________________
વનરાજ ટોળી માંહેલે એક હતો, અને જેણે રસ્તા બતાવ્યા હતા, તેથી તેને તે
ઉપકૃત થયો હતો, માટે પિતાના રાજધાની નગરનું નામ એના નામ ઉપરથી • પાડવાનો ઠરાવ કરી રાખ્યો. રઝળતાં રઝળતાં ઘણું વર્ષ વહી ગયાં; વનમાં તેના પરાક્રમી અને વિશ્વાસુ મામા શૂરપાળનો નાશ થયો, પણ બીજા મિત્રો આવી મળવાથી તેની ખોટ પૂરી પડી. વનરાજ તે નામના જ વનરાજ રહ્યા અને ખરેખરી રાજપદવી મેળવવાનાં કાંઈ ચિત જણાયાં નહિ, તે પણ તેણે પિતાને મમત મૂકે નહિ. તેની મમતા હતી તે તેને તેનું ફળ મળ્યું. રાજા ભૂવડે ગૂજરાતની ઉપજ ખાવાનું પિતાની કુંવરી મિલણદેવીને સોંપ્યું હતું, અને તે કુંવરીની વતી વ્યવસ્થા કરનારા સલાહકાર હતા તેઓએ ચાવડા સરદારને “સેલબ્રત” અથવા બરછીદારને અધિકાર સો હતું, અને તેને બદલે છેક હાલની વેળાના ઠાકુરે પેઠે એવી મતલબથી કરાવ્યો હતો કે જેણે કરીને તેના વિષેને ઉંચે જીવ રહે નહિ ને રક્ષણ પ્રાપ્ત કરી લેવાય. પણ એથી કરીને એકે મતલબ સરી નહિ. કલ્યાણના પ્રતિનિધિઓ દેશમાં છ મહિના રહ્યા તેટલી વારમાં પુષ્કળ દ્રવ્ય, અને સેરઠમાં જાતવાન ઘોડા થાય છે તે, પાર વિનાના લઈને ઘેર જતા હતા, તેઓના ઉપર વનરાજે હલ્લે કર્યો, તેમને લૂટયા અને જીવથી મારી નાંખ્યા. આ ઉપરથી કલ્યાણના રાજા સાથે તેને વૈરભાવ ઉત્પન્ન થયે, તેમાંથી બચી જવા, ઉપરનો બનાવ બન્યા પછી કેટલીક વારે તેને વગડામાં અથવા પહાડમાં જ્યાં સંતાઈ રહેવાની સારી જગ્યા મળી ત્યાં રહેવાની જરૂર પડી પણ તેને જે લૂટ મળી હતી તેથી તુરત જ પિતાની આગળની ધારી મૂકેલી ધારણું પાર પાડવાને શક્તિમાન થયો, તે એ કે, નવું રાજધાની નગર અણહિલપુર અથવા અણહિલવાડ (અનહિલ પાટણ) બાંધવાનું તેણે શિરૂ કર્યું.
એક કવિત છે તેમાં કહ્યું છે કે “સંવત ૮૦૨માં (ઈ. સ. ૭૪૬) “સદાકાળ રહે એવું નગર સ્થાપવામાં આવ્યું; મહા વદિ ૭ અને બલિષ્ટ “શનિવારે, ત્રીજે પહોરે, વનરાજની આણ વરતાઈ” એક જૈન સાધુ, “જે જ્યતિ શાસ્ત્રમાં કુશળ હતો તેની પાસે શહેરની જનેતરી કરાવી પૂછ્યું.
૧ મેરૂતુંગ “મહણિકા” નામ લખે છે, અને કુમારપાલ ચરિતમાં મહણલદેવી એવું નામ છે.
૨ પ્રબંધ ચિતામણિમાં લખે છે કે, વનરાજે તેમની પાસેથી એક લાખ રૂપાનાણું અને જાતવંત ચાર હજાર તેજી ઘોડા લીધા. વળી કુમારપાલ ચરિતમાં ૨૪ લાખ સેનામેહેર અને ૪૦૦ ઘોડા લખે છે, તેમ જ એક બીજા પુસ્તકમાં ૧ લાખ કરી જણાવી છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com