________________
જ
રાસમાળા
વનરાજના પુત્ર સંબંધી થોડી જ વાત જાણવામાં આવી છે, તથાપિ તેટલી થેડી વાત ઉપરથી પણ જણાય છે કે તે જે સમયમાં થયે તે કરતાં પણ વધારે સારા સમયને યોગ્ય હતું. તેણે નિરંતર પિતાનું રાજ્ય વધાર્યું, ને ઉપજમાં પણ વધારે કરે; તે યુદ્ધકળામાં પ્રવીણ હતા, ને ઈન્દ્રના જેવો બાણાવળી હતી, તે સાથે વળી અસાધારણ એ હતું કે, તે વિઘામાં નિપુણ હતા. પેગરાજનું રચેલું પુસ્તક, તેના સંબંધી ઈતિહાસ લખનારાઓની વેળા સુધી હૈયાતીમાં હતું, પણ તે શા વિષેનું હતું તે સંબંધી કાંઈ ખબર પડી નથી. સો વશા તે તે ચાવડાવંશની વંશાવળી વિષે હશે, અથવા એમ નહિ તે વિશેષે કરીને ઉમાપતિની પ્રાર્થનાનું અથવા રાધાના અવતારી રપ્રિયતમ કે જે સંબંધી ઘણું કવિતા થઈ છે, તેના વિષે હશે.
યોગરાજ જેવામાં અણહિલવાડમાં રાજ્ય કરતે હોતે, તેવામાં બનેલી માત્ર એક વાત ગુજરાતના ઇતિહાસ લખનારાઓએ લખી રાખી છે. - રઠ માંહેલા પણ બંદરે કેટલાંક પરદેશી વહાણ આવી પહોંચ્યાં, તેમાં વ્યાપારને મૂલ્યવાન માલ ભર્યા હતા, તેઓ કિયે બંદરથી કિયે દેશ જવાને હંકારી આવ્યાં તેની કંઈ ખબર ન હતી, તે પણ રાજાની મનાઈ છતાં, તેનું ઉલ્લંઘન કરીને, ક્ષેમરાજ કુંવર જે યુવરાજ હવે તેણે વ્યાપારિ ઉપર હલ્લો કરીને તેમને માલ લૂંટી લીધો. તેણે આ એક પરણાગતને નિયમ તેડ્યો તેથી રાજાને અતિ ખેદ થયો, અને ક્ષેમરાજ તથા તેના બીજા બે ભાઈ લૂટ કરવાના કામમાં સામેલ હતા તેઓને ઠપકે દઈને કહ્યું કે “મારા આખા “જિવતરમાં મેં જે કાંઈ કર્યું હતું તે સર્વ ઉપર તમે પાણી ફેરવ્યું.” વળી તેણે કહ્યું: “દર દેશાવરમાં જુદા જુદા રાજાઓની કારકીર્દિ વિષેની ડાહ્યા પુરૂષોએ જ્યારે તુલના કરી હતી ત્યારે ગૂજરાતના રાજા ચાર લોકો ઉપર “રાજ્ય કરે છે એવું કહી તેમને ધિક્કારી કહાડ્યા હતા. હું પણ તે રાજાઓની હારમાં ગણાઉં, એટલા માટે આપણા પૂર્વજોને લાંછન મેં ધોઈ નાંખવા “માંડ્યું હતું. પણ તમારા લોભથી તે પાછું તાજું થયું છે. નીતિશાસ્ત્રમાં
श्लोक-आज्ञाभङ्गो नरेंद्राणां वृत्तिच्छेदोऽनुजीविनाम्
पृथक्शय्या च नारीणामशस्त्रो वध उच्यते. અર્થ -રાજાની આજ્ઞાને ભંગ થાય, અનુછવી સેવક જન)ની આજીવિકાને છેદ અને સ્ત્રીની પૃથફ શયા એ વણ હથિયારે ત્રણેને ઘાત થયા કહેવાય.”
૧ મહાદેવ અથવા શિવ. ૨ શ્રીકૃષ્ણ, જે વિષ્ણુને અવતાર થયો તે.
૩ મેરૂતુંગના લખવા પ્રમાણે રામેશ્વર પત્તનને બંદરે વહાણ આવેલાં તેમાં તેજી હજાર એક ઘોડા અને ૧૫૦ હાથી આદિ કરેહેનો માલ હતો. ૨. ઉ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com