________________
પહેલે ભીમદેવ
૧૧૭ ધર્મક્ષેત્રમાંથી કુહાડી મૂકવાને માટે ભીમના સમયમાં લડાઈ ઉઠી હતી તેની સાથે સંબંધ ધરાવતું હોય એમ જણાય છે; આ લડાઈમાં ભીમદેવે કશે ભાગ લીધો ન હતો, એવું બીજે ઠેકાણે લખેલું છે તે ઉપરથી જોવામાં આવશે, પણ ઉલટી તેણે તેમાં સામેલ થવાને ના કહી તેથી એકઠા મળેલા રજપુત રાજાનાં હથિયાર પિતાના ઉપર ખેંચવાનું તેણે કારણે ઉત્પન્ન કર્યું હતું. આ વૃત્તાતને સંબંધ બીજ પ્રમાણે ઉપરથી મળી આવે છે તે અમે હવે લખિયે છિયે..
માળવાને પરમાર રાજા, સિંગભટ', આ વેળાએ પુત્ર વિનાને હતે. તેને મુંજ-ઘાસની ઝાડીમાંથી કઈયે કહાડી નાંખેલે એક છોકરે જડ્યો તેનું નામ તે ઉપરથી મુંજ પાડીને તેણે નિજપુત્ર કરી લીધું. ત્યાર પછી સિંગભટને સીંધલર નામે એક કુમાર થયો. પિતાના મરણવસરે સિંગભટે મુંજને પાસે બોલાવીને તેને પોતાની પછવાડે ગાદિયે બેસારવાને મનસુબે હતો તે કહી બતાવ્યો અને તે જ વેળાએ તેના જન્મ સંબંધી અને તેને નિજપુત્ર કરી લેવા સંબંધી સર્વ જે ખરેખરૂં હતું તે તેને કહી દીધું, ને તેને સમજાવ્યું કે, તારા ભાઈ સીંધલ સાથે પ્રીતિભાવથી રહેજે.
મુંજે ગાદિયે બેઠા પછી, તેના ડાહ્યા પ્રધાન રૂદ્રાદિત્યના આશ્રયથી પિતાનું રાજ્ય વધાર્યું, પણ સિંગભટે તેને છેલ્લી શીખામણ દીધી હતી તેથી અને તેના જન્મ વિષેની વાતથી તેની સ્ત્રી જાણતી હતી, એટલા માટે તેને મારી નાંખીને, અને ગાદીના ખરા વારસ સીંધલને માળવામાંથી કુહાડી મૂકીને પિતાને નિર્દય સ્વભાવ દર્શાવ્યો. સીંધલ સ્વભાવને ઉન્મત્ત હતો માટે, અને મુંજની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા હતા તેથી, મુંજને ક્રોધ ચડ્યો હોય એમ જણાય છે. કેટલાક સમય સુધી તે તે ગૂજરાતમાં કાસદ કરીને ગામ છે ત્યાં રહ્યો (સે વશા અમદાવાદથી સુમારે ચૌદ ગાઉ ઉપર કાશિંદ્રાપાલડી છે તે હશે.) છેવટે સીધલ માળવામાં પાછો આવ્યો ત્યાં મુંજે તેનો સત્કાર કરી રાખ્યો, અને રાજ્યને ભાગ તેને સ્વાધીન કર્યો પણ આ મેળાપ ઘણું દિવસ ચાલ્યો નહિ. મુંજે આખરે સીધલને પકડીને કેદ કર્યો અને તેની આંખો પહાડી લીધી.
પ્રસિદ્ધ ભેજ રાજા, સીંધલને પુત્ર હતું. તે તેની બાલ્યાવસ્થામાં યુદ્ધકળામાં પ્રવીણ થયે, તેમ જ શાસ્ત્રને તે જાણ થયું, પણ જેશિયોએ
૧ સિંહભટ, સિંહદા, શ્રીહર્ષ એવાં પાઠાન્તરે નામ છે. ૨ સિધુલ, સિલ્વરાજ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com