________________
૮૬
રાસમાળા
નામના મહાપુરના અધિપતિએ મૂળરાજના પગ આગળ પદ્વરાગમણિ ભેટ કયા. કાશિમરના રાજા (કીર) ભણીથી પિતાના દેશની વખણાતી ક
તુરી ભેટ થઈ કુરૂક્ષેત્રના રાજાએ વિવિધ રંગનું છત્ર મોકલાવ્યું. પાંચાલના રાજાએ ગાયો અને દાસ પહોંચાડ્યાં. છેલ્લી વેળાએ દક્ષિણ માંહેલા લાટ દેશને પ્રતિનિધિ આવ્યો તેણે પોતાના રાજા દ્વારપ ભણુથી એક હાથી ભેટ કર્યો, તે એવો અપશકુનિયાળ હતું કે જેશિયર જતાં વેંત જ દંડ રૂપે તેણે તે મૂળરાજને ભેટ મેકલ્યાં. આ પ્રમાણે મૂળ ગ્રન્થમાંથી અર્થ નીકળે છે તેને બદલે વાર્ષિક ખંડણ લખવામાં આવી છે.
ઉપર જે રાજાઓ ભણથી ભેટ આવ્યાનું લખ્યું છે તે ઉપરાંત વિધ્ય દેશનો રાજા જે હાથિયો બાંધનારા એટલે વિધ્યાચળ પર્વતમાં થતા હાથિયેને વશ કરીને બાંધી લેનારે, તેવાને પણ મૂળરાજે હાથે કરીને બાંધેલ, તેણે વગર મિંચાયલા કમળના અગ્ર જેવી સુંઢવાળે શકનિયાળ હાથી ભેટ મેક હતા.
મળરાજની પાદુકાનું અર્ચન કરનાર પાન્ડ દેશના અધિપતિએ ચાંદરણીની શોભા ધારણ કરનાર એવા દેદીપ્યમાન હાર અર્પણ કરવા મોકલ્યા હતા.
તેજ નામના દેશ(જે ઘણું કરીને અર્બસ્તાન હવે જોઈએ કેમકે તેનું બીજું નામ તાજ કહેવાય છે)ના રાજાએ તેજી ઘોડા ભેટ મોકલ્યા હતા.
૧ પાંચાલ દેશમાં કાંપીલ્ય નામે નગર હતું ત્યાંને સિદ્ધ એટલે વિખ્યાત એ પાંચાલ રાજા, તેણે સળરાજની આજ્ઞાને અનુસરીને દાસ્યા:પુત્ર ખસ (કોઈ એક ક્ષત્રીય જાતિ) જે ચારનું ટાળું કરીને વટેમાર્ગુઓને લૂટવાને ધધો માંડી બેઠા હતા તેઓને હણને અને જડમૂળથી ઉખેડી નાંખીને તેમની એકઠી કરેલી રિદ્ધિ લાવીને મૂળરાજને અર્પણ કરી દીધી છે. દાસ્ય પુત્ર એ ખસનું વિશેષણ મૂળમાં છે તે બરાબર નહિ સમજાયાથી દાસ (ગુલામ) અને ગાયે લખાઈ ગયાનું સમજાય છે અથવા તો રિદ્ધિની ગણનામાં દાસ, હેરને સમાવેશ કરો હેય. ૨. ઉ.
૨ મૂળરાજે ચામુંડ સામું જોઈને એ કેવા પ્રકારને હાથી છે તે જાણવાની ઇચ્છા બતાવી એટલે
તેણે બહસ્પતિ(વાચસ્પતિ)કૃત ગજલક્ષણ શાસ્ત્ર જોયું હતું તેને આધારે કહ્યું કે આવો લાંબી સૂંઢવાળ (દીર્ધ હસ્ત) હાથી જેને ઘેર હોય તેને ત્યાં ઈન્દ્રનું સ્વર્ગાધિપત્ય હેય તો પણ તે નાશ પામે! આ હાથીને જેવા દેતુસલ છે તેવા અસ્થિતંતુસલને હાથી (નિ:શ્રીક-હાડકાંની પેઠે શોભા રહિત દંતવાળો) જેને ત્યાં હોય તેના પિતાના શિષ્ય, પુત્ર, બહેન, બનેવી તથા ભાણેજે એ સર્વેનું ઉચછેદન કરી નાંખે. આ હાથી એતુનેત્ર (પિંગલ નેત્ર-બિલાડા જેવી પીળી આખો) હેતાં, પિતાના માતા, પિતા, હેન, ભાણેજને કલેશકારક છે. આવો શુકપિછપુરછ એટલે પોપટપુંછ હાથી બ્રાહ્મણ દક્ષિણામાં પણ લે નહિ તે આપણાથી તે લેવાય જ કેમ? આ હાથી કૃષ્ણનો (કાળા નખવાળા) છે તેથી તેને જે ધણી થાય તેનું એવું રિષ્ટ થાય કે તેનું નિવારણ કરવાને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com