________________
૧૨૦
રાસમાળા
અને માઠી વલે કરી, અને છેવટે જ્યાં હલકા અપરાધિને ફાંસી દેવામાં આવતા હતા ત્યાં લઈ જઈને તેનું માથું કાપી નાખ્યું અને તૈલપ રાજાના મેહેલની પડોશમાં, પ્રેતમાંસ ખાનારા પક્ષિયો પાસે ચુંથાવા સારૂ તેનું માથું એક લાકડીમાં બેસી રખાવ્યું.
કહે છે કે, મુંજ રાજાએ, પૃથ્વીના ભૂગોળશાસ્ત્ર વિષે વર્ણન લખ્યું છે. તે પછવાડેથી ભેજ રાજાએ સુધારીને પાંશરું કર્યું છે. તેણે વિદ્યાને ઘણે આશ્રય આપેલે જણાય છે, તે તેના મરણ પછી નીચે પ્રમાણે લખવામાં આવ્યું છે તે ઉપરથી પણ દેખાઈ આવે છે –“સદ્ગુણસંચય મુંજ “મૃત્યુ પામ્યો ત્યારે લક્ષ્મી શ્રીકૃષ્ણની પાસે જતી રહી, શૌર્ય શ્રીવીરને ઘેર ગયું; પણ સરસ્વતીને કોઈને આશ્રય લેવાનું રહ્યું નહિ.”
મુંજની પછવાડે શ્રી રાજા ગાદીપતિ થયો, તે અણહિલવાડને સેલકો પહેલા ભીમના સમયમાં થયે. ગ્રંથકર્તાઓને તેઓના વર્ણવ્યા પ્રમાણે સર્વ રાજગુણને ભરેલ ભોજ રાજા મળી આવ્યો. તેને વિષે તેઓએ એવું કહ્યું છે કે, તે નિત્ય નિત્ય પ્રતિ એવા વિચાર કરો કે, ભાગ્ય છે તે સદા સરખું ચાલતું નથી, અને જિવતર જળતરંગની પેઠે ક્ષણભંગુર છે. આવા વિચાર ઉપરથી, તેની પાસે જેઓ આવતા તેમને તે મનમાન્યું આપતે. માંગણ, ખેલાડી, બ્રાહ્મણ, ચોર આદિ તેની પાસેથી હણું લેવાને જે તેના મહેલમાં જતા તેઓને શ્રી ભેજની ઉદારતાને લીધે સમાન રીતે મળતું. આવો છૂટો હાથ નહિ મૂકવા વિષે તેને તેના પ્રધાને વિનતિ કરી તે ઉપરથી તેને અધિકારથી દૂર કર્યો. તેના મનમાં આવતું કે, બલિરાજા, કર્ણ અથવા વિક્રમાદિત્ય એ સર્વથી વધીને, કેઈએ આગળ નહિ આપેલાં એવાં દાન મેં આપ્યાં છે. આથી તેને આનન્દ થતું હતું. એના અમર્યાદ મોકળા હાથનો ઉપાય એની મેળે જ થયો, કેમકે એક કવિ આવ્યો કે તેના એક પ્રકાશમાન ગુણાનુવાદ કાવ્યનો રાજાએ બદલો આપે કે તે જ વેળાએ એક બીજું વધારે સરસ કાવ્ય કહી સંભળાવ્યું, તેથી ભેજરાજાની છેલ્લી વારે હાર
૧ એશિયાટિક રીસચીઝ ભાગ ૯ મો પૃષ્ઠ. ૧૭૬ મા ઉપરથી. ૨ મુંજને ફાંસી દેતી વેળાએ ઇષ્ટદેવનું સ્મરણ કરવા કહેતાં તે બોલ્યો કે -
लक्ष्मी यास्यति गोविन्दे वीरश्रीवरिवेश्मनि ।
__ गते मुंजे यश:पुंजे निरालंबा सरस्वती ॥ (ગીતિ.) યશ ઢગ મુંજ જવાથી, લક્ષમી ગાવિંદને ઘરે ગઈ છે.
વીર શ્રીવીરધર ગઈ, સરસ્વતી તે નિરાશ્રયી થઈ છે. ३ श्रियश्च चलतां निज चेतसि चिन्तयन् कल्लोललोलं निजं जीवितं च
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com