________________
રાસમાળા.
મરણકાળ પાસે આવ્યા જાણી શુદ્ધ થવા સારૂ આ પવિત્ર તીર્થમાં જઈ વસવાને, વયે ડૅાંચેલા રાજાએ વિચાર કરવો. પણ દેહકષ્ટ એકલાં જ પાળવાથી અથવા ભેાગવવાથી કાર્યસિદ્ધિ થાય છે એવું તેના સમજવામાં આવેલું, પરંતુ તે પ્રમાણે કરીને એશી રહેવાથી ફળસિદ્ધિ થઈ નહી. ન્હાવુંધાવું, અપવાસ “કરવા, બાધા આખડી રાખવી, યાત્રા કરવી, અને તપ કરવું એ સર્વ બ્રાહ્મણેા “ જ્યારે માન્ય રાખે ત્યારે ફળદાયક છે, ખીજી રીતે નથી. બ્રાહ્મણા કહે છે તેટલું દેવ માની લે છે. જેમ જળથી મલીન માણસ સ્વચ્છ થાય છે તેમ • તેના વચનથી પાપી માણસ શુદ્ધ થાય છે.”
tr
66
૯૦
આ રહસ્ય સમજાતાં મૂળરાજ તીર્થવાસી બ્રાહ્મણાને તેનાં કુટુંબ સહિત માનથી તેડી લઈ જવાને એકઠા કરવા લાગ્યા. તેને ઉત્તરના પર્વત ભણીથી અને અરણ્ય અથવા જળાશય પાસેની તીર્થની જગ્યાએમાંથી આગ્રહ કરીને લાવ્યા. ઋષિએના પુત્ર, વેદમાં કુશળ, પરણેલા, જવાન, સેવા કરવા ચેાગ્ય એવા, કુમારિકા નદી નીતીરે જવાને તૈયાર થયા. એકસે તે પાંચ ગંગાયમુનાના સંગમ પાસેથી આવ્યા, સે સામવેદી ચ્યવનાશ્રમમાંથી આવ્યા, ખર્ચે કાન્યકુબ્જેથી, સૂર્યના જેવા તેજસ્વી એકસેસ કાશીથી, બસ તે ખાતેર કુરૂક્ષેત્રથી, એક સે ગંગાદ્વારથી, અને એક સે નૈમિષારણ્યમાંથી આવ્યા. કુરૂક્ષેત્રમાંથી વળી એકસા ને બત્રીસ વધારે બ્રાહ્મણાને રાજાએ તેડાવ્યા. આ બ્રાહ્મણાના અગ્નિહેાત્રના કુંડમાંથી ધુમાડા ગગનમાં ગેટાવા લાગ્યા.
તેના આવી પ્હોંચ્યાના સમાચાર રાજાએ જાણ્યા, એટલે તેણે જઈ તેમને સાષ્ટાંગ નમસ્કાર કહ્યા, અને તેઓએ તેને આશીર્વાદથી વધાવી લીધેા. પછી હાથ જોડીને તે એક્લ્યા.–“તમારી કૃપાથી મારૂં જન્મ્યાનું સાર્થક્ય થયું છે. “મારી આશા હવે પૂર્ણ થશે; માટે હું બ્રહ્મદેવા ! તમારી કૃપાના બદ્લામાં “મારૂં રાજ્ય જોઇયે તેા યેા, મારૂં દ્રવ્ય લ્યા, મારા હાથી હ્યા, મારા ઘેાડા “હ્યા, જે જે તમારી ઇચ્છા હાય તે અંગિકાર કરે. હું પશ્ચાત્તાપભરેલા “તમારે! રંક દાસ છું.” તેઓએ પ્રત્યુત્તર આપ્યું: “અહે। મહાન રાજા ! “રાજ્યનેા કારભાર ચલાવવાને અમે શક્તિમાન નથી, ત્યારે તેને ધૂળધાણી “કરી નાંખવાને શા માટે અમારે લેવું જોઇયે? જમદગ્નિના પુત્ર પરશુરામે “ક્ષત્રિયેા પાસેથી જોરાવરીથી રાજ્ય લેને એકવીસ વાર અમને આપ્યું.” રાજા ખોલ્યા: “હે મહાન બ્રહ્મદેવે! હું તમારૂં રક્ષણ કરીશ; તમે નિર્ભયપણે તમારી મેળે જપતપ કરેા.” બ્રાહ્મણા ખેલ્યાઃ ડાહ્યા પુરૂષા કહી ગયા છે કે,
૧ અલાહાબાદના કિલ્લા આગળ ગંગા અને જમના નદીને સંગમ થાય છે, તે તીર્થ હિન્દુઓમાં પ્રયાગને નામે પ્રસિદ્ધ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com