________________
મૂળરાજ સોલંકી
વાનો નિયમ લીધો, ત્યારે મૂળરાજે નાળિયેર મોકલીને તેને કહાવ્યું કે હે “કનોજના ધણી! આજે તું મને સાહાય થા. રાઠોડે કહ્યું હવણું તે હું “ગોમતિયે (દ્વારિકા) યાત્રા કરવા જાઉં છું-વિવાહ સંબંધીની વાત વિષે હું યાત્રા કરીને ઘર ભણી પાછો વળીશ ત્યાર પછી થઈ રહેશે. પાછાં વળતાં પાટણ“માં મૂળરાજને ઘેર સિયો રાઠોડ પરણ્યો. પછી જાડેજાને કિલ્લે રાડે તોડી “પાડ્યો. શત્રુના હૃદયમાં તે બાણની પેઠે સાલવા લાગ્યો. રકમધજને ને “યાદવને વાંધો ક્યાં હતો? એ તે સેલંકી રાજાને એણે આશ્રય આપ્યો “હતો. યુદ્ધમાં સિયાએ લાખાને ઠેર કો; એ વાત કાળના કાળ વહી જશે “પણ વિખ્યાત રહેશે.”
પછી મૂળરાજે પિતાના લશ્કર સહિત પ્રભાસની યાત્રા કરી, પવિત્ર સેમેશ્વરનું પૂજન કર્યું, ને શત્રુ પાસેથી મળેલી લૂંટ તથા હાથિયો લઈને પોતે ઘેર પાછો આવ્યો.
અણહિલવાડે આવ્યા પછી, કેટલેક દિવસે, મૂળરાજને ચામુંડ નામનો કુમાર જન્મ્યા. બાલ્યાવસ્થામાંથી જ એ કુંવરની અસાધારણ બુદ્ધિ જણાઈ આવવા માંડી. તેને વારંવાર રૂદ્રમાળ જવામાં અત્યંત આનંદ ઉપજતો હતો. તેથી ત્યાં બ્રાહ્મણે મહાભારતની કથા કહેતા હતા તે સાંભળવાને તેને સારે લાગ મળી આવ્યો હતે.
એક દિવસ, એ કુંવર, રાજદરબારમાં જઈ, પિતાના બાપને નમન કરી બેઠા હતા તેવામાં અણહિલવાડના રાજાની કૃપા સંપાદન કરી લેવા, આવા આઘા દેશના રાજાઓએ પિતાના પ્રતિનિધિ સાથે ભેટ મોકલાવી હતી તે લઈને તેઓ દરબારમાં આવી પહોંચ્યા. અંગ દેશના રાજા ભણુથી શણગારેલ રથ, દરિયાકિનારેથી રત્ન, અને વનવાસ દેશના ભર્તા ભણુથી સોનું ભેટ થયું. દેવગિરિના રાજાએ વાર્ષિક ખંડણી મોકલાવી, કોલાપુર
૧. વિવાહ સંબંધી વાત કરવાને નાળિયેર મેલવાને ચાલ છે. ૨. ઉ. ૨ રાઠેડ.
૩ સિન્ધરાજ ભણુથી રન ભેટ આવેલાં તેને બદલે દરિયાકિનારેથી આવ્યાનું લખાયું છે તે એવા પ્રરણથી કે દ્વવ્યાશ્રયમાં સિન્ધ દેશના રાજાને “અબ્ધિસ્વામી (દરિયાને ધણું લખ્યું છે તેથી સમજફેર થયું છે. ૨. ઉ.
૪ શરજ એટલે, મહાદેવના પુત્ર કાર્તિકસ્વામી(સ્કંદ)ની ગુફા દેવગિરિ પર્વત ઉપર છે તે ઉપરથી ત્યાં રાજા રતનચલ અથવા દેવગિરિને રાજા કહેવાય છે, તેને પ્રતિકસ્વામીની સેવા કરવાના ફળ રૂપે દેવતાઈ કમળપુષ્પની પ્રાપ્તિ થયેલી. એવાં કમળ દેવતાઈ હોવાથી સંધ્યાકાળે પણ મિંયાઈ જાય નહિ એવા પ્રતાપવાળાં હોવાથી વાર્ષિક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com