________________
રાસમાળા
બકવી કહિ.” પણ જયશિખરી બોલ્યો કે, “કન્યાકાળને સમયે અને રિપુ દરવાજા સુધી આવી પહોંચ્યો હોય ત્યારે શકુન જેવા નહિ, પણ શ્રીકૃષ્ણનું નામ લેવું.” એમ કહી તેના મનનું સમાધાન કરવું. જેમ ગાજવીજનાં તોફાનની વેળાએ વાદળાં એક બીજાની સાથે અથડાય છે, તેમ એક બીજાની ફેજ સામાસામી આવી ગઈ તેમનાં હથિઆર વીજળીની પેઠે ચમકારા દેવા લાગ્યાં; જેમ મેઘની ગર્જના થાય તેમ ધરતી, પગના ધમકારાથી, ધમધમવા લાગી; લડાઈનાં વાદિત્ર વાગી રહ્યાં; તેથી બીકણ હોય તેનામાં પણ શર આવે. જેમ વર્ષાઋતુમાં વર્ષાદ વરસી રહે છે તેમ બાણ અને અસ્ત્રને વર્ષાદ વરશી રહ્યો; હળ, મુશળ ને ફરીથી તેઓ લડવા લાગ્યા; હાથી સામા હાથી, ઘેડા સામા ઘોડા; ને રથી સામા રથી. લેહીની નદિયમાં કપાઈ મરેલાનાં મુડદાં તરવા લાગ્યાં; રણસંગ્રામને પિકાર જેમ વધવા લાગે તેમ સુભટે, આનંદ પામવા લાગ્યા. જેઓ હિંમત હારી જતા તેઓને ભાટ લેકે લલકારતા હતા. તેઓ કહેતા કે “એ શુરવીરેના પુત્રો ! રંગ છે તમને, આ રણભૂમિ રૂપી તીર્થ તમને ફરી ફરીને મળવાનું નથી, માટે જગતમાં જશ મેળો, ને સ્વર્ગ પામો. દેવતાઓના મુખમાંથી વાહ! વાહ!ના અવાજ કઢાવો અને અમર થાઓ.”
યુદ્ધને ઘુંઘાટ આકાશમાં પહોંચ્યો ને દેવતાઓને કાને જઈ લાગે; તેઓને લાગ્યું કે આ તે કુરુક્ષેત્રમાં ફરીને યુદ્ધ થયું કે શું ? અપ્સરા નાચવા લાગી, ગાંધર્વ હતા તે ગાવાવગાડવા લાગ્યા. ને પાતાળવાસી નાગ અને દેવતાઓ કંપવા લાગ્યા. શિવ આવે ટાણે રણભૂમિ ઉપર ભટકવા લાગ્યા ને પિતાની કદિ પૂરી થાય નહિ એવી જે રૂંઢમાળા તેમાં શુરવીરેનાં મસ્તક લઈ પરવવા લાગ્યા. ડાકણ અને ભૂત તેની આસપાસ વિંટાઈ વળ્યાં. જેગણિ અને માંસ ભક્ષણ કરનારા, પિતાનાં ખપ્પર લોહીથી ભરવા, ગીધ પક્ષીની પેઠે લલચાઈ આવી પહોંચ્યાં.
શૂરપાળે પિતાના સદાના શરપણાથી, ભટની સેનાને પાછી હઠાવી; પણ જે લેકે પાછા હઠતા હતા તેઓને ધિક્કાર કરી ધમકાવીને રાજા ભૂવડે કહ્યું કે “જે પાછા હડ્યા તે તમને મારે હાથે પૂરા કરીશ.” ભટ મરણિયે થઈને શત્રુની ફેજમાં ટૂટી પડ્યો, ત્યાં તેણે ઘણુ જણને માર્યા પણ તેના ઉપર બાણને વર્ષાદ વર્ષવાથી તે પડ્યો ને શૂરપાળના હાથથી મરણ તેલ ઘવાય. ભટની ઉધે માથે કાવાની હિંમતથી કામ સયું. કેમકે ૧ પાંડવકનું મહાભારતમાં વર્ણવેલું યુદ્ધ ક્ષેત્રમાં થયું હતું. ૨. ઉ.
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat