________________
રાસમાળા
મહેલી પ્રસિદ્ધ ભાદર નદીને કાંઠે વસતા હતા તે કવચ સજીને ત્યાં આવ્યા.
“બ્રાહ્મણને હિંસાએ પહોંચાડનાર, એ રાજાને મારે જરૂર શાસન કરવું જોઈએ, કેમકે એના જેવા હિંસ્ટકના રાજા આગળ તો હિસ્ત્રકો પણ કંટાળી જાય છે.
“ધર્મકર્મથી પરવારેલાં (કેમકે) અત્યંત પીડાથી થરથરતા અને પિતાના ત્રાભિધાનાદિ પણ વિસરી ગયેલાં તથા નિસ્તેજ, એવાં એણે અત્યંત વિપત્તિમાં દબાવેલાં, કયાં કયાં બ્રહ્મસ્થાને અમને પીડા નથી કરતાં?
“દુષ્ટ કર્મની ઈચ્છા રાખનારા એનાં, અન્યથારગમનાદિ અપવિત્ર અને કહીં પણ પ્રકાશ ન કરી શકાય તેવાં કુકર્મ અતિ પ્રબળ થઈ પડ્યું તે, તે અમારા મનમાં ચિંતાનું કારણ થઈ પડેલાં છે. ને તેથી એ, અમારી મિત્રીને અત્યંત અગ્ય છે.
“અત્યંત પાવન કરનાર અને લક્ષ્યાદિથી ભપકી રહેલા પ્રભાસને અનેક ત્રાસથી તથા તેની મધે ગયેલા લોકને હણવાના રીવાજથી એણે અતિદુષ્ટપણાની કીર્તિ સંપાદન કરવાની ઇચ્છાવાળાએ રંજાડી નાંખ્યું છે.
“જનોની, અંદર જવારૂપ યાત્રાને અત્યંત બંધ પાડતા, એનાથી સુરાષ્ટ્ર દેશ યાત્રાજુને અંદર જઈ શકવા યોગ્ય રહ્યો નથી માટે એ દેશના મધ્યમાં જ હણવારૂપી દંડ, એવા ઘી પીપીને મસ્ત થયલાને કેમ ન દે?
જે યજ્ઞકર્તા(બ્રાહ્મણ)ને તેમણે ભેગાં કરેલાં સૂકાં છાણાંથી મારીને હર્ષથી વારંવાર નાચે છે, એવા નિર્ભય મનવાળા, અને તરવાર નચાવતાનું, બીજું શું દુષ્કર્મ જેઈ !
ગર્ભના ભારથી નમી જતા પેટથી નાસવા અશક્ત, એવી હરિના ઉપર શસ્ત્ર ફેંકી તેને રૂધિરથી પ્રસિદ્ધ ઉજજયંત તીર્થને અભડાવી, અતિ દુર્ગધવાળું જેણે કરી મૂકયું છે એ, મ્લેચ્છીને પેટ જન્મેલ હેય તે, તે શું અમારે મિત્ર થઈ શકે?
“ભયથી નાશી છુટતાને પોતે મારી નાંખે છે, ને તેને બીજા વળી ખાય છે ને ત્રીજા ખાય છે; એવી માછલાંની નીતિ ચાલતી રહેશે ત્યારે અમારા અર્ગલાતુલ્ય ભુજના જાડા પરિઘ પણ શા કામના છે ?
“લફિડ ઋષિ, જે સર્વ યોગ જાણનારના ગુરૂ હતા, જે માત્ર ધરતીને જ પોતાને પલંગ કરીને રહેતા, ને જાતે અષ્ટાંગયોગ સિદ્ધ હતા, તેમને જેણે પડ્યા. તથા તેમનાં સ્ત્રીપુત્રાદિને પણ પીડ્યાં એવા (રાત દિવસ ક્રોધથી રાતી) જપા પુષ્પ જેવી અક્ષિ વાળા પાપના પલંગને હું કેમ સહન કરી શકું?
આ ઉછળી રહેલી, રિપુના રૂધિર રૂપી જપા પુષ્પથી પૂજાયેલી વિજયવતી અને આઠે દિશાને પ્રકાશતી, યમરાજની સગી બહેન, મારી બલિષ્ટ તથા સારી રીતે હણનારી તરવાર, આજ એને ખાઈ જવા ભૂખી થઈ છે.
જેમ સૂર્યને ધારણ કરતી, રાત્રીની પાર ઉતરેલી, પૂર્વ નિચા, તમે રૂ૫ દુઃખથી સંપૂર્ણ મુક્ત થાય છે, તેમ આપણે અનેક રૂપે પડેલી પ્રજા પણ મારા દર્શનથી સર્વ પીડાથી મુક્ત થાઓ !
“થોડા જ સમયમાં આ રાષ્ટ્ર ભૂમિ, એ સ્વામી બંદીવાન થાય તેવી કે એને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com