________________
પહેલે ભીમદેવ
૧૧૯ આ શ્લોક વાંચીને મુંજને ઘણે ખેદ છે અને આવા કુમારને મારી નંખાવ્યો તેથી તેની આંખમાં આંસુ આવ્યાં. પછીથી તેને કહેવામાં આવ્યું કે ભેજને જીવ લીધે નથી. આ સાંભળીને તેને ઘણે હર્ષ થયો ને ભેજને પોતાની પાસે મંગાવીને તેને યુવરાજ કરી સ્થા. દંતકથા એવી છે કે, કચ્છના મહાના રણની પૂર્વમાં એક પ્રદેશ છે તેને બ્રાહ્મણે ધર્મારણ્ય કહે છે તેની યાત્રા કરી, મુંજ રાજાએ પિતાનાં પાપ નિવારણની વાત પ્રસિદ્ધ કરી, ત્યાં તેણે એક નગર વસાવ્યું તે હજી સુધી મુંજપુર કહેવાય છે.
તિલંગાનાર દેશના રાજા તૈલપદેવ ઉપર ચઢાઈ કરવાને મુંજ હવે તૈયાર થયા. તે વેળાએ તેના પ્રધાન રૂદ્રાદિત્યે તેને ઘણો સમજાવ્યું અને આગળની લડાઈમાં નાશ થયા હતા તે કહી બતાવ્યું, તથા આગળનું એક ભવિષ્ય વર્તેલું હતું કે, માળવાને રાજા જે ગોદાવરી નદી ઉતરીને પાર જાય તે તેને નાશ થાય, તે વચન આ વેળાએ તેને ફરીથી કહી સંભળાવ્યું. રૂદ્રાદિત્યનું વાયું મુંજે ગણુકાયું નહિ તેથી ખોટા પરિણામની અગમ વેદનાને ખેદ તેના મનમાં ભરાઈ ગયું એટલે પિતાની પ્રધાનપણાની જગ્યા ઉપરથી તેણે હાથ ઉઠાવ્યો અને તરત જ પછી મરણ પામ્યો. મુંજ રાજાએ હઠીલાવેડા કરીને પોતાનું ભાગ્ય ખેળ્યું, અને તૈલપદેવની સેના સામે લડ્યો, તેમાં તે હા, ને કેદ પકડાયે. આ વેળાએ એના પ્રધાને એને બચાવાની યુક્તિ કરી હતી તેથી છૂટી ગયો હતો, પણ એને કેદમાં છતાં, તૈલપદેવની બહેન મૃણાલવતીની સાથે પ્રીતિ બાંધી હતી તેને છાની વાત કહી, એટલે તેણિયે તેને દગો દીધો. હવે તે મુંજની ઘણું જ હલકી
૧ પાટણ પાસેના મેઢેરા અને તેની આસપાસની ભૂમિને ધર્મારણ્ય કહે છે. ૨. ઉ. ૨ પૃષ્ઠ ૫૮ ની ટીપ જુવો.
૩ કાણપિંજરમાં મુંજને પૂર હતું ત્યાં સુધી ભોંયમાં સુરંગ ખોદાવી હતી તેમાં થઈને માળવામાં નાશી જવા મૃણાલ દેવીને મુંજે કહ્યું પણ તે વયે મુંજના કરતાં મહટી હતી તેથી તેને લાગ્યું કે હવાણાં મને પટરાણ કરવાનું મુંજ કહે છે પણ ઘેર જઈ જવાન રાણિયોને સમાગમ થયેથી મારા ઉપર અભાવ થશે માટે એની સાથે જવામાં માલ નથી; આ વિચાર કરીને તેણે પોતાના ભાઇને મુંજના પલાયન સંબંધી સુરંગ વિષેની વાત કહી દીધી, તેથી નુકસાન થવાથી મુંજ છે કે
जा मति पच्छइ सम्पजइ, सा मति पहिली होइ,
मुञ्ज भणइ मुणालवइ, विघन न वेठइ कोइ. ૪ સાત દિવસ સુધી તૈલપ દેવે બિચારા મુંજને ખાવાનું આપ્યું નહતું આખા . નગરમાં ઘેર ઘેર ભીખ મંગાવી હતી. આ વેળાએ નાદે જુદે પ્રસંગે મુંજના મનમાં જે
વિચાર ઉત્પન્ન થયેલા તે સર્વે વાંચવા જોગ છે, કેમકે તે તેનાં અનુભવનાં વાકય છે. ૨. ઉ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com