________________
વલભીપુરને વિનાશ-દંતકથા
૧૭ આવી પહોંચી, અને રંક જે પોતાના દેશના નાશને ધિ કારવા યોગ્ય કારણરૂપ હતે તેણે દગો દઈ પ્લેચ્છોને શીખવ્યું, તેથી તેઓએ સૂર્યકુંડ ગાયના લેહીથી ભર્યો, એટલે શીલાદિત્યની ચડતી કળાનું કારણ જે તેને પવિત્ર ઘેડ હતો તે ત્યાંથી રાજાને તજી દઈ વિષ્ણુના ગરૂડની પેઠે આકાશમાં જતો રહ્યો. આ પ્રમાણે શીલાદિત્ય નિરૂપાય થઈ ગયો, તેથી મરાય ને સ્વેચ્છાએ, જાણે રમત કરતા હોય તેમ, વલભીપુરને નાશ કર્યો.
વલભીપુરીના નાશ વિષે હિન્દુઓમાં દંતકથા ચાલે છે તે ઉપર લખેલા જૈનના વૃત્તાન્ત કરતાં કેવળ જૂદી જ છે, અને ઘણું કરીને તેમાં ઈતિહાસવિષયક કશે આધાર નથી. આ દંતકથા, મેદાનનાં નગરોની વાત સાથે અને લાટની સ્ત્રીના મરણની વાત સાથે, એટલી બધી મળતી આવે છે કે એ અદ્ભુત વાતની છાયા અને ઈશારાથી ઉપજેલી વાત કરતાં કોઈ બીજી હોય એવું તે ભાગ્યે જ ધારી શકાય. આપણે જાણિયે છિયે કે, જેને એકાએક પત્તો લાગી શકે નહિ, અને ભાગ્યે જ માનવા જોગ હોય એવી વાત એશિયા ખંડના પ્રાચીન અને ઘણું અર્વાચીન લેકેમાં ચાલતી આવી છે. અને હિન્દુ કે, જે ચમત્કારિક વાતને ગમે તે પ્રકારે પત્તો લગાડવાને નિરંતર આનંદ માની લે છે, અને જેઓ જાણે છે, કે શક્તિમાન ઈશ્વર જે “ભૂમિ ઉપર વસનારા કેનાં પાપકર્મને લીધે, તે ભૂમિ ફળદ્રુપ હોય તેને ઉજજડ કરી નાંખે છે તેના કોઈ પણ કોપને લીધે જ એક વાર દબદબાભરેલી વલભી સકડે વર્ષથી ઉજજડ થઈ પડી રહી એવું માની, ગઠતું આવતું કારણ ઠરાવી દેવાને તેઓને સ્વાભાવિક વલણ થયા વગર રહે નહિ.
તે દંતકથા એવી છે કે, “હુંડીમલ નામે સાધુ, પિતાનો એક શિષ્ય લઈને “વલભીપુર આવ્યો. આ પવિત્ર પુરૂષે વલભીની છેક પાસે તે વેળાયે ચમારડી નામે એક જગા હતી, તેની પાડોશમાં ઈશાવળાના ડુંગરની તલાટીમાં નિવાસ
૧ પ્રબંધચિંતામણિમાં એમ છે કે, પંચશખવાદકોને (બંડ વા જેવું વગાડનારાએને) લાંચ આપીને ફેડ્યા એટલે સૂર્યના આપેલા અશ્વ ઉપર ચડીને શીલાદિત્ય યુદ્ધ કરવા આવ્યો કે તરત જ તેમણે જ જોરથી વાજાં વગાડ્યાં તેથી ઘડે ભડકીને આકાશમાર્ગે ઉડતાં રાજા પડ્યો ને સૂર્યલોકમાંથી અશ્વ આવ્યો હતો તે ત્યાં જ રહે.--૨. ઉ.
૨ કચ્છ માંડવી પાસે રાયણું ગામ છે, તેની સમીપ એક પાટણ હતું તેના તથા ભદ્રાવતીના નાશ વિષે આવી જ દંતકથા ચાલે છે, તેમાં સાધુનું નામ દુધણીમલ કહેવાય છે.
આ દંતકથાને લગતી અવધૂતના અભિશાપની વાત “અનંગ પ્રભા”માં પૃ. ૧૪૧થી ૧૪૭ સુધીની The Indian Antiquery ઉપરથી લખી છે તે વધારે સારી છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com