________________
મૂળરાજ સોલંકી ગાદિયે બેશીને સૌરાષ્ટ્રમાં તે રાજ્ય કરે છે. યાત્રાળુ લેકે પ્રભાસ ભણી “જાય છે તેઓને મારીને તેમનાં હાડકાં અને માંસ ધોરી રસ્તામાં વેરે છે. અને “જે વામનસ્થળીમાં હનુમાન અને ગરૂડની ધજાઓ ફરકતી તેમાં રાવણની પેઠે “નિર્ભયપણે રાજ્ય કરે છે, અને ચોરેને બીજી પવિત્ર જગ્યાઓમાં વસવા દે છે; બ્રાહ્મણોનો તે તિરસ્કાર કરે છે, અને વટેમાર્ગુઓને રસ્તા વચ્ચે “લૂંટી લે છે, તેથી ધાર્મિક કેનાં હૃદયમાં તે તીર પ્રમાણે ખટકે છે. તે
જવાન છે, કામી છે, અને મેહને ભરેલ છે; તેથી, પિતાના શત્રુઓને નાશ “કરીને તેઓની સ્ત્રીને જોરાવરીથી પોતાના અંતઃપુરમાં ખેંચી જાય છે. “આ જંગલી પુરૂષ ગિરનારના પર્વત ઉપર ભટકતો ફરે છે, અને પ્રભાસ “આગળનાં હરિને શિકાર કરે છે. તે ગાયનું માંસ ભક્ષણ કરે છે, દારૂ “પિયે છે અને લડાઈમાં તેના શત્રુનું રૂધિર ભૂત, પ્રેત અને તેમના ચરને પાય છે. આ પશ્ચિમ દિશાના રાજા ગ્રહરિપુએ દક્ષિણ અને ઉત્તરના “ઘણા રાજાઓને તેમના રથ મૂકીને નસાડી મૂક્યા છે; તેથી, જાણે તે કેઈની “પરવા રાખ્યા વિના સ્વર્ગના રાજ્યની જિત મેળવવા ધાર હોય તે પ્રમાણે “ઉંચું જોઈ ચાલે છે. ગ્રાહરિપુ યમપુરીના યમરાય જેવો વિકાળ શરીરને
છે, સ્વભાવમાં પણ તે તેના જેવો જ છે, ને આખી પૃથ્વીને જાણે હવણ “ગળી જશે અને વૈિકુંઠને જતને બાઝશે એવો દેખાય છે. ને તેના રાજ્યમાં “હુનરી માણસો છે, તેઓ એ દુષ્ટના સંગથી પિતાને હુન્નર બધી જાતનાં
એવાં હથિયાર બનાવવામાં વાપરે છે કે તેના ઝપાટામાંથી કોઈ પણ બચી “શકે નહિ, ને ધર્મ-અધર્મનો વિચાર પણ તેઓ કરતા નથી. તેની ફેજ “ઘણી છે, તેથી સર્વ રાજા તેને નમે છે. તે ઘણે આરોગ્ય છે; તેણે સિંધના “રાજાને પકડીને તેની પાસેથી દંડમાં હાથી, ઘોડા છીનવી લીધા છે; તેમ જ
૧ સમજફેરથી લખાયેલું છે, ખુલાસો નીચે પ્રમાણે –
જે સુરાષ્ટ્રની ભૂમિ શ્રી વિષ્ણુ (કૃષ્ણ) જેવા ઉત્તમ રાજાથી રાજનવતી હતી અને શ્રીકૃષ્ણની વજા ઉપર ગરૂડનું ચિહ્ન હોવાથી ગરૂડવિજ કહેવાતા કૃષ્ણ, અને અર્જુનની વજા ઉપર હનુમાનનું ચિહ્ન હોવાથી કપિધ્વજ કહેવાતા એવા અર્જુન એમ કૃષ્ણાર્જુન(નરનારાયણ)ને વસવા યોગ્ય વામનસ્થલીમાં ચાહરિપુ, જે નઠારે રાજ વસે છે. ૨. ઉ.
૨ ચાહરિપુ એ કોઈનું નામ નથી પણ ઉપનામ છે. કથાશ્રયને ટીકાકાર, ચાહ= જળચર (મગર) રિપુત્રશત્રુ, જળચરને શત્રુ એવો અર્થ કરે છે. તેને અભિપ્રાય એ કે “શત્રુને પડ઼નાર” અજમેરના એક રાજાએ કઈ મુસલમાન રાજાને હરાવ્યું હતું તેથી તે “સુલતાન ગ્રાહ” એટલે સુલતાનને પકડનાર કહેવાતું હતું. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com