________________
७२
રાસમાળા
વિલખિત ફેરા મોતી રૂપ થતાં પડતાં હતાં. હંસ પક્ષી જે વર્ષા ઋતુમાં માન સરોવર ઉપર જઈ રહે છે તે હવે ગંગા અને બીજી નદીઓ ઉપર આવ્યા હતા. ખેડુતોની સ્ત્રિયો ડાંગરના ખેતરની રખેવાળી કરતી ગીત ગાઈને વનને આનંદદાયક કરી દેતી હતી. એવા સમયમાં દેવના મંદિરમાં બ્રાહ્મણોએ વેદનાં અને ચંડીપાઠનાં પારાયણ કરવા કુંભસ્થાપના કરી ને પથારીએ સૂઈ બ્રહ્મચર્યવ્રત પાળી નવરાત્રી પૂર્ણ કરીને, દસરાને દિવસે પારણું કરી કુંભજળમાંથી રાજાને માથે અભિષેક કર્યો. વૈકુંઠપતિના ઉત્સવ થવા લાગ્યા, અને દેવાલ ઉપર ધજાઓ ફરકવા લાગી. વામન અને બળી રાજાનું મરણ થવાથી ભૂતળે આનંદ વ્યાપી ગયો, અને મહાવિષ્ણુ પિતાની ક્ષીર સમુદ્રની લાંબી સમાધિમાંથી ઉડ્યા.
મૂળરાજને દ્વારે નગારાં વાગ્યાં ને નેબતે ગડગડવા લાગી. શુભ શકુન દર્શાવતા શંખનાદ થવા લાગ્યા; ને વિવિધ વાદિના ઘોર નાદ સ્વર્ગે જઈ પહોંચ્યા, તેથી સ્વર્ગવાસી લોકોએ જાણ્યું કે, રાજા પિતાના સુભટોને અગ્રેસર થવા તૈયાર થયો. અણહિલવાડના વાવટા નીચે ચાલનારા રાજાઓ પણ પોતપોતાની સેના લઈ મેરઠ ઉપર ચડાઈ કરવાની આતુરતાભા ઉભરાઈ આવ્યા. રાજા ગાદી ઉપર બેઠે; તેના સામા મોતિયે સ્વસ્તિક પૂરાયા,
૧ કેટલાક કહે છે કે જ્યારે વર્ષાદ વરસે છે ત્યારે કાલું માછલી સપાટી ઉપર આવે છે ને મહીં ઉઘાડી રહે છે તેમાં વર્ષાદનાં ફાં પડે છે તે મેતી થાય છે. રડે પૃષ્ઠ ૯૭.
ઉપરની ટીપ ઉપરથી ગમે ત્યારે વર્ષાદ વરસે ને કે માછલીના હોંમાં તેનાં ફેર પડે તે મોતી થાય છે એવું ભાન થાય છે, પણ વાત એમ ચાલતી નથી. પરંતુ કહે છે કે, શરદ તુમાં સ્વાતી નક્ષત્રને વિષે સૂર્ય છતાં જે વર્ષાદ થાય ને તેના ફેરાં છીપના મહોંમાં પડે છે તેનાં મેતી થાય છે. ૨. ઉ.
૨ બળી રાજાને ત્રિલોકનું રાજ્ય મેળવતાં અટકાવવા માટે વિષ્ણુએ વામન અવતાર લીધો.
૩ આવી નિશાની હિન્દુઓમાં આનંદનું ચિન્હ ગણાય છે તે “સ્વસ્તિક” (એટલે દ - મંગળકારી) કહેવાય છે અને સ્ત્રીની સહિનું એ સાધારણ ચિહ્ન છે.
તેમજ જૈનના સાતમા તીર્થકર સુપાર્શ્વનું ચિહ્ન પણ છે. અસલની વેળાથી મિ. હિન્દ્રસ્થાન કે ચીનમાંના ધાર્મિક તાપસમાં તે ગુહ્ય ચિહ્ન હતું. તે ઉપરથી સો વસા યુરોપમાં છઠ્ઠા સંકડામાં તે દાખલ થયું હશે. એશિ. રિસચીઝ પુસ્તક ૯, પૃ. ૩૦૬ નાવો. ચીનના પંદરમા સૈકાનાં હસ્તલિખિત પુસ્તકમાં એ નિશાનીને કૅલફાટ” કરીને લખેલી છે. મિ. વાલર કહે છે કે “ઘાણા નાના સમયની ખ્રીસ્તી લોકની ઘોર ઉપર એ હોય છે અને સન ૧૯૭૭ ની સાલના પાદરીના પરા ઉપર તે જોવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com