________________
રાસમાળા
એ ભરવાડ ઘણે જુલ્મી છે;” શ્રીકૃષ્ણના રાજ્યના વારાથી, જે ગાદી પ્રતાપથી પ્રકાશ પામતી એના વખત સુધી ચાલતી આવી છે તે
એ, ઉજજયંત ઉપર મૃગયા રમતાં કુતરાનાં ટોળાં પાસે ચમરીવાળી ગાયોને મરાવી, તેમને જ તે ખવરાવે છે; ને એ ચિત્ર રંગના કૂતરાનાં ટેળાંને પ્રભાસના આશ્રમમાંની ચીસો પાડતી હરિણિયે પણ ખવરાવી દે છે.
“જગત માત્રને અભક્ષ્ય એવું ભક્ષ કરનાર, અને અખિલ જગતને પણ કુકર્મમાં પ્રેરનાર એવા એને હવે દૂત પાસે કહેવરાવવું કે બેલાવવો એ કામનું નથી. પલાણ સહિત હાથીની સેના તૈયાર કરાવે, અને તેને કબજે કરવા માટે સેનાપતિને આજ્ઞા કરે!
જે પ્રજા માત્રને કુમાર્ગે ચડાવે, તેવાને મૃત્યુમાર્ગે ચડાવવો જોઈએ. જે જે એવા એવા કુમાર્ગે વર્તાવનારને દંડ ન કરે, તે તેના પાપથી પોતાને ધર્મ ખૂએ.
તમે જે એને દંડ નહિ આપો, તે એ, પિતાના બળથી યમને પણ ગણકારશે નહિ તો તમ જેવાની શી દશા) કેમકે સતપુરૂષોએ ઉપેક્ષિત એવા દુષ્ટ લોકો કેને કેને પોતે ખરાબ કરતા નથી ?
દુષ્ટ નીતિવાળા (છતાં બાહ્યાચારથી અનુકુલ જણાતા) એવાને તમે કેમ અધાપિ પ્રસન્નતાથી નિહાળે છે? એવા કપટીને જરા પણ સત્કાર કરે નહિ; જે ન્યાયી છે, તે ન્યાયને જ નમે છે.
હે નાથ ! રાત્રિયે તમને જેણે કહ્યું છે તે નાથને અર્થાત શિવને જે તમે (પ્રસન્ન કરવા) ઇચ્છતા હો, કે ઉત્તમ યશ પ્રાપ્ત કરવા ઇચ્છતા હો, કે તમારા વંશના ધર્મને, કે સ્મૃતિપ્રોક્ત ધર્મને સંભારતા હો, તે આ સંબંધે તે ક્રોધ ઉપર દયા કરે, ક્ષમા ઉપર નહિ.
શ્રી શંભુ તમારા સ્વામી થઈ તમને તું જ તેને શાસન કરવા સમર્થ છે એમ કહી ગયા છે, તે સૈન્ય તેમ બુદ્ધિ ઉભયને એના વધ માટે શુદ્ધ કરી તૈયાર કરે, કેમકે શત્રુની ઉપેક્ષા રૂપી વ્યાધિ (તે ઉપેક્ષા કરનાર રાજાને જ નહિ) પણ આખા રાજ્યને પીડા કરે છે.
પૃથ્વીને સંતાપ કરનાર તથા તેને ચૂશી ખાનાર એવા એ વ્યાધિને હણવાના સંબંધે આપને ઉપદેશ કરવાની જરૂર નથી, પૃથ્વીને પીડા કરનાર પર્વતગણની પાંખ છેદવામાં ઇન્દ્રને તેણે પ્રેરણા કરી હતી ?
લોકને પીલી નાંખનાર શત્રુને દંડ ન દેનાર રાજા આખી પૃથ્વીને પીલે છે. માટે જે એમ ન કરવું હોય તો પ્રજાને રંજાડનાર આ દુષ્ટને રંજાડે.
જેમ ઇન્દ્ર જમ્મુને હણ્યો, જેમ જલવાયી વિષ્ણુએ મધુને હણ્યો, અને પુર દૈત્યને શંભુએ હો, તેમ હે રાજા ! પૃથ્વીને પીડનાર આ પાપને તું હણ' (બ્લેક ૫૯ થી ૯૫ સર્ગ ૨ જે.) દ્વયાશ્રયનું ભાષાન્તર પૃ. ૩૭ થી ૪૩. પ્રો. મણિલાલ નભુભાઈ દ્વિવેદીકૃત.
૧ ઉપર જણાવ્યા પ્રમાણે ચાહરિપુ યાદવ કુલને હોવાથી તેને આભીર (આહિર) એટલે ગાય ચારનાર ગણું આ ઠેકાણે ભરવાડ લખે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com