________________
૬૫
મૂળરાજ સોલંકી “એનાં કર્મ આવાં છે ત્યારે મારે એને નાશ કરવો કે નહિ.” આ પ્રશ્નના ઉત્તરમાં જેહુલે ગ્રાહરિપુનાં દુષ્ટ કર્મ ગણુવીને ઉત્તર આપ્યું કે -
સામવેદમાં (યંતર અને બૃહદ્રવંતર) સામ જેવા, વત્ર તથા અર્જુનના બળવાળા, રાજાઓને બંદીવાન કરી રાખનાર, સુંદર અશ્વિવાળા, દુષ્ટ કર્મ કરનારા, એવા “આ પાપના દિવસ રૂ૫ રાજાને જેઈ કણ નમતું નથી?
શતની એ નામના આયુધથી હજારે બ્રાહ્મણને મારી નાંખવાને લીધે, યજ્ઞ માત્ર “બંધ થયાથી પૃથ્વીને પ્લીહુ રેગ જેવા આ રાજાનાથી (ત્રાસીને) પિતાને યજ્ઞભાગ ન મળવાથી ક્ષુધાતુર થયેલ ઈદ્ર, આજ ને આજ જ, આ દુષ્ટને પૃથ્વીપતિ બનાવનારા વિધિને ધિક્કારશે.
“વિશાળતાથી દીપતાં, મદથી ડેલતાં, ચલવિચલ થતાં, ને એમ યમની પણ “સ્પર્ધા કરતાં, અને પૃથ્વી તથા આકાશને ગળી જવાને તત્પર, એવા એનાં નેત્ર, તે પણ, એવા જ એના તનને યોગ્ય છે.
જ્યારે એની પાસેના ભાથામાંની ચાલતા શત્રુઓ પ્રતિ ધૂણે છે, દળે છે, ફેંકી દે “છે, ત્યારે દેવતાઓ પણ જ્યાંથી નાસી ગયા છે એવું સ્વર્ગ, દેવતાના પુનરાગમનને “ઇચ્છતું સતું, સ્વર્ગ કેમ કહેવાઈ શકાય?
કારક જેમ અનેક ક્રિયાઓને, તેમ તે મહા મહા પાપને હેતુ છે, સ્વતંત્ર છે. કુકર્મને કર્તા છે; ને વિશ્વને અતિ તાપ આપે છે, દિશા માત્રમાં રખડે છે, સમુદ્રને પણ તરી જાય છે, દુર્ગુણમાં પણ પેસે છે, ને જરાએ ભય પામતો નથી.
“રમતમાં પણ ફરતાં ભૂપતિએને ભડકાવે છે, પૃથ્વીમાંથી દ્રવ્ય માત્ર ખેંચી લે છે, તેમ તે ઉપર અધર્મ જ પ્રવર્તાવે છે, મુનિઓ પાસે કાંઈ ભણત નથી (એટલું જ નહિ) પણ તેમની વૃત્તિને પણ રોધ કરે છે, તેમને સન્માર્ગ પૂછત નથી, ને ઉલટ તેમની પાસેથી કર લે છે.
“રત્નાકરમાંથી રન તાણું લે છે, (છતાં) કૂબેરના ભંડારની ઈચ્છા કરે છે, યુદ્ધમાં પ્રતિપક્ષિયો એની પાસે પોતાના પ્રાણ યાચે છે ને એને પિતાના સ્વામી રૂપે સ્વીકારે છે.
રાવણ પિતાના પુરમાં પરસ્ત્રીને ખેંચી ગયો હત; કર્તવીર્ય મુનિની ગાય ચેરી ગયો હત; પિતાની બહેનના બાળકને કેસ મારી નાંખતો હત; શું એ ત્રણે પાસેથી અનીતિ આ દુષ્ટ શીખે છે?
“સિંઘપતિને મથી નાંખીને ગજ, અશ્વ, ગાય આદિ દંડમાં લઈ લીધાં, ને એની યુક્તિથી મહીધરો પરસ્પર વિરોધવાળા થઈ પડ્યા; એમ એણે સિંધુપતિ અર્થાત સમુદ્રનું મંથન કરી રાવત, કામધેનુ, અને ઉચ્ચ શ્રવા લેનાર, તથા મહીધર એટલે પર્વતની પાંખે તેડી નાંખનાર ઇન્દ્રના ગુણ, દંડ રૂપે ગ્રહણ કર્યા છે. મને પણ ઘાત કરવા પ્રેરે છે, પણ તે યમથી પ્રેરાત નથી.
એણે પૃથ્વીને સૈન્યના સમૂહથી ખેદ પમાડ્યો છે, શેષનાગને ભારથી પીડા બતાવી છે, શત્રુને યમપુરી બતાવી છે, તે પિશાચને તેમનું માંસ ખવડાવ્યું છે.
કેદ કરેલા રાજાદિને એણે અતિ કઠેર વચન સંભળાવ્યાં છે, ને તેમને એણે દંડની રકમ કહી સંભળાવી છે; વૈરીના માથા ઉપર પગ મૂકતાં એણે ઉગ્ર તેજથી કોને રાંધી નાંખ્યા થી?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com