________________
રાસમાળા
જે તમે વલભીપુરને નાશ કરે તો હું એક કરોડ મહેરે આપું. રાજાએ તે કરાર કબૂલ કરીને સેના તૈયાર કરી કુચ કરવા માંડી. રસ્તે જતાં મેલાણ કરી રાજા પોતાના તંબુમાં અર્ધા જાગત ને અર્થે ઉંઘતે સૂતો હતો તેવામાં, છત્રધારને કાકુ રંકના ભણીથી કાંઈ ઇનામ મળ્યું ન હતું માટે અગાઉથી વિચાર કરી રાખ્યા પ્રમાણે બોલવા લાગે –“આપણું રાજાના દરબારમાં કોઈ ડાહ્યું માણસ નથી, નહિતર એક અજાણ કુળના અને જેની રીતભાતની કોઈને ખબર નથી, તથા તે સારે છે કે નઠારે તે કોઈ જાણતું નથી એવા એક રંક નામના વેપારીના ભમાવ્યાથી, પૃથ્વીના મહાન ઈન્દ્ર સમાન આ અશ્વપતિ સૂર્યના પુત્ર શીલાદિત્ય ઉપર ચડાઈ કરવાને આવે નહિ.” રાજા આ સુખદાયક ઔષધના જેવાં વચન સાંભળી બીજે દિવસે આગળ વધ્યો નહિ. પછી રંકના સમજવામાં ખરું કારણ આવ્યું એટલે બહીને ચાકરની ઈચ્છા પ્રમાણે મહોરો આપીને તેને તૃપ્ત કર્યો, ત્યારે તે રાજાની હુઝરમાં બીજે દિવસે ઉપરના જેવો જ લાગ જોઈ બોલ્યો કે –“વિ“ચારીને કે વિના વિચારે એક વાર પગલું ભર્યું તે ભચું, આ સિંહ સમાન “મહાન રાજાએ એક ડગલું ભર્યું તે હવે આગળ ચાલવામાં શભા છે. “જ્યારે સિંહ રમતાં રમતાંય પણ હાથીને નાશ કરી શકે છે ત્યારે પછી તેને મૃગપતિ અથવા મૃગવધ કરવાનું નામ કહેવરાવી શા માટે હલકાં પડવું જોઈએ ? બેમાંથી એક નામમાં પ્રતિષ્ઠા નથી. આપણા રાજાનાં પરાકમ અપાર છે, એના સામે કોણ ટક્કર લઈ શકે એવો છે ?” આવાં વચનથી ખુશ થઈને પ્લેચ્છ રાજા, ટંકાના ગડગડાટથી આકાશ અને પૃથ્વીને ગજવી દેતે આગળ ચાલ્યો.
આણુભગ વલભીમાં, સંકટ આવી પડવાનું છે એવું જાણુને શ્રીચંદ્રપ્રભુ, પ્રીવર્ધમાક દેવ અને બીજી મૂર્તિયોએ શિવપટ્ટણ (પ્રભાસ), શ્રીમાલપુર, અને બીજાં નગરે ભણી પ્રયાણ કર્યું. શ્રીમલવાદી મહામુનિ પણ, પિતાના ભકતો સહિત પચાસર જતા રહ્યા. પ્લેચ્છની સેના નગરની પાસે
૧ “જ્યારે રાજ્યમાં કોઈ સંકટ આવી પડવાનું હોય ત્યારે, તેમના દેવની મૂ“ર્તિ જતી રહે નહિ એટલા માટે અસલી લેકે તેમને સાંકળી લેતા. ફિનિશિયન “લોક મેલ કાર્થની મૂર્તિ નિરંતર સાંકળી લીધેલી રાખતા.”—-આન્ધનની કલાસિકલ ડિકશનરી પૃ. ૬૦૧.
“ભ્રષ્ટ બુદ્ધિના ચાહુદી લોકોને તેમના કેપકારણને લીધે શિક્ષા થવાની હતી “યારે તેમના દેવલના જે અદશ્ય રક્ષકો હતા તે કહેવા લાગ્યા કે ચાલો આપણે “અહિંથી જતા રહિયે.’’--હિબ્રુસ સર્મન ઇન ઇંગ્લંડ પૃ. ૬૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com