________________
ચામુંડ-વલ્લભ-દુર્લભ-મનાથને નાશ
૮૫ પ્રકરણ ૫ મું *ચામુંડ-વલભ-દુર્લભસેમનાથને નાશ. (ઈ. સ. ૯૯૭થી ૧૦૧૦); (ઈ. સ. ૧૦૧૦); (ઈ. સ. ૧૦૧૦-૧૨૨)
હિન્દુઓના ઇતિહાસ સંબધી વાત લખનારાઓ, (પછીથી તે વાત જૈન અથવા બ્રાહ્મણોના લખાણ ઉપરથી કહાડેલી હોય, અથવા રાજપૂત વંશના વખાણની નોંધ રાખનારા ભાટ લેકાના કવનમાં હેય) સઘળી બિના લખવાને ખરેખરી ચૂપકી પકડી બેઠેલા જણાય છે, પછી તે બિનાથી પરિણામ ગમે તેટલે અલાભકારી અથવા ગમે તેટલી સારી અસરવાળે થયો હોય, પણ તે બિના લખવાથી, જેએનું તેઓ વર્ણન કરતા હોય તેઓની કીર્તિને આંચ લાગશે એવું તેમને લાગ્યું, એટલે પછી તે બિના તેમને મન લખવા જેવી રહી નહિ. અપરાધી, ડહાપણ વિનાના, અને અભાગિયા રાજાની વર્તણુંક ઉપર ઢાંકપિછોડે થાય છે, ને વેનેશિયન લોકોની સંક્ષેપમાં લખવાની રીતિ કરતાં પણ વધારે ટુંકામાં, રાજા ક્યારે જો ને ક્યારે મરી ગયે, એટલી જ વાત માત્ર નેંધવામાં આવે છે. આ વિષેનું ઉદાહરણ જેવું હોય તો પ્રબંધ ચિંતામણિ નામના ગ્રંથમાં, તેના કર્તા, વઢવાણના રહેવાસી જૈન સાધુએ મૂળરાજના ક્રમાનુયાયી, ચામુંડના રાજ્ય વિષે જે લખ્યું છે તેમાંથી બરાબર મળી આવે છે, એના કરતાં વધારે લાગુ પડતાં બીજાં ઉદાહરણ
ડાં જ છે. મુસલમાનોના વાવટા નીચે રાજપૂતને સૂર્ય અસ્ત પામવા માંડ્યો તે આ રાજાની જ વેળામાં, હિન્દુસ્થાનનાં મેદાને ઉપર એક અજાણ્યો અને ઉન્મત્ત હë કરનારે ફૂટી પડયો તે આ રાજાની જ વેળામાં, અને પ્રાચીન રાજવંશે ડડળી ગયા, તથા અવિનાશી દેવ મહાકાળેશ્વર પોતે અસ્ત પામી ગયા તે પણ આ રાજાની જ વેળામાં; અને એવા વૃત્તાન્ત જેની
* બીજા સર્ગમાં કીર્તિકામુદીના ભાષાન્તરમાં આચાર્ય વલ્લભજી કહે છે કે
ચૈ ગયે એ કથા-શેષ, નિઃશેષ કરી દુમન, રાજા ચામુંડ રાજશ્રી પછે થયો મહી–મંડન. શત્રુચિયનાં ચિત્તોને, જે ડાયાં તાપ આપ, ઈન્દ્રને ભય દેનારા, જેના સેનાગ્ર ભાગ છે. પાણ-પ રહી જેના, શેલી આશ્રયકેશને,
અસિ-ભ્રમરની હેય, ભેંધા ભૂભૂત-વંશને. ૮ એક શત્રુને જીવતા રહેવા ન દઈને જ્યારે મૂળરાજ મરણ પામ્યો ત્યારે તેની પછવાડે પૃથ્વીના ભૂષણરૂપ ચામુંડ રાજા થયો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com