________________
મૂળરાજ સેલંકી શત્રુઓથી મુક્ત થયા પછી, મૂળરાજે અણહિલવાડમાં કેટલાંક ધર્મનાં સ્થાન બંધાવવા માંડ્યાં, તેમાં પ્રખ્યાત મહાદેવનું દેરું સિદ્ધપુરમાં રૂદ્રમાળા છે, તે પૂરું કરવાને તે જ નહિ. એમ કહેવાય છે કે, શિવની તેણે ઘણું ભક્તિ કરી હતી, તેથી તે શિવે તેના ઉપર પ્રસન્ન થઈને, જેમાં તેમનાથ મહાદેવનું સર્વ દેરાઓમાં સ્મરણોગ્ય છે તે સુધાંત, સેરઠ દેશનું રાજ્ય આપ્યું. સેરઠ મળવા વિષેને વૃત્તાન્ત પ્રખ્યાત હેમાચાર્યે પિતાના દ્વયાશ્રયમાં આપે છે તેમાંથી એક ભાગ અમે નીચે આપિયે છિયે –
જેન આચાર્ય કહે છે કે, “મૂળરાજ જગતપ્રતિપાલ હત; તે ઉદાર “મનને, સદ્ગુણથી ભરેલો હતો. સર્વ રાજા સૂર્યની પેઠે તેની પૂજા કરતા હતા, ને જે લેક પિતાને દેશ તજીને ત્યાં આવી વસતા હતા, તેઓ “એના રક્ષણ નીચે સુખ પામતા હતા; તે કારણથી તેને ચક્રવર્તી એવું પદ “મળ્યું, તેના શત્રુમાંથી અર્ધા તે તેણે ઠર કર્યો, ને અર્ધાને ભીખ માગતા “કરીને, નાત બહાર કુહાડી મૂકેલાની પેઠે, શહર બહાર કર્યા. તેમની “સ્ત્રિયાએ કૂવાનાં દેડકાંની પેઠે, ઘરના આંગણું બહારનું કાંઈ પણ જોયું “ન હતું તેઓને વગડામાં ભટકતાં, ભલેએ પકડીને શહેરમાં ગુલામની પેઠે વેચી.”
એક સમયે એમનાથ મહાદેવે મૂળરાજને સ્વમમાં દેખા દઈ, આજ્ઞા કરીકે, “ગ્રાહરિપુ અને બીજા દૈત્યોએ પ્રભાસતીર્થનો નાશ કર્યો છે માટે “તેઓને પૂરા કર્યો, મારા પ્રતાપથી તું જય પામીશ.”
૧ ચંદ્રવંશમાં આદિ નારાયણથી ચોથા પુરૂષ ચંદ્રમા થયા તેના વંશજ ચંદ્રવંશી કહેવાયા. દશમા પુરૂષ યદુ થયા તેના કુળના યાદવ અથવા જાદવ કહેવાયા. ૫૪ માં પુરૂષ શ્રીકૃષ્ણ યાદવ થયા તેમને કુમાર, ૫૫ મો પુરૂષ સામ્બ થયો તે મિશ્ર (ઈજીપ્ત) દેશમાંના શેણિતપુરના રાજા બાણાસુર પછી થયેલા રાજા કૌભાન્ડની કુંવરી રામા વેરે પર હરે, તેથી તેને ૫૬ મો પુરૂષ ઉષ્ણક નામે કુંવર થયે, તે યાદવા
સ્થલી થઈ ત્યારે પોતાને મોસાળ શેણિતપુરમાં હતા. તે કૌભાડને કુંવર ન હોવાથી તેની પછી ગાદીને વારસ થયે. તેના વંશમાં ૧૩૫ મે દેવેનુ નામે ઇસવી સનના છઠ્ઠા સૈકાને અંતે શોણિતપુરમાં રાજા થયે; તેને ચાર કુંવર ૧ અસપત (અશ્વપતિ) ઉર્ફે ઉગ્રસેન, ૨ ગજપત (ગજપતિ), ૩ નરપત (નરપતિ), અને ૪ ભૂપત (ભૂપતિ) નામે થયા. તેમના વખતમાં હજરત મહમદ પૈગમ્બરે મુસલમાન ધર્મ ચલાવ્યું. મિશ્ર દેશની કેટલીક પ્રજા મુસલમાન થઈ. આ ચારે ભાઈઓને મુસલમાન થવાની ફરજ પાડવામાં આવી ત્યારે પોતાનું રાજ્ય છોડ્યું અને ત્યાંથી નાઠા. મોટો ભાઈ અસપત મુસલમાન થયા, બાકીના ત્રણ ભાઈ આગળ ચાલતા હાલના અફગાનીસ્તાનમાં આવ્યા, ત્યાં, એ ત્રણમાંથી હેટા ગજપતે પિતાને નામે,વિક્રમ સંવત ૭૦૮(ઈ. સ. ૬૫૨)ના વૈશાખ શુદિ ૩ શનિવારે રોહિણી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com