________________
રાસમાળા
૯૬
વેળામાં બનેલા એવા અણહિલવાડના સત્તાવાન્ રાજા, જે પોતે દુઃખના રંગમંડપ ઉપર મુખ્ય ખેલ કરનાર હતા તેનું વર્ણન, ઘેાડા શબ્દોમાં, કાંઈ સૂચના મળે નહિ એવા પ્રશ્નરે લખીને ગ્રંથકારે પતાવી દીધું છે તે, લંડનના વેસ્ટમીનિસ્ટર દેવળના શાન્ત ચોગાનમાં, આરામ પામેલા ક્રિશ્ચિયન સાધુઓને (એબટ) ડાઢે છે. તેમની ધાર ઉપર પાષાણુની પટ્ટી હેડીને સ્મરણપ્રશસ્તિ કારવામાં આવે છે તેના જેવું છેઃ
“વિક્રમસંવત્સર એક હજાર ત્રેપનથી (સન ૯૯૭ થી ૧૦૧૦ સુધી) તેર વર્ષ પર્યંત ચામુંડરાજે રાજ્ય કહ્યું.૧”
રત્નમાળાના એક ખંડમાં ચામુંડ રાજાની રીતભાતનું વર્ણન ચિતચું છે, પણ તેમાં ખીજી વધારે સૂચના ચેાડી જ મળે છે. તથાપિ આ રાજાના રાજ્યમાં મુસલમાન ગુજરાતમાં આવ્યા હતા એવું હિન્દુના હાથથી લખાયેલું પ્રમાણ મળી આવે છે એ એક કારણને લીધે તે અગત્યનું છે, તે નીચે પ્રમાણે:
“મૂળરાજનેા પુત્ર ચામુંડરાજ હતા; તે શરીરે દૂબળા અને પીળા હેરાતા હતા; ખાવાપીવાને અને સુંદર પાશાક હેરવાને તેને ઘણા “આદર હતા. પેાતાની વાડીમાં તેણે સારાં ઝાડ ઉછેડ્યાં હતાં; તેણે વાવ “અને તલાવ બંધાવ્યાં હતાં; કેટલાંક કામ અધુરાં મૂકીને તે યમને દ્વાર “પ્હોંચ્યા. તેના પિતાના કરતાં તેને યશ વધારે સારા હતા. યવન વિના તેને કૈાઈ શત્રુ ન હતેા; પ્રજામાં તેનું સંભારણું ધણા દિવસ રહ્યું.”
ચામુંડના રાજ્ય વિષેનું ઘેાડું વર્ણન, જે ઢચાશ્રયમાં છે તેમાં અમે ઉપર લખ્યું છે તે રીતે, મૂકી દીધા બાબતનેા ઠપકા આપવા જેવા વાંક ધણા કળ્યો છે, તથા તેમાં કેટલુંક કથન કર્યુ છે તે સે। વશા તે સાચી વાત ઢાંકી દેવા, શ્રાતાવક્તાના મનને ગમતી આવે એવી વાતા ઉમેરી, ફેરફાર કડ્યો છે તે પણ તે વર્ણન ઘણું મૂલ્યવાન છે, કેમકે, હિન્દુસ્થાનમાં મુસલમાનેએ પ્રથમ હલ્લા કહ્યો તેના ઈતિહાસ સંબંધી ઘણી અડચણાના ખરા ખુલાસા એ વર્ણનમાંથી મળી આવે છે.
હે છે કે, તેના બાપના મરણ પછી, અણુહિલવાડનું રાજ્ય તેણે સારી રીતે ચલાવ્યું; તે સાથે તેણે પેાતાના ભંડારમાં, ફેાજમાં અને કાર્ત્તિમાં પણ વધારા કહ્યો. તેનામાં એક વાતની ખેાડ ન હતી; અને મૂળરાજે ભૂમિદાન
૧ એજીંગ પ્રબંધ ચિંતામણિમાં કહે છે કે, સં. ૧૦૫૩માં શ્રાવણ શુદ્ધિ ૧૧ શુક્રવાર પુષ્ય નક્ષત્ર ને વ્રુક્ષભ લગ્નમાં થામુંડ પાટે ખેઠા. તેણે શ્રીપત્તનમાં ચન્દ્રનાથ દેવના તથા પાતાની વ્હેનને નામે ચાચિણેશ્વર દેવના પ્રાસાદ બંધાવ્યા. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com