________________
મૂળરાજ સોલંકી
૫૯
વધારે જોરથી ટક્કર મારે છે અથવા વાધ જેમ ક્રોધાયમાન થઈ ને નમી સંકેાચાય છે તેમ વધારે મારાત્મક અસર કરે એવી તલપ મારી શકે છે તેમ તમારે તમારૂં પરાક્રમ પાછું ખેંચી રાખવું. આમ વ્હેવા ઉપરથી અથવા પેાતાની નિત્યની પ્રપંચી રીત પ્રમાણે મૂળરાજ અણહિલવાડ તજીને, ઘણે આધે અને કાઈ ના હલ્લે થઈ શકે નહિ એવા કચ્છના નાકા ઉપર આંથકાo કિલ્લા છે તેમાં ભરાઈ પેઠે, તે એવી આશાથી કે ચામાસામાં હરકત પડશે તેથી અજમેરના રાજાને પાછા જવું પડશે. પણ તે રાજાએ તે ચેામાસામાં પણ ટકાવ કો ને જ્યારે નવરાત્ર આવ્યાં ત્યારે હલ્લા કરવાની તૈયારી કરી. મૂળરાજે કાંઈ લાલચ આપીને અજમેરના લશ્કરને પાછું મ્હાડયું, પણ
૧ ક્ચ્છના ભચાઉ તાલુકામાં આ કિલ્લા છે તે કંથાદુર્ગ અથવા ૐથાગઢ પણ હેવાતા હતા. ઇ. સ. ૯૪૩ માં જામ સાજિયે પુરા કરચો અને તેના પિતા જામ યાજિયે આરંભ કર્યો હતા. ૨. ઉ.
૨ સૈરૂતુંગના લખવા પ્રમાણે (લાલચ આપી હાગ્યા નથી પણ) નીચે પ્રમાણે બન્યું છેઃ—
નાગેાર અથવા સપાદલક્ષના રાજાએ જ્યાં પડાવ નાંખ્યા હતા ત્યાં જ, શાકંભરી નામે નગરી વસાવી, પેાતાની ગાત્રદેવીને ત્યાં જ મગાવી નવરાત્ર કરી મૂળરાજે લહુણિકા કરવાના મિષે પેાતાના સામંતાને સંકેતયુક્ત કંકાતરિયા લખી. તે પ્રમાણે ત્યાં જે આવે તેમને સત્કાર કરવા માટે, રાજપુત્રને અગાઉથી મેાકલ્યા, અને પાતે પણ મુહૂર્તને સમયે સાંઢણી ઉપર ખેશી આવી પ્હોંચ્યા. ને સપાદલક્ષની છાવણીમાં પેશી, તેના તંબુ આગળ જઈ, તેમાં પ્રવેશ કરો. સંકેત પ્રમાણે તેના સામંતા પણ ચાર હાર ધોડેસ્વાર સહિત આવીને તેના તંબુની આસપાસ વિંટળાઈ વળ્યા. મૂળરાજે સપાદલક્ષના ઉત્તરમાં કહ્યું કે, “આ ભૂમંડળમાં મારા સામે થાય એવા બળવાન મુકુટધારી હજી મેં “જોયા નથી. પણ આપ અહિં યુદ્ધાર્થે પધાયા છે તેથી યુ કરવાના પ્રસંગ મને પ્રાપ્ત “થયે। તેથી હર્ષ થાય છે. પરંતુ તૈલપને સેનાપતિ ખારપ અહિં ચડી આવ્યા છે તેને “શિક્ષા કરીને હું પાછે આવું ત્યાં સુધી આપે સુખે અહિં ચેાભવું. પછીથી યુદ્ધના રસ “પરસ્પર આપણે ચાખીશું. આ વાત નિવેદન કરવાને હું આવ્યા છું.’ સપાદલક્ષે કહ્યું કે, “એક કટાર ઉપર ઝુઝવી આપ મારા જેવા શત્રુના અગણિત સેન વચ્ચે થઈને આવ્યા “તેા આપના સાહસિક ધૈર્યને ધન્ય છે ! આપની સાથે મિત્રતા રાખવી યેાગ્ય છે.” મૂળરાજ ત્વરાથી ત્યાંથી ઉઠી પેાતાના સામંતા સહિત સાંઢણી ઉપર પાછે। સવાર થઈ બારપની છાવણી ઉપર તૂટી પડ્યો, ને તેની સેનાને ધાણુ વાળી દઇને હર! હર ! મહાદેવ ! કહેતા જય મેળવી પા। ફર્યાં અને શાકંભરી ભણી આવ્યા તા સપાદલક્ષ તેનું આપ સંબંધનું પરાક્રમ જાણી જતા રહ્યો હતેા. આ બનાવથી પેતે ઘણા પ્રસન્ન થયા, અને
આ પિરણામ અમર કરવાને તેણે મૂળરાજ વસહિકા અને કુંજાલદેવ સ્વામીને પ્રાસાદ કરાવ્યા.હે છે કે તેના ભક્તિભાવ જોઈ સામેશ્વર મહાદેવ તેના ઉપર પ્રસન્ન થયા અને અંડલિક નગરમાં તેને દર્શન આપ્યાં અને કહ્યું કે, “તારા અણહિલપાટણમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com