________________
માર્ગમાં મહમૂદની વિટંબણા
૧૦૯
સાથેના હેવાતા ગેાત્રગામી સંબંધને લીધે નહિ, પણ તેના દેશની આ પ્રમાણે દુર્દશા થઈ તેથી કદાપિ છેાડી દીધું હશે એમ લાગે છે. આ વિષે ગમે તેમ હાય, પણ પછીથી એનું નામ કશામાં આવતું નથી, અને ગુજરાતમાં પેાતાના ભણીને ખંડિયે રાજા સ્થાપવા સારૂ, મહમૂદ અને તેના કારભારિયાનું લક્ષ હક્કદાર પુરૂષ શેાધી ાડવામાં લાગ્યું હતું તેવામાં પણ વલ્લભ અને દુર્લભસેન એ બેઉ ભાયા વાસ્તે ભાંજધડ થઈ હતી. વલ્લભ, જે ચુવરાજ હતા તેના ડહાપણુ સંબંધી સર્વ બ્રાહ્મણેાને ધણા ભરોંસે હતા, માટે તે ડાહ્યો અને વિદ્વાન છે એવું તેનું વર્ણન કરવામાં આવ્યું. વળી આગ્રહથી હેવામાં આવ્યું કે, તેને એક પરગણાના અધિકાર ક્યારનાય આપેલા છે, ત્યાં પણ વાજખી રીતે અને ન્યાયથી વર્તે છે; તેથી ખંડણી આપવાનું એક વાર જો તે માન્ય કરે તે તે પ્રતિ વર્ષે ગજની મેકલી દેવાને ચૂકે નહિ. ખીજા હેવા લાગ્યા કે, દુર્લભસેન જ્ઞાન મેળવવા અને યેાગાભ્યાસ કરવામાં લાગેલે છે, માટે રાજ્ય એને સોંપવું જોઇયે-પણ સામા પક્ષવાળા તેને અપવાદ કરી હેવા લાગ્યા કે, તે દુષ્ટ સ્વભાવના પુરૂષ છે, ઈશ્વરની તેના ઉપર અકૃપા થઈ છે, અને તે દુનિયાથી વિરક્ત થયેા છે તે પાતાની ઇચ્છાથી થયા નથી, પણ ગાદી ઉપર બેસવા માટે તે પ્રયત્ન કરતા હતા તેથી એના ભાયે એને ઘણી વાર કેદ કરચો હતા, માટે પેાતાને જીવ ઉગારવાને અર્થે એણે ઢોંગ કરયો છે. આ બધા વિવાદ સાંભળીને સુલતાન ખેલ્યા કે, જો કદાપિ ચુવરાજે પડે આવીને રાજ્યને માટે વિનતિ કરી હાત તે તેને આપવામાં આવત. પણ એણે તે કશી ચાકરી કરી નથી, તેમ જ પાતે સલામ સરખી કરવાને પણ આવ્યેા નથી, તેને આવડું હેઠું રાજ્ય સોંપવામાં આવશે નહિ. આમ કહીને તેણે વનવાસી દુર્લભસેનને ગૂજરાતનું રાજ્ય સોંપવાને પસંદ કરચો, અને તેણે પણ કાપ્યુલ અને કંદહારના જેટલી ખંડણી આપવાનું કબુલ કરયું. વળી સુલતાનને તેણે વિનવ્યેા કે, મારી સત્તા સારી પેઠે ખેડી હશે નહિ એટલામાં તે! વલ્લભસેન બેશક મારા ઉપર હલ્લા કરશે, માટે મારા રક્ષણને અર્થે, ઘેાડા ધાડેશ્વાર મૂકી જાએ!. દુર્લભસેને આવું કહ્યું તે ઉપરથી સુલતાનના મનમાં આવ્યું કે, આપણે આ દેશ છેડીને જધ્યે તેના વ્હેલાં વલ્લભસેનને જેર કરવાના ઉપાય કરવા જોકે, તેના આવા ક્હેવા ઉપરથી ઘેાડી વાર પછી, વલ્લભસેનને કેદ કરીને મહમૂદની આગળ આણ્યે.
૧ ગત પૃ. ૧૦૮ મે ટીપ આપી છે તે પ્રમાણે વલ્લભ માલવાના રાજા ઉપર ચડ્યો પણ ત્યાં તેને શીળી નીકળાથી મરણ પામ્યા. આ વિષે દ્વાશ્રયના ભાષાન્તરના પૃ. ૧૨૫મે જીવા–“દૈવયેાગે કરીને એને એવા કાઈ દુષ્ટ રાગ થયા કે જેને કાઈ વચ કરી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com