________________
સોમનાથનો નાશ
૧૦૭ કરતાં મૂર્તિ ભાંગવાની કીર્તિ મારે જોઈયે છિયે. પછી લુંટાલુંટનું કામ ચાલ્યું અને લિંગ નીચેથી તેઓને ઘણું ધન મળ્યું.
મુસલમાન ઈતિહાસકર્તા પણ કબુલ કરે છે કે, ઘેરે ઉઠાવવાના પ્રયત્નમાં ભીમદેવ પાર પડ્યો ન હતો તે પણ તેણે ત્રણ હજાર મુસલમાનેને કાપી નાંખ્યા હતા, અને દેવપટ્ટણ લેવાયા પછી તે સર્વસ્વ હરી લીધેલા દેવાલયથી ૧૨૦ માઈલ(૪૦ પરસંગને છેટે, કંડહત (કચ્છના કંથકોટ) નામના કિલ્લામાં જઈ પેઠે. તે શરા રાય, ભીમદેવની પછવાડે જવાને તેમનાથનું ઉપર પ્રમાણે દ્રવ્ય એકઠું કરીને, મહમૂદ તૈયાર થયો. સુલ્તાન ત્યાં આવી પહોંચે તે ખરે, પણ કિલ્લાની પાસે જવાનું તેને દેખીતું અશક્ય લાગ્યું, કેમકે તેની ચોમેર (રણનું) પાણી આવી રહ્યું હતું ને માત્ર એક જ જગ્યાએ થઈને ઉતરીને જવાય એવું હતું. તે પણ મહમૂદે પોતાના લશ્કર સહિત નિમાજ
૧ મૂળ અંગ્રેજીમાં ગણદાબા લખ્યું છે તે ભૂલ છે, તે ફિરસ્તા ઉપરથી લખ્યું છે. શિગ ગણદેવી ટેવે છે એ પણ માત્ર કલ્પના છે. ફિરસ્તાની કેટલીક પ્રતિમાં ખડાબ અથવા ખંડાવ-ખંડવ જોવામાં આવે છે. આસપાસના વૃત્તાન્ત ઉપરથી એમ સિદ્ધાન્ત થયે છે કે, આ લખાણ તે કચ્છમાં આવેલા કંથકોટને લાગુ પડે છે. આ કિલ્લો ઉંચી ડુંગરી ઉપર ત્રણ માઈલના ઘેરાવામાં મજબૂત બાંધણીને હેતાં તથા રણના પાણીથી રક્ષાયલ હેતાં ભીમને વધારે યોગ્ય લાગ્યો હશે, કેમકે મૂળરાજ ઉપર કારપે હલ્લે કરયો ત્યારે તે પણ ત્યાં ગયો હતો. જે પાછળ પૃષ્ઠ ૫૯,
વળી કચછ તે વેળાએ ભીમના તાબામાં હતું. એ વાત તેના એક તામ્રપટ ઉપરથી સિદ્ધ થાય છે. આ લેખ ઇન્ડિયન આન્ટીકરીના ભાગ ૬ ઠ્ઠાને પૃ. ૧૯૩ મે, તેમ જ બજેસે અણહિલવાડના ચૌલુના લેખનું હાનું પુસ્તક છપાવ્યું છે તેને પૂર્ણ ૪૮-૫૧મે છે. તે સંવત ૧૦૮૬ કાર્તિક સુદિ ૧૫ ને છે. તેમાં કચ્છ મંડલમાં આવેલું મસૂર ગામ ભટ્ટાર અજયપાલને આપ્યાનું જણાવ્યું છે.
આ સ્થાનને કંથકોટ ઠરાવવામાં હવાણની સ્થિતિ ઉપરથી કેટલાકને શાક ઉપજે છે. ત્યાં આગળ પાણીમાં ભરતી ઓટ થવાનું ચાકડું બંધબેસતું તેમને લાગતું નથી. કચ્છ એટલે બેટ, અને તેની આસપાસ પાણું પણ રહેતું તથાપિ ધીરેધીરે તે ઉત્તર અને પૂર્વમાં ઓછું થતું ગયું છે. હવણું વળી કચ્છના અખાતને ધસારે પૂર્વ ભાગમાં વધતા જત જણાય છે અને રણમાં પાણુ વિસ્તારાય છે. શિકારપુર આગળ કેટલીક મુતથી મછવા ફરે છે અને કદાપિ હવે પછી તે અંદર પણ થઈ શકશે. કર્નલ વૉટ - સન (કાઠિ. ગેઝે. પૃ. ૮૦) કાઠિયાવાડના કિનારા પર મિયાણની ઈશાનકે થોડા માઈલને અંતરે આવેલ ગાંધવી હોય એમ ધારે છે તેમ જ બીજા કેટલાક જુદી જુદી કલ્પના કરે છે. સર્વ વાત લક્ષમાં લેતાં આ સ્થાન કંથકોટ હોવું જોઈએ એમ મારે અભિપ્રાય થાય છે. આ સ્થાનનું મેં સારી રીતે અવલોકન કરયું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com