________________
૧૦૨
રાસમાળા
ભભકાથી કે સનારૂપાના દેખાવથી અને જવાહરના તેજથી અજાણ્યાના મન ગભરાઈ જતાં હતાં, તેવામાં, એક બીજે પાદશાહ, તેના જેવો જ
વંત દ્ધો, અને ઈમારતોને ભભકા બતાવવાને તેના જેવો જ અભિલાષી હતા, તેણે, આઘે, પૂર્વમાં, એક સાહસિક કામ માથે લઈ તેમાં મૂર્તિ સ્થાપેલા દેવાલયને નાશ કરીને પિતાનું નામ અમર કરવાની ઈચ્છા કરી. આ દેવળ, પશ્ચિમ ભણુને વ્યવહારકુશળ ક્યાનુટ રાજા જે ક્રિશ્ચિયન દેવળ સ્થાપવાના કામમાં લાગ્યો હતો, તેના કરતાં વધારે શોભાયમાન હતું. ઈસલામના શત્રુ હિન્દુ ઉપર ગજનીના સુલતાને અગિયાર અશ્વારિ કરી હતી તેમાં પ્રત્યેક વાર તેને લેભ તૃપ્ત થયો હતો અને તેની હોંસ પરિપૂર્ણ થઈ હતી; પણ મૂર્તિપૂજકને ધર્મ તૂટયા વિના રહ્યો હતો, અને મહાકાલેશ્વરની પ્રાચીન વધાવાની જગ્યાએથી પણ એવો વધારે આવતો હતો કે, મહાન સોમેશ્વરની ખરા ભાવથી પૂજા કરવાને ઘણું લેકે કાળજી રાખતા નથી માટે તેની શિક્ષા થવા સારૂ મુસલમાનોને જય થવા દેવામાં આવે છે. આવા પ્રસંગમાં આ વેળાએ, મુસલમાની ધર્મના હિમાયતિયે પિતાનું એક વાર વધારે પરાક્રમ દાખવી છેલ્લે પ્રયત્ન એવા પ્રકારને કરવાને નિશ્ચય કર્યો કે જેથી કરીને, થતી પ્રજામાં કદાપિ તે ઇસલામી ધર્મના વિસ્તારનાર તરીકે લેખવામાં આવે અથવા એમ નહિ તે મૂર્તિપૂજા ઉપર મહા કોપ આણનાર તે કહેવાય જ.
સેમિનાથ ઉપર ચડાઈ કરવા સારૂ સન ૧૦૨૪ને સેપ્ટેબર મહિનામાં મહમૂદ ગજની છેડ્યું; તેની અગણિત સેનામાં, સ્વેચ્છાથી લડનારા તુર્કસ્તાનના પસંદ કરવા યોગ્ય લડવાઈયા પણ સામેલ થયા. એક મહિનામાં તેઓ મુલતાન આવી પહોંચ્યા, અને હજી તેમની અને હિન્દુસ્થાનના મેદાનની વચ્ચે વિશાળ અરણ્ય પડયું હતું તે પણ તે વટાવવાના કઠિન કામને માટે પણ તેઓ તેમની મેળે સજજ થયેલા તૈયાર જ હતા, તેથી તેની સરહદ વટાવવામાં તેઓ જય પામ્યા. અજમેર નગર ત્વરાથી તેમના હાથમાં આવી ગયું. અને, જે
૧ રજપૂત ઇતિહાસમાં લખ્યું છે કે, ચૌહાણ રાજા વીરબીલનદેવ, અથવા ધર્મગજ જે લડાઈમાં માર ગયે તેણે મહમૂદને અજમેરથી પાછો હઠાવ્યો હતો. (જુએ) &ાંડ રાજસ્થાન ભાગ ૨ પૃષ્ઠ ૪૪૭,૪૫૧. (પણ, પછીથી), “મહમૂદે અજમેર “ઉપર હલ્લો કરો, તેને તજીને લોક નાશી ગયા હતા. અને તેની આસપાસ “દેશ લૂંટને વાતે અને નારને કાજે ખુલ્લો મૂક્યો હતો. ગઢ દીલીને કિલ્લે (અજમેરને તારાગઢ) રાખી દેવામાં આવ્યો હતો, અને મહમૂદ હાર હતો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com