________________
૫૪
રાસમાળા
કાંઈ સંતાન ન હતું. તે ઉપરાન્ત અણહિલવાડની ગાદિયે સોલંકી વંશ શ રીતે આવ્યો તેને વૃત્તાન્ત પણ લખ્યો છે.
કલ્યાણના ભૂવડ રાજાની ચોથી પહેડિયે ભુવાદિત્ય કરીને રાજા છે, તેને ત્રણ કુમાર હતા, એકનું નામ રાજ, બીજાનું નામ બીજ, અને ત્રીજાનું નામ દંડક (દડક). તેઓ સોમનાથ મહાદેવની યાત્રા કરીને પાછા વળતાં સામતસિહના દરબારમાં આવ્યા. સો વશા તે એકલી યાત્રાને માટે જ તેમણે પિતાનું ઘર છોડ્યું નહિ હોય, પણ રજપૂત રાજવંશિયાના બહાના ભાઈને
૧ ચાવડાના ભાટના કથન ઉપરથી એમ જણાય છે કે,
સામંતસિંહને સંતાન ન હતું એમ કહેવામાં આવે છે તો પછી મૂળરાજને તેના પછી પાટે બેસવાને સંભવ છતાં તે તેને મારી નાંખત નહિ, પરંતુ સામંતસિંહને એક કુંવર હતો તેનું નામ અહિપત હતું. જ્યારે મૂળરાજે સામંતસિંહને મારયો ત્યારે અહિપતને લઇને તેની મા, જે ભાટી રજપૂતાણી હતી તે, પોતાને પિયર તત (સિબ્ધ અને મારવાડની વચ્ચેના રણમાં છે) ગઈ કેમકે જેસલે જેસલમેર વસાવ્યું તે પહેલાં ભાટી રજપૂત ત્યાં રાજ્ય કરતા હતા. અહિપતને વય આ સમયે સુમારે એક વર્ષનું હતું. કેટલેક વર્ષે તે કચ્છમાં લાખા ફૂલાણને શરણે આવ્યો તેથી મેરગઢ ગામ તથા તેની આસપાસની ભય તેના નિર્વાહને અર્થે આપી. મૂળરાજ અને લાખા મૂલાણને વૈર બંધાવાનું આ પણ એક કારણ હોય એ સંભવ છે. લાખા ફુલાણી
આટકોટ પાસેની લડાઈમાં ઇસ. ૯૭૯માં મરાય, અને મૂળરાજે કચ્છ ખાલસા કર્યું, તેવામાં અહિપતે તેનાં ઘણું ગામ કબજે કરી લીધાં (કેટલાક કહે છે કે ૯૦૦ ગામ લીધાં) અહિપતની પંદરમી મહેડિયે પૂજે છ ચાવડે થયે; પિતાના સમયમાં તે મેરગઢ ખેાઈ બેઠે. આ સમયે કચ્છમાં જામ ઘાવજી અને પછી વેણછ હતા, તેમના સમયમાં, જામ અબડાજિયે ઘણી લડાઈ કરી છે. તેણે ચાવડાઓને નસાડ્યા હશે એમ સંભવ છે. પૂછ મેરગઢથી ધારપુર (પાલણપુર તાબામાં) ગયો અને ત્યાં ૮૪ ગામ તાલુકો જમાવ્યું, પણ અલ્લાઉદ્દીને ગુજરાત લીધી તે સમયે પંજાજીને તાલુકો પણ ગયો અને તે પાદશાહની નોકરીમાં રહ્યો. પછી સારી નોકરી જોઈને પાદશાહે તેને અંબાસર નીચે ૨૫૨ ગામ આપ્યાં. અંબાસરમાં તેના પછી પાંચમે ઠાકોર જયસિંહ ચાવડે થયે તેને ત્રણ કુંવર હતા, તેમણે ત્રણે ભાગે ગામ વહેચી લીધાં. ઈશ્વરદાસ વડીલ હતા તે અંબોડમાં, સુરજમલ વરસોડામાં, અને સામતસિંહ અંબાસરમાં જ રહ્યો. સામતસિંહથી પાંચમો પુરૂષ સુરસિંહજી થયે, તેણે હાલના મહિકાંઠાના ગામ માણ સામાં ગાદી કરી. હવણુ ઠાકોર રાજસિંહજી ચાવડા માણસામાં છે તે સુરસિંહજીથી ૧૨ મા પુરૂષ છે.
૨ પ્રબંધચિન્તામણિમાં ભૂદેવ-ભયડદેવ એવું નામ લખ્યું છે. અને એને વંશ ભૂયડરાજવંશ (ભદેવક) એમ લખ્યું છે. ભૂવડને, કર્ણાદિત્ય, તેને ચંદ્રાદિત્ય, તેનો સમાદિત્ય, અને તેનો ભુવનાદિય થયો એમ રનમાળામાં કહ્યું છે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com