________________
૩૪
રાસમાળા
નિદ્રાવશ થયેલે કુંવર જાણે સ્વર્ગના રાજાના દરબાર માંહેલો કોઈ દેવ હાયની
એવો દીસવા લાગ્યા. તેથી આશ્ચર્ય પામીને તપાસ કર્યો તે તેની માતા, રાજાની રાણી છે એમ વાત નીકળી આવી. તેને પછી એ યતિ ઘટિત માનથી નગરમાં લઈ આવ્યો. પછી જયશિખરીના મરણની વાત તેણે રાણીને કહીને ઘણી ધીરજ આપી, ને ખાતરીપૂર્વક જણાવ્યું કે હું બાળકનું રક્ષણ કરીશ. વનમાં જન્મ્યો તેથી પેલા યતિએ કુંવરનું નામ “વનરાજ” એટલે વનનો રાજા એવું પાડ્યું. પછીથી તેના જન્મની વાત સૂરપાળના જાણવામાં તરત આવી ગઈ. તે જ્યાં બહારવટે રહીને ભૂવડ રાજાના સૂબાને હેરાન કરતો હતો, ત્યાં પોતાની બહેનના કુંવરને છાનોમાને લઈ આવ્યો. પછી તેની સંભાળમાં, કુંવર ચૌદ વર્ષનો થતાં સુધી, સિંહના બચ્ચાની પેઠે તે હિમ્મત, બળ અને હાપણ વધારતો ઉછર્યો. તે દરમિયાન પિતાના પિતાનું રાજ્ય પાછું મેળવવાના વિચાર તેના મનમાં થતા હતા. ૧ શાસ્ત્રી વ્રજલાલ કાળિદાસે પ્રાચીન ગ્રન્થ ઉપરથી કરેલા શેધ પ્રમાણે
વિક્રમ રાજાના સંવતનાં સાતમેં વર્ષ વીત્યાં, તે સમયે ગૂર્જર દેશનું રાજ્ય મન્વયુજ્જ (કને જ) દેશના રાજાએ ખેટપુર(ખેડા, જે ગુજરાતનું તે વખતે રાજ્યનગર હતું તે)માંથી ગુજૅરવંશી રાજાને નસાડીને પોતાનું રાજ્ય સ્થાપ્યું. વલભીપુરમાં તે સમયે સૂર્યવંશી વ૫ટુ નામનો રાજા રાજય કરતા હતા. તેને કનાજના આમ રાજાએ પોતાની રત્નગંગા નામની પુત્રી પરણાવી અને બીજી પુત્રી લોટ દેશના (ભગુકચ્છના) રાજાને પરણાવી હતી. કનાજને રાજા રાષ્ટ્રકૂટ વંશને ક્ષત્રિય હતો. તે
પગિરિ દુર્ગમાં રહેતે ને સાર્વભૌમ રાજા થયો હતો. તે બૌદ્ધ આચાર્યના પ્રસંગથી વેદધર્મ છોડી બધમાં થયો હતો. તેણે વલભીપુરના વપટુ અને ભૃગુકચ્છના ચૌલુક્ય રાજાને પુત્રી દઈ બૌદ્ધધર્મી બનાવ્યા અને પોતે મેળવેલું ગુર્જર દેશનું રાજ્ય પિતાની રનગંગા પુત્રીને કાંચળીમાં આપ્યું. તેથી તે વલભી રાજ્ય સાથે જોડાયું. ગુર્જરવંશી રાજાએ બ્રાહ્મણને દાનમાં આપેલી ભૂમિ ઉપર આ ઐાદ્ધધર્મ રાજાએ કર નાંખે તે ન લેવા બ્રાહ્મણોએ તેને વિનવ્યું પણ તેમને કર માફ ન થવાથી નારાજ થઈ ગૂર્જર દેશના વઢિયાર પ્રાતમાં પંચાસરપુરમાં ચાપકટ વંશનો જયશિખરી નામનો વેદધર્મી રાજા રાજ્ય કરતો હતો તેની પાસે ગયા. તેનું રાજ્ય છે કે હાનું હતું પણ તે બહુ બળવાન હોવાથી બ્રાહ્મણોને આ શ્રય આપી વલભી રાજા પાસેથી ગુર્જર દેશનું રાજ્ય જિતી લઈ, ત્યાંને પોતે રાજા થઈ, બ્રાહ્મણને કર માફ કર. આથી ધ્રુવપટુ રાજાએ પોતાના સસરા કનાજના સુધન્વા રાજાને એ વૃત્તાંત કહાવી મોકલ્યો. તે ઉપરથી રાષ્ટ્રકુટ રાજા મહેણી સેનાથી ગૂર્જર દેશના જયશિખરીને જિતવાને આવ્યો. તેણે પંચાસરને ઘેરે ઘાલ્યો. જયશિખરી રાજાએ પોતાને પરાજય થયું એવું જાણી મરતી વેળાએ પોતાના સાળા સૂરપાળને કહ્યું કે “જે થવાનું તે થયું પણ હવે તમારે કોઈએ યુદ્ધ કરવું નહિ. તારી બહેન (રાણું) “ગભિર્યું છે તેને અહિંથી થોડે દૂર પ્રચ્છન્ન પ્રદેશમાં ધર્મારણ્ય ક્ષેત્ર છે ત્યાં મોઢેરા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com