________________
૫૦
રાસમાળા
વિષેને જે વૃત્તાન્ત છે તેને ઉતારે અમે હવે કરિયે છિયે, અને આ ઉપરાન્ત વળી મુડદાને બાળવાને ચાલ છે, તેથી સ્ત્રિયે પિતાના ધણીની પછવાડે તેની ચિતામાં બળી મરે છે; તપસ્વી નગ્ન અથવા માત્ર મૃગચર્મ ધારણ કરીને સૂર્યના તાપ સામું કેટલાક કાળ સુધી જોઈ રહેવાનું તપ આચરે છે એ આદિ ચાલ છે તે વિષેને ઉતારે પણ અમે આપિયે છિયે. તે પ્રવાસી લખે છે કે,
આ સર્વે રાજયોમાં રાજ્યસત્તા રાજાના કુટુંબિયામાં જ રહે છે, ત્યાંથી છૂટી પડતી જ નથી; અને એક જ કુટુંબના, એક બીજાની પછવાડે “ગાદિયે બેસે છે. એ જ પ્રમાણે વિદ્વાન, વૈદ્ય, અને બધી જાતનાં શિલ્પશાસ્ત્ર
જાણનારા બધા કારીગરેની જૂદી જૂદી નાખે છે, અને જેઓને ધંધે “જૂદો છે તેઓ એકબીજાની નાતમાં કદિ મળી જતા નથી.” એક કરતાં વધારે ઢિયે પરણવાને ચાલ, ખાવામાં માત્ર ચેખા વાપરવાને સાધારણ ચાલ, મૂર્તિ પાસેથી પ્રત્યુત્તર લેવાને ચાલ, ખાતાં પહેલાં ન્હાવાને ચાલ અને બીજા ચાલ વિષે પણ લખ્યું છે. વળી લખ્યું છે, કે “હિન્દુસ્તાનનાં રાજ્યમાંથી “રાજાઓને જોઈયે એટલા મત સિપાઈ મળી શકે છે, ને તેઓને લડાઈને સારૂ એકઠા કરવામાં આવે છે ત્યારે તેઓ પિતાને ખર્ચ રણભૂમિ ઉપર જાય છે, ને રાજાને માથે કાંઈ પડતું નથી.”
અબુઝીદ અલહસન, બીજે પ્રવાસી ઉમેરે કરે છે કે, “હિન્દુઓમાં “એક સાધારણ ચાલ છે કે, સ્ત્રી અથવા પુરૂષ, જ્યારે ઘરડાં થાય અથવા “જાણે કે ઘણાં વર્ષ થવાથી હવે મરી જવાશે ત્યારે પિતાના કુટુંબનાં માણ“સોને કહી રાખે છે કે અમને અગ્નિમાં હમજે, અથવા પાણીમાં જળપાત “કરજે, કારણ કે તેઓને નિશ્ચય હોય છે કે અમારે બીજો અવતાર થશે.” તે કહે છે કે, “હિંદુઓમાં યોગી અને વૈદ્ય હોય છે તે બ્રાહ્મણને નામે “ઓળખાય છે. તેમનામાં કવિઓ હોય છે, તેઓ રાજાઓનાં જૂઠાં વખાણની “કવિતા કરે છે. તેનામાં જેશી છે; વિદ્વાન, ભવિષ્યવર્તનારા, અને પક્ષિ“નું ભ્રમણ જાણનારા પણ છે, અને બીજા, જન્માક્ષરની ગણતરી બાંધવાનો “કે સખનારા પણ છે, તેઓ મુખ્યત્વે કરીને ગોરાઝના રાજ્યમાં કનુજ'
૧ “એશિયા ખંડના ઘણા ખરા લોકો જ્યોતિષ વિધાની તરફેણમાં એટલા બધા, ઘેલા હોય છે કે, તેઓના કહેવા પ્રમાણે, તેઓ એવું માને છે કે જે જે બનવાના “લેખ, ઉપરથી લખાયા હોય છે તે તે લેખ નીચે બને છે. હરેક કામ કરતાં પહેલાં “તેઓ જેશીને પૂછે છે; લડાઈ કરવા સારૂ બે સેના, સજીને સામસામી તૈયાર થઈ રહી હોય પણ ચકનની ઘડી નક્કી કરયા વિના લડાઈને પ્રારંભ કરવાને વિચાર સેનાપતિ“ના મનમાં આવે જ નહિ-તેમ જ જોશિયાને પૂછ્યા વિના કોઈ સેનાપતિ ઠરાવવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com