________________
રાસમાળા
લખનારાઓ જેને પરેશાદત કરીને કહે છે તે ઈ. સ૯૨૦ માં ગાદિયે બેઠે.
તે પૃથ્વીને વિષે સૂર્ય જેવો હતો, તેની શોભા અતુલ્ય હતી, તેણે દુનિયાનું દુઃખ નિવારણ કર્યું, તે બળવાન, હિમ્મતવાન, અને વચન પાળવામાં પ્રખ્યાત હતા. તે પિતાના રાજ્યમાં ચોર, ઠગારા, સ્ત્રીલંપટ અને જૂઠાઓને વસવા દે નહિ.” તે સન ૯૩૫માં મરણ પામ્યો. તેના પછી તેને કુવર સામતસિંહ ગાદિયે બેઠો. તે વનરાજના કુળનો છેલ્લો રાજા હતું. તેની સાથે ચાવડા વંશની સમાપ્તિ થઈ
એમ. રોડના લખ્યા પ્રમાણે, આર્નસ્તાનના પ્રવાસિયોએ હિન્દુસ્થાનની ભેટ લીધી હતી તે, ક્ષેમરાજ અને ભૂવડની કારકીર્દિમાં લીધી હતી; અને આ બંને રાજ્યને વૃત્તાન્ત શેડો મળે છે, તેવામાં વળી તે પ્રવાસિયેની નોંધ અગર જે આ જગ્યાએ લાગુ પાડવી કઠણ છે, તે પણ વનરાજના વંશજોને લાગુ પડે છે એવી ધારણ કરવામાં આવી છે, માટે આ જગ્યાએ દાખલ કરવા યોગ્ય છે. પહેલો પ્રવાસી નીચે પ્રમાણે કહે છે:
“હિન્દુ અને ચીનાઈ બંને લેક કબુલ કરે છે કે, પૃથ્વી ઉપર ચાર “મહાન અથવા મુખ્ય રાજાઓ છે; તેમાં આર્બસ્તાનને રાજા મુખ્ય છે,
અને નિઃસંશય બીજા રાજાઓ કરતાં તે ઘણે જ શક્તિમાન, ઘણો દ્રવ્ય“વાન, અને સર્વ વાતે સર્વોત્તમ છે, એવું પણ તેઓ માન્ય કરે છે, તેનું “કારણ એ જ કે, તે મોટા ધર્મને અધ્યક્ષ અને રાજા છે, તેમ જ તેનાથી હેટાઈમાં અને સત્તામાં કોઈ પણ ચડિયાત નથી.
“ચીનને અધિરાજા, આર્નસ્તાનના રાજા પછીની પિતાની પદવિ ગણે છે, તેના પછી ગ્રીક લેકેને રાજા છે; અને છેલ્લે, મેહરમી અલ
૧ અઈનઅકબરીમાં ચાવડાવંશની વિગત આપી છે તેમાં રાવતસિહ નામ લખ્યું છે –
રામરાજ (વનરાજ) ૬૦ વર્ષ રાજ્ય કરયું. યોગરાજક્ષેમરાજ (ભીમરાજ) રાજા પિયુ (ભૂવડ) રાજા વિજયસિંહ રાજા રાવતસિંહ (રનાદિય) રાજા સાવંતસિંહ (સામતસિંહ)
૩૫
૨૫ ૨૯ ૨૫
છે -
૨ મેડિંગ એનું નામ ભૂયગડ દેવ કહે છે.
૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com