________________
વનરાજ
છે. ચંદુર ગામ જે પંચાસરની ઉત્તરે થેડેક માઇલને અંતરે છે તે વનરાજની જન્મભૂમિ હેવાય છે; અને બીજું એક ન્હાનું શહર જે વનરાજના નામ ઉપરથી વનેાડ હેવાય છે તે જ તેનું ન્હાનપણનું રહેઠાણુ હરશે. ત્યાં આગળ તેની કુળદેવી વનાવી માતાનું દેવાલય છે, તે ત્યાં વેન કરીને એક કૂવો છે તે તેની આજ્ઞાથી કરાવ્યા હશે, એમ વ્હેવાય છે. ગૂજરાતને આ ભાગ વઢિયારને નામે હજી લગી એળખાય છે, તે નામ જૈન ગ્રંથકારાએ આપેલું છે. ત્યાંની ધરતી સપાટ છે, વાવેતર ઘણું સારૂં થતું નથી, કેમકે તેની પડેાશમાં રણ છે તેના જેવી તેની ભોંય છે. તેમાં ન્હાનાં ગામડાં ઘણાં પાસે પાસે છે, તે ઝાડની ઘટા લગભગ આવી રહી છે, તેથી તેઓ છેટેથી પણ ઓળખાઈ આવે છે. પંચાસરની થડમાં રાતેાજ અને શંખેશર કરીને ગામ છે ત્યાં હજી સુધી જેનનાં દેરાસરનાં ખંડેર છે. તે એક બે વાર કરી બંધાયાં હશે, તથાપિ તેને અસલ પાયેા તેા એ જ ઠેકાણે હશે. વળાની આસપાસ જેવાં ખંડેર હાલમાં દીઠામાં આવે છે તેવાં જૂનાં શહરાનાં ખંડેર વિસરાડા અને ખીજાં ગામેાની પડેાશમાં જોવામાં આવે છે.
જે જૈન સાધુએ વનરાજનું રક્ષણ કરયું તેનું નામ શીલગુર્જર (શીલાંગસૂરિ) હતું, તે તેના જ અપાસરામાં આ રાજકુંવરે પેાતાની બાલ્યાવસ્થાના દિવસ ક્દાક્યા હતા એવું કહેવાય છે. અસલના વારામાં જેમ પૈસાયરસની વાતેા ચાલતી અને હવણાંના લખાણમાં જેમ રંગાઇડેરિયસ, આરવીરેંગસ અને જનાર્વલની વાતે ચાલે છે તે પ્રમાણે આ રાજવંશી બાળકના અસાધારણ
૧૯
૧ સાયરસ ઈરાનના રાજા હતા. તેણે એશિયાના પૂર્વ ભાગ જિતી લીધા પછી તેને સિથિયામાં માસેજિટીની રાણી ટામિસે હરાવીને તેનું માથું કાપી નાંખ્યું, અને તે મનુષ્યપ્રાણીના લેાહીથી ભરેલા વાસણમાં નાંખીને કહ્યું કે હવે તારી ઇચ્છામાં આવે એટલું મનુષ્યપ્રાણીનું લેાહી પીને તૃપ્ત થા. ૨. ઉ.
૨-૩ બ્રિટનના રાન સિમ્બેલાઇનના એ બે કુંવર હતા. આ બે ભાઈને અલે-રિયસ નામના એ જ રાજ્યને અમીર ચેારી ગયા હતા, તેનું કારણ એ હતું કે, એ અમીરને રાન્તએ વિના અપરાધે દેશનિકાલ કરચો હતા. આ કુંવરીને તેણે ગુફામાં ઉછેરવા હતા. જ્યારે તેઓ હેાટા થયા ત્યારે એવા મનાવ બન્યા કે એ જ અમીરે રાન્તને રામન લેાકા પાસેથી હાડાવ્યા હતા તેથી તેની એ અમીર ઉપર કૃપા થઈ એટલે તેણે બે કુંવરે। રાજ્યને પાછા સોંપી દીધા તેથી તે ઘણા રાજી થયા. ૨. ઉ.
૪. નાર્વેલ નામે એક ભરવાડ હતા તે સર માલકમની જાગીરમાં હેતેા હતેા. ત્યાં તેને એક સુંડલામાં સંતાડેલું એક બાળક મળી આવ્યું તેને તેણે પેાતાના પુત્ર પ્રમાણે કહેશું. આગળ જતાં તેના જાણવામાં આવ્યું કે આ બાળક સર માલકમના દેશહિતૃ છે એટલે તેની પુત્રી લેડી રેન્ડાના વ્હેલા ધણી લાર્ડ ડગલસથી થયેલેા પુત્ર છે. એ વાત તેની માના જાણવામાં આવી હતી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com