________________
મૂળરાજ સોલંકી સેલંકીના ભાલાથી વિંધાઈ ગયે. આ જાડેજા રાજાને ગદડીને મૂળરાજે તેને ગળે પગ મૂક્યો. લાખાની માએ પોતાના કુંવરનું મુડદું દેખી, અને તેની
ગૂર્જરત્રાના અને કચ્છના એ બે નાથ, દ્વારિકાનાથ અને કુન્દિનપુરના અધીશની (રૂકિયાની) પડે, શર રૂપી મોજાંની પરંપરાથી જાણે ગંગાશેણ વહેવરાવ્યો.
“વારાણસી અને સુરક્ષેત્ર રૂપી સંગ્રામભૂમિ પામીને એ બે, જેમ શૌર્યપુર અને કેતવતના નાથ તેમને પામીને ખુશી પામે તેમ, ખુશી થવા લાગ્યા.
“દઢતાથી ગૌરી અને કૈલાસ પર્વત જેવા અંગે અક્ષત, એ બે સૂતાર અને લુવારનું અનુકરણ, પરસ્પર શસ્ત્ર ભાંગી નાંખી કરતા હતા.
“સુભટેએ બળદ, અશ્વ, ઊંટ, ગર્ધવાદિ ઉપર બાણ આણઆણુને દહીં અને દૂધ જેવી ઉજજ્વલ કીર્તિની આકાંક્ષા રાખતા તેમને આપ્યાં.
“દશ જેની સમીપ છે (એટલે નવ કે અગીઆર) એટલા હાથીના જેટલા બલવાળા, તથા દધિ અને સર્પિષ ( ) જેવાં ચક્ષુવાળા લક્ષે (લાખા ફૂલાણીએ) છ બળદ અને પાડાથી ઉચકાયલે ભાલો ઉપાડ્યો.
એણે (લાખાજીએ) લગભગ દશ હાથી તથા ઘોડાને કચરી નાંખતાં, તથા દશેક રયને છુંદી નાંખતાં, અતિ પ્રકાશવાળા દંતથી હોઠ કરડતાં, ભાલો ઉંચે કરીને ફેંકયો.
પગે ઉન્નત (શુભ લક્ષણયુક્ત મહાપુરૂષોનાં માથું, હૃદય, ખભા, અને પગ એ છે ઉન્નત હોય છે.) એવા ચુલુકયરાજે (મૂળરાજે) ચારે દિશાને કીર્તિથી સુવાસિત કરી લીપી લેતા, સર્વ સારમય લેહના ભાલાથી લક્ષરાજને (લાખા ફૂલાણુને) હો.”
| કચ્છના માટે પણ એમ જ કહે છે કે મૂળરાજે લોઢાના ભાલાથી લાખા ફલાણુને મારો:[अची फूलाणी फरोरयो, रारो मंढाणुं; मूलराज सांग उखती, लाखो मराj.]
“ઉગ્ર રિપુના નિગ્રહથી પિતાનું પ્રિય કરેલા એવા એના ઉપર તે જ ક્ષણે બબ્બે ત્રણ ત્રણ દેવાંગના સહિત દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી.
બાળકને આંગળિયે વળગાડીને એની (ચાહરિપુની) પરણેલી સિયાએ પતિ રૂપ ભિક્ષા માગવાથી એણે (મૂળરાજે) ચાહસ્પિને અંગુલી કાપી લઈ છોડી દીધું.
સૌરાષ્ટ્રનાં વૃદ્ધ તેમ બાલ સર્વેએ, એ સમયથી ધારણ કરેલો સ્ત્રીવેશ (આડિયું; કાછડી ન ઘાલવા રૂપી) રાજિપુત્ર(મૂળરાજ)ને યશ પ્રકાશ કરે છે.
“એ ભૂપતિએ (મૂળરાજે) યતિ તથા વિષેને યથાર્થ વ્યવસ્થાપૂર્વક, દુખહીન કરી સુખસંપન્ન કરયા.
“પછી પ્રજાને પુત્ર સમાન ગણ અને તેજરૂપી અગ્નિથી સર્વને હિતકારી, એ પુત્રપ્રસવથી જાણે સતિષ પામ્યા હોય એવા અગ્નિહેત્રિો સાથે પ્રભાસ (યાત્રાએ) ગયો.” પછી અણહિલપુર ગયે. (કયાશ્રય-શ્લેક ૮૬ થી ૧૩૨ સર્ગ ૫ મે. પ્રો. ન. મ. દ્વિવેદીત ભાષાંતર)
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com