________________
મૂળરાજ સોલંકી
૮૯
હાની પણ સ્વચ્છ સરસ્વતી નદી, વિખ્યાત કેટેશ્વર મહાદેવના દેવલ આગળથી નીકળી, આરાસુરના પહાડમાં થઈ પશ્ચિમ ભણી કચ્છના રણમાં વૂહે છે. સરસ્વતી મૂળથી તે મુખ સુધી પવિત્ર ગણાય છે, પણ સિદ્ધપુર આગળ કેટલીક લંબાઈ સુધી સૂર્યના ભણું પૂર્વ દિશા ભણી વળે છે તેથી તેટલી જગ્યાના પ્રવાહને મહિમા બહુ વધારે ગણવામાં આવે છે.
સરસ્વતીને ઉત્તર કોઠે ભેખડ ઉપર રમણીય સિદ્ધપુર શહર છે, તેમાં નદીની બાજુએ હાલમાં બહેરા આદિ દ્રવ્યવાન વ્યાપારીઓનાં ઘર છે, તે અર્ધા યુરેપ ખંડનાં ઘરના જેવા આકારે દેખાય છે. તેના ઉપર ગચ્છીની અગાશિયે છે અને બારીનાં બારણુંને ફરેરી હોય છે; વળી આ તીર્થનગરમાં હિન્દુનાં શિખરવાળાં દેવાલય વચ્ચે વચ્ચે આવી રહ્યાં છે તેથી રમણીય દેખાવ દેખાય છે. અહિં તહિ વાડિયે નજરે આવે છે, તેમાં કેળ અને બીજા મેવાનાં ઝાડ છે. તે સાથે આંબાનાં પ્રૌઢ વૃક્ષોની તેમાં ન્યૂનતા છે નહિ. પુરાતન રૂદ્રમાળાના વિક્રાળ અને રાક્ષસી કદનાં ખંડેર તે વળી હજી સુધી ક્યાં કરે છે, તેનાં પગથિયાંની હારે નદીની બાજુએ છેક આઘે સુધી જઈ પહોંચી છે. દક્ષિણ કાંઠાની સપાટીમાં શિવપંથીને રમણીય ગાનવાળા આશ્રમ છે, તેમાં જે સરસમાં સરસ છે તે હેકર રાજાની વિધવા રાણી અહલ્યાબાઈએ બંધાવ્યો છે, ત્યાંથી આઘે આરાસુર અને આબુ ભણી ડુંગરની હાર ચાલે છે, પછી દેખાવ પૂરો થાય છે.
સિદ્ધપુર અસાધારણ પવિત્રતાનું ધામ છે –
“સર્વ તીર્થમાં શ્રીસ્થળ (સિદ્ધપુર)નું તીર્થ છે તે શ્રેષ્ઠ છે, એવું મહાન “ઋષિઓ કહી ગયા છે. એ સર્વ પ્રકારનું ધન આપનાર છે; તેનું માત્ર દર્શન કરે છે તેને મુક્તિ મળે છે. વળી કહ્યું છે કે – श्लोक-"गयाया योजनं स्वर्गः प्रयागाचाईयोजनम् ।
શીરથકાતમાશં ચાત્ર પ્રાવી સરસ્વતી ” ગયાજીથી એક યોજન વર્ગ વેગળું છે, પ્રયાગથી અર્ધ જન “રહે છે, અને શ્રીસ્થળમાં જે ઠેકાણે સરસ્વતી નદી ઉગમણી દિશામાં વહન કરે છે ત્યાંથી માત્ર એક હાથને છેટે છે.”
૧ આ વહારે પ્રથમ દિચ્ય બ્રાહ્મણ હતા, તેમને અલાઉદીને વટાળ્યા ત્યારથી મુસલમાન ગણાયા. તેમ જ નાગર બ્રાહ્મણ પણ વટલ્યા છે તે પણ વહેરા થયા છે. તેઓ આજે પણ બ્રાહ્મણોમાં ચાલતી અવટંકથી ઓળખાય છે. તેમના એક મહેલ્લામાં સઘળાં તેમનાં ઘર આવેલાં છે છતાં વચ્ચે હનુમાનનું દેવળ છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com