેથી, લોકોને એટલી બધી હોંસ છૂટી કે, હિન્દુસ્થાનના સર્વ ભાગમાંથી હજારો યાત્રાળ લેકે સેના, રૂપા, ને જવાહરની ભેટ કરવાને, અને ભીમના કિલ્લાના દેવળને મહિમા પાછા ચલાવવાને ત્યાં આવી મળ્યા.
રજપૂત રાજાઓને આ જય થયું તેથી તેમના મનમાં ઘણે વિશ્વાસ આવી ગયો, અને મુસલમાન ઈતિહાસકર્તા કહે છે કે, મુસલમાનોનાં હથિયારથી ડરી જઇને શિયાળની પેઠે તેઓ પિતાની ભરાઈ પેસવાની જગ્યામાંથી મુંડી ઉંચી કરી શકતા નહિ તે હવે સિંહનો દેખાવ ધારણ કરીને ઉઘાડી રીતે પોતાના ઉપરીની સામે થયા. ત્રણ રાજાઓએ દશ હજાર અશ્વાર અને અગણિત પાયદલની સેના લઈને લાહેર ઉપર ચડાઈ કરી. સાત મહિના સુધી મુસલમાનેએ શેરિયે શેરી, અને ખંડેરે ખંડેરને બચાવ
૧ આ પ્રસંગે તેણે નીચે પ્રમાણે કથન કહ્યું
कसु करु रे पुत्र कलत्र धिक मु करु रे कररुणवाडी एकला भाइवो एकला जाइवो हाथ पग बे झाडी.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com