________________
જયશિખરી ચાવડ-પંચાસર ઉપર ચઢાઈ
ર૭
ભણું જતાં, આપણું પટાવતને ને શૂરપાળને ભેટે થયો હતો. શૂરપાળ સાથે તેના બનેવીની ફેજ હતી, તેની સાથે લડાઈ કરવાનું ભયભરેલું લાગ્યાથી આપણું પટાવ આડે રસ્તે સેરઠ આવ્યા. આવી વાત સાંભળીને સત્વર ફેજની તૈયારી કરવાની રાજાએ આજ્ઞા કરી, તે પ્રમાણે લશ્કર તૈયાર થયું, ને જયશિખરી ઉપર ચડાઈ કરવા ચાલ્યું. જતાં વેંત જ અપશકુન થયા, પણ, સત્વર જવાની રાજાની આજ્ઞા હતી એટલે લશ્કરને ઉપરિયા અટકાવી શક્યા નહિ.
શંકર કવિ આવામાં ઘેર જઈ પહોંચ્યો હતો, અને તેણે પોતાના રાજાને સર્વ વૃત્તાન્ત માંડીને કહ્યો હતો, જયશિખરી શૂરવીર હતું, તેથી લડાઈ કરવાની તક મળી એટલે ઘણે આનંદ પામ્ય, અને પિતાના સુભટોને કંકણ, કુંડળ, અને બીજા અલંકારેને તથા વસ્ત્રોને શિરપાવ આપ્યો.
રાજા ભૂવડની સેના ચાલી આવી. તેમાં હાથી, ઘોડા ઘણુ હતા; ચાર હજાર રથ હતા, ઘોડેસવારે પાસે શસ્ત્ર અસ્ત્ર હતાં; પાયદળને તે કાંઈ પાર ન હતું. જે જે ગામ થઈને લશ્કર આવતું ગયું તે તે ગામલેકો લશ્કર જોઈને ઘરબાર મૂકી નાશી ગયા, ને જે ગામવાળા સામા થયા તેમની ઉપર છાપો મારીને તે ગામ લુટયાં. જ્યાં થઈને ચડેલું લશ્કર ગયું ત્યાંની પાણીવાળી જમીન સૂકી થઈ ગઈ, ને સૂકી જમીન ભેજવાળી થઈ ગઈ, જ્યાં મેલાણ થતું ત્યાં મલ્લવિદ્યાની કસરત થતી ને શસ્ત્ર-અસ્ત્રનો અભ્યાસ થતો. દુશ્મનના દેશની પાસે આવી પહોંચ્યા એટલે મોખરાનું એક શહર લૂટયું, અને પંચાસરથી છ માઈલને છેટે પડાવ કર્યો, ત્યાંથી આસપાસનાં ગામડાં લુટી સ્ત્રી પુરૂષોને કેદ કરી રાખ્યાં.
આ વાત સાંભળીને જયશિખરીને નખથી તે શિખા સુધી ક્રોધ ચડ્યો. હલ્લો કરનારાને સેનાપતિ મિહિર હતું તેને તેણે કાગળ લખે, તેમાં ગરીબ લેકોના ઉપર જુલમ કર્યો તે વિષે ઘણે ઠપકે દઈ લખ્યું કે શુરવીર તે આવું અઘટિત કામ કરે નહિ, પણ કૂતરાને પથરે માર્યો હોય તે મારનારના ભણ નહિ થતાં તે પથરાને બચકાં ભરે તેમ તું કરે છે. મિહિરે ઉત્તરમાં લખ્યું કે “મહામાં લીલું તરણું ઘાલી તારે રાજા ભુવડને શરણ થવું, નહિતર લડવાને સામા થવું.” જયશિખરિયે તરત લડવાનું કબૂલ કરયું, ને પિતાના ભાયાત અને સુભટોને બેલાવીને બીજે દુહાડે લડાઈ કરવાની તૈયારી કરી.
મિહિરને કાગળ આવ્યો ત્યારે શૂરપાળ ત્યાં હતો નહિ, તેથી રાજાની જાણમાં ન છતાં રાત્રિની વેળાએ, એકાએક શત્રુ ઉપર તૂટી પડવાને તેણે નિશ્ચય કર્યો. વાત પણ એમ બની કે, તે વેળાએ શત્રુઓ તૈયાર હતા નહિ,
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat