________________
૯૭
ચામુંડના પુત્રો કરેલાં તે તેણે પાળ્યાં. ચામુંડને વલ્લભરાજ નામે પુત્ર થયો; તે પણ, રાજનીતિમાં કુશળ, અને ગાદિયે બેસવાને યોગ્ય છે. તે નમ્ર અને શુરવીર હતું તેથી રાજા પોતાના હૃદયમાં ઘણે ખુશી થતે હતો, અને આણું મગ ગાદીના શત્રુ જે ચામુંડના મરણ પછી સુખે રહેવાને કાવી રહ્યા હતા તેઓએ પિતાની આશા છોડી દીધી હતી.
કૃષ્ણજી બ્રાહ્મણ લખે છે કે --“વલ્લભરાજ ઘાટે ઠીંગણે હતું, પણ “પ્રબળ બુદ્ધિનો હતો; પાપકર્મથી તે દૂર રહે. તેના શરીરને રંગ રાત હ; તેને આખે શરીરે તલ હતા; તેને રાજ્યને ઘણે લેભ હતા, તો પણ તે બોલ્યું અબોલ્યું કરતો નહિ. પિતાનાં કામ અધુરાં મૂકીને તેણે દેહત્યાગ કરો.” | હેમાચાર્ય કહે છે કે, ચામુંડને દુર્લભરાજ નામે બીજે કુંવર હતું. એ પણ એ પરાક્રમી ઉઠ્યો હતો કે એની બહીકે કોઈ અસુર પિતાની મુંડી ઊંચી કરી શકતે નહિ. જેશિને તેની જનેત્રી બતાવી હતી ત્યારે તેઓએ છાતી ઠોકીને કહ્યું હતું કે, એ કોઈ હેટ પરાક્રમી ઉઠશે. તે તેને શત્રુઓના ઉપર જય મેળવશે; ડહાપણના માર્ગને ઉત્તેજન આપશે, અને રાજાધિરાજ થશે. આ દુર્લભરાજ અને તેને વડે ભાઈ વલ્લભરાજ તેઓએ પિતાને અભ્યાસ એકઠા મળીને કર્યો હતો, અને પોતાના બાપનો દાખલો લઈને અન્ય ઘણે પ્રેમ રાખતા હતા. પછીથી ચામુંડરાજને ત્રીજે કુમાર થયે તેનું નામ નાગરાજ હતું.
એક સમયે ચામુંડરાજે કામને વશ થઈને પોતાની બહેન ચાચિણી (વાવિણું) દેવી સાથે ભેગ કરો. આ પાપનું પ્રાયશ્ચિત્ત કરવા, વલ્લભરાજને ગાદિયે બેસારીને પિતે કાશીની યાત્રા કરવાને ચાલ્યો, રસ્તે જતાં, માળવાના રાજાએ તેની પાસેથી છત્ર, ચંમર અને બીજાં રાજચિહ્ન ખેંચાવી લીધાં.. ચામુંડ યાત્રા કરીને અણહિલવાડે આવ્યો એટલે પિતાના પુત્ર વલ્લભરાજને પિતૃભક્તિથી ઉશ્કેરી, પોતાને અપમાન કરનારને શિક્ષા દેવાનું કહ્યું. તે ઉપરથી, વલ્લભરાજ સેના એકઠી કરીને માળવાર ઉપર ચડ્યો. પણ દૈવયોગે
૧ મેરીંગ કહે છે કે, તેણે માળવા ઉપર ચડાઈ કરીને ધારા નગરીને કેટ ઘેરી લીધે પણ તે શીળા રાગથી મરણ પામે. તેને “રાજમદનશંકર” તથા “જગjપણ” એવાં બે વિરદ હતાં. એના પછી એના ભાઈ દુર્લભરાજને અભિષેક થ. તેણે પિતાના ભાઈને શ્રેયને અર્થે મદનકર પ્રાસાદ કરાવ્યો, તથા શ્રી પત્તનમાં સમભમિધવલગહ (સાત માળનો) કરાવ્યું, તેમાં વ્યયકરણ દાનશાળા), હસ્તિયાળા, અને ઘટિકાગ્રહ કરાવ્યાં હતાં. વળી દુર્લભસર નામે સારવાર પણ તેણે કરાવ્યું હતું૨. ઉ.
૨ ધારાનગરીમાં મુંજન ભાઈ સિધુરાજ (સિલ્વલ) સન ૯૯૭ થી ૧૦૧૦ સુધી હતો, ત્યારપછી ભોજદેવ પહેલો ૧૦૧૦ થી ૧૦૫૫ સુધી હતો. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com