________________
૩૨
રાસમાળા
આવું સાંભળી ભૂવડને ઘણો ક્રોધ ચડ્યો એટલે પિતાની જિત પૂર્ણ કરવાને તત્કાળ તૈયાર થયો. જયશિખરીની પાસે થેડી સેના રહી હતી તેનું ઘણું સેના આગળ કાંઈ ચાલ્યું નહિ. રાજાએ પિતે શત્રુની સેનાને ઘાસની પેઠે કાપી નાંખીને સારે ટકાવ કર્યો, પરંતુ છેવટે તે મરાયો, ને તેના શરીર ઉપર થઈને શત્રુ પંચાસરમાં પેઠે. કિલ્લાના રક્ષકે અને દરબારના રક્ષકાએ મરતાં સુધી તેમને પેસવા દીધા નહિ, પણ છેવટે ભારે મારામાર થયા પછી, ભૂવડે મહેલમાં પ્રવેશ કર્યો. ત્યાં દાસિયે ઘણું જુસ્સાથી સામી થઈ ને હાથમાં ભૂગલ કે જે કાંઈ આવ્યું તે લઈને દુશ્મનોને શહરના દરવાજા બહાર હઠાવી દીધા. તેમની ઈચ્છા જયશિખરીની લાશ લેવાની હતી તે અહિં પૂરી થઈ. પછી તેમણે ચંદનની ચિતા ખડકી માંહિ નાળિયેર નાંખ્યાં, અને જયશિખરીની સાથે તેઓ સર્વે બળી મુઈ, તેમાં વળી ચાર રાણિયે, દાસદાસિ સાથે ચિતામાં પડી. નગરના લેકમાંથી જેઓ રાજાના ઉપર ઘણો સ્નેહ રાખતા હતા તે પણ પોતાના રાજાની સાથે સ્વર્ગના રાજાની હજુરમાં જવા બળી મુવા. છેલ્લી વારે ભૂવડ, પિતાની ફેજ સહિત અંદર ધી ગયો ને ચિતા બળતી બંધ કરાવી, ઘટિત રીતે ચાવડા રાજાની મૃત્યુક્રિયા પિતાને હાથે કરીને તેનાં વખાણ કર્યાં કે આવા ખરા શૂરવીરને જન્મ આપનારને ધન્ય છે. તેને જ્યાં અગ્નિદાહ કીધો તેના ઉપર શિવનું દેવલ ચણવી તેમાં શિવની સ્થાપના કરીને તેમનું નામ “ગૂર્જરેશ્વર” પાડ્યું. જે દિવસે જયશિખરી પડ્યો તે દિવસે સૂર્ય ઝાંખો દેખાય, ચારે દિશાઓ ભયંકર દેખાવા લાગી, ને પૃથ્વી કંપવા માંડી; ને નદિયોનાં પાણી પહોળાયેલાં જેવાં થઈ ગયાં; પવન ઊંને વાવા માંડ્યો; હેમના અગ્નિમાંથી ભારે ધૂમાડા નીકળવા માંડ્યા; આકાશમાંથી તારા ખરવા માંડ્યા, આ બધા ઉત્પાત જોઈને લોકોએ જાણ્યું કે આજે કેાઈ મહેટ પુરૂષ પડ્યો.
૧ કૃષ્ણદાસ કહે છે કે, જયશિખરિયે ત્રણ દિવસ સુધી લડાઈ કરી, પછી બે હાથ કપાયા તેથી શસ્ત્ર વિનાને થયે, તે પણ તેણે ભૂવડની છાતીમાં લાતેને પ્રહાર કરયો, એટલે ભવડ મૂછિત થઈને પડ્યો ને લોકોએ જાણ્યું કે જેમને ઘેર ગયે. એટલામાં જયશિખરીને પછવાડે રહીને બે મલ્લાએ તરવારના ઘા કરીને માથું કાપ્યું. પછી ત્રણ દિવસ સુધી ઘડ ગુઝીને પડ્યું, ત્યારે ભૂવડે જાગીને એવું કહ્યું કે “ ક્ષત્રિય પુત્ર! તારાં માબાપને ધન્ય છે. તે બહુ પરાક્રમી કોઈ દેવને અંશ છે. અને બુદ્ધિશાળી! તારે અંતસ્થાને ગુર્જરેશ મહાદેવને શુદ્ધ પ્રાસાદ કરાવીશ.” એમ કહીને વારે વારે પ્રણામ કરીને નિઃશંક થઈ નગરમાં પેઠે. ૨. ઉ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com