________________
સોમનાથને નાશ
૧૦૫
અને જે દેશમાં
હતું નહિ
મરણ કરનાર
મહમૂદ ઘણી ઉતાવળથી પાસે આવી પહોંચ્યો, અને જે દેશમાં થઈને તે આવ્યો તે દેશ સાચવવાને માટે કઈ હતું નહિ તે પણ સેમિનાથનું રક્ષણ કરવા સારૂ, અને આક્રમણ કરનારાઓને શિક્ષાએ પહોંચાડવા કાજે, જીવને જોખમ પહોંચાડીને પણ હથિયાર સજેલાં માણસો લડવાને તૈયાર થઈ રહેલાં જોવામાં આવ્યાં. રજપૂતેએ શત્રુના દૂતને પાસે આવવાની સંજ્ઞા કરી ને તેને તેઓએ યુદ્ધ કરવાની ઈચ્છા બતાવી અને અભિમાન દર્શાવ્યું કે હિન્દુસ્થાનના દેવતાઓને મુસલમાન લેકે અપમાન પહોંચાડે છે તેનું વૈર લેવાને અને
એક પળમાં તમને ભોંયભેગા કરી નાંખવાને સારૂ શકિતમાન સોમેશ્વરે તમને પિતાની પાસે ઘસડી આપ્યા છે. બીજે દિવસે સવારમાં પેગંબરનું લીલું નિશાન ચડયું અને મુસલમાનોએ કિલ્લાની લગભગ જઈને હલ્લો કરવાનું મંડાણ કરયું. થોડી વારમાં તે તિરંબાજેએ મોરચા સાફ કરયા અને હલાને આ અણધારેલે જુસ્સો જોઈને હિન્દુઓ આશ્ચર્ય પામ્યા અને નરમ થઈ ગયા એટલે કિલ્લો છેડીને દેરામાં ખીચાખીચ પેશી જઈને આંખમાં પાણી આણું મહાદેવને પગે પડી તેમને વહારે ધાવાને પ્રાર્થના કરવા લાગ્યા. આણમગ મુસલમાને પણ આવો લાગ આવેલ જોઈને, “અલ્લા અકબર”ના પોકાર કરતા નિસરણિયો માંડી કિલ્લા ઉપર ચડી ગયા; પણ રજપૂતો જેમ એકાએક નરમ પડી ગયા હતા તેમ જ એકાએક શરા થઈ પડ્યા, અને અવ્યવસ્થિત થઈ ગયા હતા તે બચાવ કરવા સારૂ વ્યવસ્થિત થઈ ગયા, ને સૂર્ય અસ્ત પામતાં પહેલાં તે મહમૂદના સિપાઈયો પોતાના પગ ટકાવી શક્યા નહિ તથા થાકથી કાયર થઈ ગયા એટલે ચારે બાજુએ પાછા પડીને પાછા નાઠા.
બીજે દહાડે સવારમાં લડાઈ પાછી ચાલી; પણ મુસલમાને જેવા કિલ્લા ઉપર ચડવા લાગ્યા કે લાગલા જ હિન્દુઓએ તેઓને ઉધે માથે નીચે ઢળી પાડ્યા તેથી આ બીજા દિવસની તેમની સર્વ મહેનત પહેલા દિવસ કરતાં પણ છેક બરબાદ ગઈ
ત્રીજે દિવસે, પાસેના રાજાએ જે દેવલના રક્ષણને સારૂ ત્યાં એકઠા થયા હતા તેઓ લડાઈને આકારમાં, મહમૂદની છાવણીમાંથી દેખાઈ શકાય તેવી રીતે હારબંધ ઉભા રહ્યા. સુલતાન પણ તેઓને ઘેરે ઉઠાવવાને આ પ્રયત્ન અટકાવવા નિશ્ચય કરી બેઠે, ને રખવાળાને દાબ દેવાને એક ટુકડી ત્યાં મોકલી, પતે જાતે શત્રુઓ સાથે લડવાને આગળ ચાલ્યો. ઘણું જુસ્સાથી યુદ્ધ ચાલ્યું, તેમાં કેને જય થતો હતો તે જણાતું નહતું. એટ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com