________________
દુર્લભરાજ તથા ભીમ
૯૯
એ વાત બન્યા પછી, દુર્લભરાજે રાજ્ય સારી રીતે ચલાવ્યું, અનુરેઅને તેણે બહાદુરીથી જિયા, દેરાં ખાંધ્યાં, અને ધણાં ધર્મનાં કામ કરવાં. અણહિલવાડમાં તેણે એક દુર્લભ સરોવર બાંધ્યું. શ્રીજીનેશ્વરસૂરિ પાસે તે ભણતા હતા, તેથી, જૈન ધર્મના ખાધ પામી, જીવતાં પ્રાણિયા ઉપર દયા કરવાના સારા માર્ગમાં ચાલતા. તેની મ્હેનને પરણાવવા સારૂ સ્વયંવરમંડપ રચાવ્યા હતા, તેમાં મારવાડના રાજા મહેન્દ્રને તે પસંદ કરીને પરણી હતી. મહેન્દ્ર રાજાની વ્હેન દુર્લભદેવિયે દુર્લભરાજને પસંદ કરો તે તેની સાથે પરણી તેથી તેને પરણવાને ઈચ્છનાર ખીજા રાજાએ સાથે એને શત્રુતા બંધાઈ. આ જ વેળાએ વળી તેની ન્હાની મ્હેલ, (લક્ષ્મી) ચામુંડના ન્હાના કુંવર નાગરાજ સાથે પરણી.
પછીથી દુર્લભના ન્હાના ભાઈ નાગરાજને એક પુત્ર થયા તેનું નામ ભીમ પાડયું. માણસને માથે ત્રણ ઋણ છે, તે પવિત્રતાથી અને બુદ્ધિ વધારવાથી, યજ્ઞ કર્યેથી, અને પુત્ર પ્રસન્યેથી છેાડી શકાય છે. માટે જ્યારે ભીમ જન્મ્યો ત્યારે પિતૃઋણમાંથી છૂટયા એવું જાણી દુર્લભ અને નાગરાજને ઘણું! આનંદ થયા, તે દરબારમાં મહેત્સવ કર્યો; કુંવરના જન્મની વેળાએ આકાશવાણી થઈ કે, એ મહા પરાક્રમી નીપજશે.
ઘડિયામાં દીવા કરીને વ્હેતા મૂકવામાં આવે છે તે પાપને માટે છે; પણ હજારો લેાકા એવા વ્હેતા દીવા મૂકે છે તથાપિ તેનું ખરું કારણ જાણતા નથી; માત્ર એટલું જ સમજે છે કે, દેવાલયમાં જેમ દીવા માની કરિયે છીયે ને તેમાં પુણ્ય છે તેમ રેવાજી માતા છે માટે તેમની પ્રજા અર્થે તેમાં આવી રીતે વ્હેતા દીવા મૂકવાથી પુણ્ય થાય છે. ૨. ઉ. “એમ જણાય છે કે ચન્દ્રગુપ્ત પણ પેાતાની રાજગાદીના સારા કમો કરી પાપ“શુદ્ધિ કરવા ચાણકય સાથે શુકલતીર્થં ગયા હતા.” લુઈલફર્ડના મગધના રાજાએ વિષે નિબંધમાં લખ્યા પ્રમાણે. એશિયાટિક રીસર્ચીઝ ભાગ. ૯ પૃ. ૯૬ ઉપરથી.
૧ ફ્રેંચાશ્રયમાં લખ્યું છે કે, મારવાડના રાન મહેન્દ્રે પાતાની મ્હેન દુર્લભદેવીના સ્વયંવરમાં દુર્લભરાજને તેડયા હતા, તે પેાતાના ભાઈ નાગરાજ સહિત, સેના લઈ ગયા હતા. ત્યાં અંગરાજ, કાશીરાજ āતીશ, ચેકીરાજ, કુરાજ, હુણાધિપ, મધુરેશ, વિન્ધ્યદેશાધિપ, અંધરાજ, વગેરે રાનએ હતા, તેમાંથી રાજકુમારી દુર્લભસેનને પસંદ કરી પરણી. મહેન્દ્રે પેાતાની બીજી વ્હેન દુર્લભસેનના ભાઈ નાગરાજને પરણાવી. ત્યાંથી પાછા આવતાં ઉપર કહેલા રાજ્ર સાથે યુદ્ધ થયું તેને હરાવી વિજયવાન થઈ દુર્લભસેન સ્વદેશ આવ્યા.
જબલપુરની પાસે ત્રિપુરી(તેવરી)માં ચેદી રાજય હતું તેની સ્થાપના કાકલૂ પેડેલાએ નવમી સદીમાં કરી હતી. મુંજે આ વંશના દશમા રાજાને યુવરાજ રાજ્યેા હતે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com