________________
૫૮
રાસમાળા
ચાવડા વંશને નાશ થઈ જવાથી, આસપાસના સર્વે રાજાઓને ગજરાતનું રાજ્ય લઈ લેવાને લેભ લાગ્યો, તેમાં મૂળરાજે, પિતાનું નવું મેળવેલું રાજ્ય તેના શત્રુઓથી રક્ષવાને ઘણી ખુદાઈભરેલી યુક્તિ કરવા માંડી. ઉત્તરમાં નાગર અથવા શાભર(સામ્બર)નો રાજા જે એક લાખ ગામને (સપાદલક્ષ) ધણી હતા, અને પછીથી તેનું રાજ્ય અજમેરને નામે પ્રસિદ્ધ થયું છે, તેણે એના ઉપર પ્રથમ હલ્લે કર્યો. તે જ વેળાએ તિલંગાના રાજા તૈિલિપના સેનાપતિ મારપે ગૂજરાત ઉપર ચડાઈ કરી. મૂળરાજને ઇતિહાસ લખનાર કહે છે કે, તેના પ્રધાને તેને સમજાવ્યો કે, ઘેટે જેમ પાછો હઠી
જે રાજદંડ અન્યાયથી ખેંચાવી લીધું હોય, તે જેવા કલહભરેલા પ્રકારથી મેળવી લેવામાં આવ્યા હોય તેવા જ પ્રકારથી સાચવી રાખવો પડે છે, અને જે લપશી “પડાય એવી જગ્યા ઉપર ઉભા રહે છે તેને નિર્બળ આધાર ટકાવી શકતો નથી.”
૧ મેરૂતુંગ સપાદલક્ષ જણાવે છે, રોહાણરાજ વિગ્રહરાજ.
૨ મિસ્તર વાલ્ટર એલિયટે રિયલ એશિયાટિક સોસાઈટીના પુસ્તકના ૪ બાગના પાના. ૧ પ્રમાણે) કલ્યાણના ચાલુક્ય અથવા સેલંકી વંશનું વર્ણન કરતાં
તલપદેવ” નામના રાજા વિષે લખ્યું છે, તેણે શક ૮૫ થી ૯૧૯, (અથવા સન ૯૭૪ થી ૯૯૮) ૯૭૩-૯૭ સુધી રાજ કર્યું, તેથી તે મળરાજના સમયને હિતે, માટે બેશક અહિં તૈિલપ લખ્યો છે તે જ એ તિલપદે માળવાના બહાદુર રાજા મુંજને મારો હવે એવું લખ્યું છે. મિ. એલિયટે, કલ્યાણ રાજ્યની ઉત્તર દિશાની સીમા નર્મદા નદી લખી છે. (પ્રાચીન ગુજરાતને કર્તા લાટ દેશને આરપ કહે છે.)
૩ કીર્તિકૌમુદીમાં લખ્યું છે કે, લાટેશ્વરને સેનાપતિ બારપ જે બીજા કોઈનાથી હઠે નહિ એ હતું તેને અસાધારણ પરાક્રમવાળા મૂળરાજે હણીને તેના હાથિયોને સમૂહ લઈ લીધે. ભાષાન્તરમાં આચાર્ય વલભજીની કવિતા બીજા સર્ગમાં નીચે પ્રમાણે છે
હવે ચૌલુક્ય ભૂપાળ, પુરને પાળતું હતું ઝીતી રાજન્સમાજને, મૂળરાજ કરી છતે ૧ જિત–શત્રુથી છૂટેલી, કૃષ્ણનીવત ગુણે કરી ગૂર્જરેશ્વર-રાજશ્રી, જેને પિતા થકી વરીસેનાની લોટેશ્વરને, અસામાન્ય પરાક્રમી; તે બાપને હણે જેણે, હાથીસેના ઝહી દમી. ૩ પડેલા છે શત્રુ જેણે, તે સ્વબાતણું રણે નિશાન કચ્છભૂપાળ, લાખાનું કહ્યું જેહણે ૪ હર્યું દારિદ્ય દાન દઈ, જિત્યા શૌર્યથી દુર્જને કીર્તિએ રામને ઢાંકી, કહું રાજ્ય ઘણું દિને. ૫
(૧૩). ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com