________________
રાસમાળા
| સર્વ શત્રુઓને જિતી લેવાથી જેણે શત્રુઓના યશને જાણે શૃંખલાવતી બદ્ધ કરે છે એવા મૂળરાજે સિદ્ધપુરમાં પ્રાચી દિશામાં હેનારી (પૂર્વવાહિની) સરસ્વતી નદીને કાંઠે જઈને પોતાના શરીરની અગ્નિદેવને આહુતિ આપી, અને જ્ઞાનને લીધે જેની બુદ્ધિ મેહમાં ફસાઈ નથી એવો એ રાજપુત્ર અથવા નભમાં સૂર્ય જે (મૂળરાજ) દેવતાનું) રક્ષણ કરી જાણે સ્વર્ગમાંથી પિતાને કર લેવા માટે અંતરિક્ષમાં ગયો. જેમ સૂર્ય સાંઝે પોતાનું કિરણમાળા રૂ૫ અગ્નિમાં રાખીને પ્રભાતે પ્રાચી દિશામાં આવી અંતરિક્ષમાં આરેહણ કરે છે તેમ આ રાજા પણ સૂર્યવંશી હોવાથી તેણે સૂર્યની પેઠે અંતરિક્ષમાં આરહણ કરવાને ક્રમ ગ્રહણ કરો.
મૂળરાજે સન ૯૪૨ થી ૯૯૭ સુધી પંચાવન વર્ષ રાજ્ય કરવું ?
૧ મેરીંગ મૂળરાજ વિષે નીચે પ્રમાણે કહે છે:
मेदिन्यां लब्धजन्मा जितबलिनि बलौ बद्धमूला दधीचौ। रामे रुढप्रवाला दिनकरतनये जातशाखोपशाखा ॥ किञ्चिन्नागार्जुनेन प्रकटितकलिका पुष्पितासाहसाङ्के ।
आमूलान्मूलराज त्वयि फलितवती त्यागिनि त्यागवल्ली ॥ ત્યાગ (દાન) રૂપી લતા, ભૂમિ ઉપર પ્રથમ મહાબલિષ્ઠ બલિ રાજાથી જન્મ પામી, દધીચિ ઋષિયે તે લતાને બમૂળવાળી () કરી, પરશુરામે તેને કુંપળવાળી કરી. દિનકરના પુત્ર (કારણે) શાખા અને ઉપશાખાવાળી કરી, નાગાર્જુને તેને કેટલેક અંશે કલિકાવાળી કરી, સાહસકે તેને પુપોવાળી કરી, અને તે મૂળરાજ! દાનશ્વર! આપે તે ત્યાગવતાને મૂળથી લઈ શિખર લગણ ફળદ્રુપ બનાવી આપી છે.
स्नाताः प्रावृषि वारिवाहसलिलैः संरूंढदूर्वाङ्कुरव्याजेनात्तकुशाः प्रणालसलिलैर्दत्वा निवापाजलीन् ॥ प्रासादास्तव विद्विषां परिपतत्कुड्यस्थापिण्डच्छलात् ।
कुर्वन्ति प्रतिवासरं निजपतिप्रेताय पिण्डक्रियाम् ॥ હે મૂળરાજ ! તમારા શત્રુઓના ઉજજડ થયેલા રાજમહેલ વર્ષા ઋતુમાં મેઘના જલથી સ્નાન કરીને તેના ઉપર ઊગેલી દૂર્વાને મિષે જાણે દર્ભ ધારણ કરેલા હોય તેવા થઈ પ્રણાલિકાનાં વહેતાં પાણીથી મરણ પામેલા પોતાના સ્વામિને જાણે પ્રેતાંજલિ દેતા હોય અને પડતી ભીતોમાંથી ઢળી પડતા પથ્થરરૂપી પિવડે જાણે પિંડદાન આપતા હોય એવા દેખાય છે.
અહિં પ્રાસાદનું વર્ણન કરતાં મરણ પામેલા પુરૂષની પાછળ જે ક્રિયા કરાય છે તેનું પરિફુરણ થવાથી સમાપ્તિ અલંકાર થાય છે.
મળરાજનો સમય “વિચાર શ્રેણી” પ્રમાણે સંવત ૧૦૧૭( ઈ. સ. ૯૬૧)થી સંવત્ ૧૦૫૨ (ઈ. સ. ૯૯૬) સુધી હતાં તેણે પાંત્રીશ વર્ષ રાજ્ય કર્યું. અને “પ્રબન્ધ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com