________________
મૂળરાજ સોલંકી ઘાથી તે ઠેર થયેલ હશે. જેને વિષે હેમાચાર્યે લખ્યું છે તે જોધપુર અને ઈડરના રાજવંશને પૂર્વજ સિજી રેડેડ જે મારવાડમાં રાજ કરતે હતા અને અણહિલવાડ આવ્યો હતો તેણે મૂળરાજની પુત્રી સાથે લગ્ન કર્યું હતું, તેથી તે ત્યાં લડાઈની વેળાએ હાજર હતું, અને લાખા ફૂલાણીને તેણે ઠેર કર્યો હતો એવું તેના દસોંદી ભાટ કહે છે.'
૧ કચ્છને લાખે ફલાણું શિયાઇ રાઠેડના હાથથી મરાય એમ રાઠેડના ભાટ કહે છે તે વાત ખેટી છે, કેમકે, કનેરના ઠેડ જયચંદ્રનું રાજ્ય શાહબુદિન ઘારિયે ઇ. સ. ૧૧૯૪માં જિતી લીધું, તેથી, તેણે ગંગા નદીમાં પડીને પ્રાણત્યાગ કરો. તેને કુંવર શેખ રાઠોડ હતું તેને ( જી ને સંતરામ) શિયાળ અને સાઈતરામ એવા બે કુંવરે હતા, તે પાદશાહ સામે બહારવટામાં હતા. પણ છેવટે સન ૧૨૧૨ માં થાકીને તેઓ પિતાની સાથે ૨૦૦ રજપૂતે લઈને હાલના વિકાનેર શહેરથી ૨૦ માઈલ ઉપર પશ્ચિમમાં (ઝૂમ) કામદમાં આવ્યા. ત્યાં તે વેળાએ સેલંકી જાતને રજપૂત રાજ્ય કરતો હતો, તેની કુંવરી સાથે સિયોજી પરણ્યા. પછી મેંહેવામાં ડાભી જાતિના રજપૂત રાજ્ય કરતા હતા તેમને લણી નદી ઉપર ઉજાણીમાં બોલાવ્યા ને પછી તેમને નાશ કર, તેમ જ પછી સાચરના દેવડા, ઝાલરના સેનીગરા, અહીંતના મહિલ, સિંધલના સકલા અને જૂના ખેરગઢના ગેહિલોને નાશ કરીને મારવાડનું રાજ્ય સ્થાપ્યું. પાલીવાડ બ્રાહ્મણે ને જાગીરમાં પાલી મળ્યું હતું તેમને મેર અને મીણ જાતના લોક ઉપદ્રવ કરતા હતા માટે તેમને નાશ કરવા બ્રાહ્મણોએ સિયાજીને પાલીમાં વસાવ્યો. પણ તેણે તે ઉલટું લાભાઈને બ્રાહ્મણોને જ મારીને પાલીના ધણી થઈ પડી રાવનું પદ ધારણ કર્યું અને ત્યાં જ પોતાનું રાજ્ય સ્થાપ્યું. સિયાજીને અધામ, સેનીંગ અને અજમાલ એવા ત્રણ કુંવર હતા, તેમાં અસાધામ પાલીની ગાદિયે બેઠે, અને તેનીંગે ઈડરનું રાજ્ય લીધું. તેના વંશજ હવણ મહીકાંઠામાંના પોલમાં છે. અજમાલને વાઘાજી, અને વાઢેર એવા બે કુંવરે હતા તેમના નામથી વાજી અને વાઢેર એવી બે રજપૂતની જાતિ થઈ. અસેધામના વંશજ રાવ ચોદેજી થયા તેમણે પાલીથી રાજગાદી ઉઠાવીને પડિહાર જાતિના રજપૂત રાજાને મારીને મહુરમાં રાજધાની કરી. તે ચાંદે ઈ. સ. ૧૪૦૨માં મરાય. ચાંદાના રણમલજી થયા ને તેમના કુંવર જોધાએ ઇ. સ. ૧૪૫૯(સં. ૧૫૧૬ જેઠ શુદિ ૧૧)માં જોધપુર વસાવી ત્યાં ગાદી કરી.
આ પ્રમાણે રાડેડ સિયાજી જોધપુર અને ઈડરના રાજવંશીઓના પૂર્વજ હતા એ વાત ખરી, પરંતુ તે મૂળરાજ સોલંકીના સમયમાં હતા નહિ; કારણ કે તેના પછી ૨૩૩ વર્ષે આ સિયેજ થયો છે તે કાલુમદના સેલંકીની કુંવરી પરણ્યો હતો, તે ઉપરથી મૂળરાજ પણ સેલંકી હવાથી ભાટોએ એ ચેકઠું બેસારી દીધું છે; કેમકે લાખે તે ઇ. સ. ૮૫૫ માં જન્મ્યા છે અને ૯૭૯ માં સવા વર્ષનું આયુષ્ય ભોગવી મૂળરાજના હાથથી જ મરાયો છે. લાખાના જન્મમરણ વિષે નીચે પ્રમાણે જૂની કવિતા છે
શાકે સાત સતતરે, (શુદ) સાતમ શ્રાવણ માસ સનલ લાખે જમ્પિયો, સૂરજત પ્રકાશ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com