________________
જયશિખરી ચાવડે-પંચાસર આગળ સંગ્રામ
૨૯
ભવડનું લખેલું તેણે સ્વીકારવું નહિ, અને જવાબમાં લખ્યું કે “પાણું એક વાર જે દૂધ સાથે મળી ગયું છે તેમાંથી જુદું પડતું નથી તેમ હું જયશિખરીનાથી જૂદો પડી શકતો નથી. એ! મૂર્ખના શિરોમણિ! હું ઊંચ કુળને છું, મને ફેડવાની આશા તું કેમ રાખે છે? ત્રણ લેકનું રાજ્ય આપવા કરે પણ જે વર્ણસંકર હોય તે જ લેવાનું મન કરે.”
રાત ત્યારે બન્ને રાજાઓ, પોતપોતાના લશ્કરને લડવાને શર છૂટે, અને યુદ્ધ કરવાની રીત જાણવામાં આવે, એટલા માટે મહાભારતની કવિતા ગવરાવે. જે વેળાએ ભીમનાં અભુત પરાક્રમની વાતે ગુજરાતના સુભટના સાંભળવામાં આવે ત્યારે તેમને ઘણો જુસ્સો ઉત્પન્ન થાય, અને તેઓ પૂછે કે “રાત ક્યારે ખૂટશે; સવાર કયારે થશે, કે અમને લડવાનું મળે?
(દુહા). વાટ જુવે નિજ પતિ તણું, વનિતા વિયેગી જેમ વ્યાકુળ થઈ વહાણતણી, સુભટ જુવે સૌ તેમ. રણસંગ્રામે જે પડે, ભારથમાં છે સાર; તેને તે ઈંદ્ર જ તણી, વરે અપ્સરા નાર. અધીરા થઈ આનંદથી, એમ કરે ઇરછાય; કાષ્ટ ધૂળનાં ઘર તજી સ્વર્ગે જઈ વસાય. આજ્ઞા જયશિખરી તણી થઈ તે થતાં સવાર સુભટ શેબિતા સૌ થયા, તત્પર તેણુ વાર. રણુમાંથી જિતી કરી, વળવાની નહિ આશ; પણ વઢી મરી જઈ અસર વરવા કરી આશ. નિહાળો નિશ્ચય સુભટના, સ્વર્ગતણું સૌ નાર; પ્રીત થકી સૌ પરણવા, સજી થઈ રહી તૈયાર. સો સુભાએ નેહથી, કવચ ધરમાં જે વાર સજી શણગાર બની રહી, સર્વ સ્વર્ગની નાર, સૌ સુભટોએ નેહથી, શસ્ત્ર સજ્યાં જે વાર; વરમાળા કરમાં ગ્રહી, રહી થેલી સી નાર. સુભટોએ જ્યારે ગ્રહી, રીતણું લગામ
બેઠી ઝટ વિમાનમાં સ્વર્ગ તણું સૌ યામ. રૂપસુંદરિયે અંતઃપુરમાંથી ચાલતા યુદ્ધના ભયંકર અવાજ સાંભળ્યા, એટલે પિતાના પતિને બેલા, અને તેને વિનવીને કહ્યું કે “સ્વામીનાથ!
જ્યાં સુધી સારા શકુન થયા નથી, ત્યાં સુધી રણસંગ્રામમાં પડવાની હામ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com